શિયાળાની સીઝન શરુ થાય એટલે ગરમા ગરમ સૂપ પીવાની ખુબ મજા આવી જાય જો તમે ઘરે જ હેલ્થી સૂપ બનાવીને ટેસ્ટ માણવા માંગતા હોય તો નીચે આપેલ રેસીપી નોંધી લો
ટમેટા સૂપ સાથે ફ્રેંચ ફ્રાય બનાવવા માટે જરૂરી સામગ્રી
- 1 મોટું બોલ ફ્રેન્ચ ફ્રાઈસ રેડીમેટ
- 5-6 નંગ ટામેટાં
- તેલ ડીપ ફ્રાય માટે
- સેંદા મીઠું સ્વાદ અનુસાર
- સાદુ મીઠું સ્વાદ અનુસાર
- મરી પાઉડર સ્પ્રિંકલ માટે
ટમેટા સૂપ સાથે ફ્રેંચ ફ્રાય બનાવવાની રેસીપી: ટામેટાં અને ફ્રોઝન પ્રાઇસ, ટામેટાં ને કટકા કરી કુકરમાં બાફવા મૂકો કુકરમાં પાંચ થી છ સીટી લગાવી. બરોબર કરી જાય પછી પાછળથી સ્મેશ કરી લેવું અને 1/2 ગ્લાસ પાણી મિલાવી લેવું સ્મેશ કરેલા ટમાટરને ગારી લેવું સ્વાદ પૂરતો સેંદા મીઠું,સાધુ મીઠું,અને મીરી પાઉડર નાખીને ખત ખત આવી લેવાનું 1/2 કપ લીલા વટાણા અને જે કંઈ શાક નાખવો હોય એ નાખીને 5 મિનિટ બોઈલ કરો ફ્રેન્ચ ફ્રાઈસ ને ડીપ ફ્રાય કરી લેવું લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરું સાદુ મીઠું,મરીનો ભૂકો,આને સેંજર સ્પ્રીન્ક્લ કરી સર્વ કરો
ગાજર ટામેટાં અને દૂધી નુ સૂપ બનાવવા માટેની સામગ્રી:
- 1 નંગ ગાજર
- 1 નંગ ટામેટું
- 100 ગ્રામ દૂધી
- 1/4 ચમચી મીઠું
ગાજર ટામેટાં અને દૂધી નુ સૂપ બનાવવાની રીત નોંધી લો: ગાજર ને છોલીને પીતનો ભાગ વચ્ચેથી કાઢી ને ટુકડા કરો.ટામેટું ધોઈને ટુકડા કરો,દૂધીની છાલ ઉતારી ને નાના ટુકડા કરો. એક કુકરમાં તણેય ઉમેરો અને પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને મીઠું ઉમેરીને 3 સીટી વગાડી લો. કુકર ઠરે પછી બ્લેનડરથી મીક્ષ કરીને ગાળી લો અને પછી હૂંફાળું જ સર્વ કરો.
મિક્સ વેજીટેરીયન સૂપ બનાવવા માટે જરૂરી સામગ્રી
- ૧૦૦ ગ્રામ દૂધી
- ૧ નંગ ગાજર
- ૧ નંગ બીટ
- ૪-૫ પાન કોબીજ
- ૧/૨ કપ મટર
- ૧ નંગ કેપ્સીકમ
- ૧ નંગ ડુંગળી
- ૨” કટકો પીળી હળદર
- ૩/૪ ચમચી મીઠું
- ૧/૨ ચમચી ફ્રેશ ક્રશડ મરી પાઉડર
- ૧ ટેબલસ્પૂન બટર
- ૧ નંગ આંબળું
- ૩ કળી લસણ
- ૧” કટકો આદુ
- ૧ નંગ લીલું મરચું
- ૨ ગ્લાસ પાણી
મિક્સ વેજીટેરીયન સૂપ બનાવવા માટેની રીત: બધા વેજીસ પીલ કરી ધોઈ ને કટકા કરી લીધા. કુકરમાં પાણી અને વેજીસ એડ કરી ૪-૫ સિટી વગાડી બાફી લીધા. કુકર ઠંડુ થયા બાદ બ્લેન્ડર ફેરવી બધું એકરસ કરી,મીઠું,મરી પાઉડર અને બટર એડ કરી ૩-૪ મિનિટ ઉકાળી લીધું.. તો, હેલ્થી અને ટેસ્ટી મિક્સ વેજ સૂપ તૈયાર છે
મનચાઉં સૂપ બનાવવા માટે જરૂરી સામગ્રી:
- ૧ ગ્લાસ વેજીટેબલ સ્ટોક
- ૧ બાઉલ ફ્રાઈડ ન્યુડલ્સ
- ૧ ચમચો તેલ
- ૬-૭ લસણ ની કળીઓ
- ૧ ઈંચ આદુ
- ૩-૪ લીલા મરચાં
- ૧ કટકો કોબીજ
- ૧ નાનું ગાજર
- ૧/૨ ડુંગળી
- ૧ ચમચી લીલી ડુંગળી
- ૧ ચમચો કોર્ન ફ્લોર
- ૧ ચમચી ગ્રીન ચાલી સોસ
- ૧/૨ વિનેગર
- ૧ ચમચી ડાર્ક સોયાસોસ
- ૧ ચમચી રેડ ચીલી સોસ
- મીઠું સ્વાદાનુસાર
- પાણી જરૂર મુજબ
મનચાઉં સૂપ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ લોખંડની કઢાઇ માં તેલ મૂકી ઝીંણું સમારેલું લસણ, મરચા અને આદુ ફુલ ગેસે સાંતળો. પછી ગાજર અને કોબીજ નાંખી સાંતળો. હવે બધા સોસ નાંખી સાંતળો. પછી વેજીટેબલ સ્ટોક નાંખી ઉકાળો. હવે કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી ઉકળતા સૂપમાં નાંખી દો. જ્યારે ૩-૪ ઉભરા આવી જાય એટલે ગરમાગરમ સૂપને લીલી ડુંગળી અને ત઼ળેલી ન્યુડલ્સ નાંખી સર્વ કરો.