શાકમાં રાઈ જીરું નો તડકો કરવાની સાચી રીત
આજે હું તમારી સાથે કિચનની ટિપ્સ શેર કરશું જે કિચનમાં ખૂબ જ ઉપયોગી થશે જ્યારે આપણે શાક વઘારીએ છીએ ત્યારે રાય અને જીરો નાખીએ છીએ તો પહેલા રાય નાખવાની અને પછી જીરું નાખવાનું કારણ કે રાય અને જીરુને તતડવામાં અલગ અલગ સમય લાગે છે રાઈને થોડીક વધારે વાર લાગે છે અને તેમ તેનું ટેમ્પરેચર પણ થોડુંક વધારે હોવું જોઈએ અને જીરું છે તે થોડાક સમયમાં બ્રાઉન થઈ જાય છે તો જે ડ્રાય છે આપણે જીરું નાખવાનું તો આ ટીપ્સ તમને ખૂબ જ ઉપયોગી થશે કિચનમાં.
ભીંડાનું શાક ચીકણું નહિ થાય આ રીતે કરશો તો
જ્યારે આપણે ભીંડા નું શાક બનાવીએ ત્યારે તે ચીકણું ન થાય તે માટે ભીંડાને સરસ રીતે ધોઈ અને આપણે તેને એકદમ લૂછી અને કોરા કરી લેવાના છે જેથી ભીંડા નું શાક છે તે બિલકુલ પણ ચીકણું નહીં થાય તો આ રીતે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે ભીંડાને સરસ રીતે લૂછી અને પછી શાક બનાવવાનું છે આ રીતે ભીંડાનું શાક બનાવશો તો ભીંડાનું શાક ચીકણું નહિ થાય
ઢોળાઈ ગયેલ તેલને સાફ કરવા માટે
અચાનક જો કોઈ સરફેસ ઉપર તેલ ઢોળાઈ જાય ને તો તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ થાય છે તો તેના ઉપર આ રીતે ઘઉંનો લોટ આપણે નાખી અને ખૂબ જ ઝડપથી સાફ કરી શકીએ છીએ આ રીતે ઘસવાથી બધું જ તેલ છે તે લોટમાં એપસોપ થઈ જશે અને એકદમ સરસ છે તે ચોખી થઈ જશે બધું જ તેલ લોટમાં આવી જશે આ લોટનો ઉપયોગ તમે રોટલી કે પછી ભાખરી બનાવવામાં કરી શકો છો જો તેલ ખરાબ સર્ફેસ ઉપર ઢોળાયું હોય તો તમે ટેલકમ પાવડર નો ઉપયોગ કરી અને આ જ રીતે સરફેસને ચોખ્ખી કરી શકો છો તો આ ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે જે તમને કામ આવશે તો આ રીતે લોટ વધેલો છે તેનું આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ
નવા વાસણ માંથી સ્ટીકર કાઠવા માટે
જ્યારે આપણે નવા વાસણ લઇએ ત્યારે વાસણમાં સ્ટીકર ચોટેલા હોય છે.આ સ્ટીકર કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય છે તો તેની હું તમને ખૂબ જ સરળ રીત બતાવું છું. જો આ વાસણમાં સ્ટીકર છે તેને આપણે થોડું ગરમ કરીશું ગેસ ચાલુ રાખીને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું હવે સાણસીની મદદથી આપણે ગરમ કરવાથી અંદરનું જે ગુંદર છે તે એકદમ ઓગળી જશે અને આ રીતે સરળતાથી આપણે નીકાળી શકીશું અને જ્યાં દાગ છે તેને આપણે જ્યારે પણ વાસણ સાફ કરીશું ત્યારે તે ખૂબ જ સરળતાથી નીકળી જશે તો આ રીતે ખૂબ જ સરળતાથી બધા નવા વાસણમાંથી સ્ટીકરને આપણે કાઢી શકીએ છીએ
કબાટ સોફા કે પછી ફ્રિજની નીચે સાફ કરવા માટે
કબાટ સોફા કે પછી ફ્રિજની નીચે આપણો હાથ પહોંચતો નથી તો આ ટીપ્સ થી હું તમને ખૂબ જ સરળતાથી કેવી રીતે આ બધાની નીચે સાફ કરી શકાય તેની રીત બતાવીશ તો સાવરણીને આપણે કોઈપણ જૂનું મોજું હોય તે પેરાવી દેવાનું છે આ મુજબ આપણે આ રીતે પેરાવી દઈશું સાવરણીને અને હવે જે પણ જગ્યાએ આપણે સાફ કરવાનું હોય ત્યાં આપણે આ સાવરણીની મદદથી સાફ કરી શકીશું તો અહીંયા હું ફ્રીજની નીચે સાફ કરીને બતાવીશ તમે જોઈ શકો છો કે ફ્રીજની નીચે આપણો હાથ જશે નહીં તો આ રીતે આપણે મોજા વાળી સાવરણીથી બધી જ વસ્તુઓ આ રીતે સાફ કરી શકીએ છીએ કે જે સાંકળી જગ્યા હોય તો અહીંયા હું ફ્રીજની નીચે સાફ કરી રહી છું તમે જોઈ શકો છો કે કચરો મોજાની અંદર આવી ગયો છે
કાળી થયેલ ગરણીને સાફ કરવા માટે
ગરણી આપણે ચા ગાળવાની જ હોય છે તે આવી રીતના કાળી થઈ જતી હોય છે આપણે અવારનવાર એને ઉટકતા હોઈએ સાફ કરતા હોય એ પણ આવી રીતના સાઈડમાં ભૂકી થોડી ભરાઈ જતી હોય છે તો તેના માટે આપણે ગરણી ને પહેલા ગેસ ઉપર રાખીને સાઈડનો જે કચરો છે તે બાળી લેશો આવી રીતના તમે બધા કરતા જ હશો પણ એના કારણે ગરણી એકદમ કાળી કાળી થઈ જાય છે ને બાજુની જે રીંગ છે તે પણ કાળી પડી જાય છે તો આવી રીતના ગરણી ને મેં ગેસ પર બાળી લીધી છે અને હવે આપણે આને ખંખેરીશું આવી રીતના કરવાથી તેની અંદરથી આવી રીતના કચરો ખરશે તમે જોઈ શકો છો પણ બહુ વધારે ભાર દઈને નહીં ખંખેરવાની કેમ કે આપણે ગરમ કરી હોય તો તેના કારણે તૂટવાની શક્યતા રહે છે હવે આપણે ગરણી ને એક બાઉલમાં લઈ લઈએ અને તેની ઉપર આપણે ગરમ પાણી રેડીશું.