છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, અજમાવો શ્રેષ્ઠ ઘરેલું નુસખો.
આદુ અને મધ: આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે.100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો.છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.
મધ ઉપર કોઈપણ પ્રકારની પ્રક્રિયા કે પ્રીઝર્વેટીવ ઉમેર્યાં વગરનું , શુદ્ધ અને નેચરલ મધ નો ઉપયોગ કરવો.