દવા વગર નાના મોટા રોગથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

સુકી દ્રાક્ષ ખાવાના ફાયદાઓ તમારા ઘરમાં કોઈ ને બ્લડ પ્રેશરની તકલીફ હોય ગ્લાસ પાણીમાં ૧૦-૧૨ દ્રાક્ષ પલાળી લેવી સવારે પાણી પી લેવું . તમે ઈચ્છો તો પલાળેલી દ્રાક્ષ પણ ખાઈ શકો છો તેનાથી થોડાક સમયમાં બ્લડ પ્રેશરની સમસ્યામાં આરામ મળશે . ઓફીસના પ્રેશરથી થાકેલા હોય ત્યારે તમારે થોડી દ્રાક્ષ ખાવાથી થાકમાં ફાયદો થાય છે કારણકે દ્રાક્ષમાં કાર્બોહાઈડ્રેટ અને ફાયબરનું પ્રમાણ ખુબ વધુ હોય છે . દ્રાક્ષ ખાવાથી સુકી ખાંસી માં પણ રાહત થાય છે . ટીબીના દર્દીઓએ સુકી દ્રાક્ષ ખાવાથી ખુબ જ રાહત થાય છે . સુકી દ્રાક્ષના સેવન થી કબજિયાત નાબુદ થાય છે અને તમારું પેટ એકદમ સાફ થાય છે . – સુકી દ્રાક્ષના સેવનથી આંખોની સમસ્યા દૂર થાય છે અને આંખો તેજસ્વી બને છે .

કાકડી : ઔષધિ : કાકડી : : કાકડી ઠંડી , રૂક્ષ , ગ્રાહી , મધુર , ભારે , રુચિકારક અને પિત્તનાશક કે કોઇકને પિત્તકારક પણ છે . પાકી કાકડી તરસ , અગ્નિ અને પિત્ત વધારનારી છે . ( ૧ ) મૂત્રમાર્ગની પથરી , પેશાબમાં શર્કરા અને કષ્ટ સાથે ટીપે ટીપે પેશાબ થતો હોય તો કાકડીના બીનું ૩-૪ ગ્રામ ચૂર્ણ ૧ કપ દ્રાક્ષના રસ સાથે લેવાથી મટે છે . ( ૨ ) કાકડી મૂત્રલ છે . પેશાબ બંધ થઇ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચૂર્ણ , પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખૂબ હલાવી કપડાથી ગાળી સવાર , બપોર , સાંજ પીવાથી પેશાબ છૂટે છે . ( ૩ ) શરીરની આંતરીક ગરમી દૂર કરવા કૂણી કાકડીમાંચીરો પાડી સાકરનું બારીક ચૂર્ણ ભરી એકાદ કલાક પછી કાકડી ખાઇ જવી : રોગ માટે ઉપયોગી : મૂત્રમાર્ગની પથરી

અખરોટ : ઔષધિ : અખરોટ : ઉપચાર : એઅખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે . એના નિયિમત સેવનથી આયુષ્યમાં પાંચ થી દસ વર્ષનો વધારો થાય છે . તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે.અખરોટ ઉપરાતં કાજુ બદામ , પિસ્તામાં પણ પ્રોટિન અને વિટામીનથી ભરપૂર હોય છે . અખરોટને સલાડમાં , દળીને નાસ્તામાં ખાઈ શકાય . : રોગ માટે ઉપયોગી : હૃદય અને કોલેસ્ટ્રોલ

ઉમરો : ઔષધિ : ઉમરો : ઉપચાર : ઉમરો , પીપળો , પીપર , જાંબુ અને વડ એક જ વર્ગન વૃક્ષો છે . એને પંચવલ્કલ કહે છે . આ પાંચે વૃક્ષોની ચાલ દવામાં વપરાય છે . એના ઉકાળાથી મોં પાકવું , જીભ આડી થવી , પેઢાં પાકી જવાં વગેરે મટે છે . એના ઉકાળાની બસ્તી લેવાથી આંતરડામાં પડેલાં ચાંદાં – ઘારાં , રક્ત અને પરુ સાથેના ઝાડા , અલ્સરેટીવ કોલાયસીસ વગેરે મટે છે . શરીરના કોઇ પણ ભાગમાંથી લોહી જતું હોય તો ઉમરાનો ઉપયોગ કરે શકાય . તેની છાલ , પાન , ફળ , મૂળ બધાં જ ઉપયોગ છે . : રોગ માટે ઉપયોગી : મોં પાકવું , જીભ આડી થવી , પેઢાં પાકી જવા , ચાંદાં – ઘારાં , રક્ત અને પરુ સાથેના ઝાડા અને લોહી વહેતું બંધ કરવામાં

અગત્સ્ય હરિતકી અવલેહ : ઔષધિ : અગત્સ્ય હરિતકી અવલેહ : ઉપચાર : ઉતમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર – સાંજ ખાલી પેટે લેવાથી હૃયરોગ , દમ , ઉધરસ , શરદી , એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે . ઔષધ ઉતમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી , અકાળે વાળ સફેદ થવા , વાળ ખરવા વગેરે વિકૃતિઓઓમાં પણ હિતાવહ છે . એ બળ 0 , વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે . દૂધ કે ઘી સાથે તનું સેવન કરવાથી ઉતમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે . લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે . : રોગ માટે ઉપયોગી : ઢયરોગ , દમ , ઉધરસ , શરદી , એલર્જી જેવા કફના રોગો

એલચી આષાય : એલચી : ઉપચાર : -એલચી મોંની દુર્ગધ દૂર કરે છે . એ સુગંધી , રૂચિકારક , ભૂખ લગાડનાર , આહારનું પાચન કરાવનાર , કફ અને વાયુનો નાશ અને ઉત્તેજક છે . હૃદયને બળ આપનાર , શ્વાસ , અંગોનો ત્રોડ , મૂત્રકૃચ્છ , ખાંદી અને ક્ષયમાં ઉપયોગી છે . અન્નનળીની શિથિલતા અને દાહ – બળતરાવાળા રોગોમાં બહુ ઉપયોગી મનાય છે . પાચકરસોની ઉત્પતિ ઓછી થતી હોય , પિત્તનો ઉચિત રીતે સ્ત્રાવ થતો ન હોય તો એલચી અમૂલય ઔષધ છે . નાની એલચી રસમાં તીખી , સુગંધીત , શીતળ , પચવામાં હલકી , કફનાશક , વાયુનાશક , દમ – શ્વાસ , ઉધરસ , હરસ અને મૂત્રકૃચ્છ મટાડે છે . નાની એલચીના દાણાનું ચૂર્ણ ૬૦ ગ્રામ અને શેકેલી હિંગ ૧૦ ગ્રામ મિશ્રણનું પા ( ૧/૪ ) ચમચી જેટલું ચૂર્ણ સવાર – સાંજ લીબુંના રસ સાથે લેવાથી પેટનો વાયુ , આફરો તેમ જ ઉદરશૂળ મટે છે . રાત્રે એલચી ખાવી નહિ , તેથી ઘચરકો આવી કોઢ થવનો સંભવ રહે છે . : રોગ માટે ઉપયોગી : કફનાશક , વાયુનાશક , દમ – શ્વાસ , ઉધરસ , હરસ અને મૂત્રકૃચ્છ

અક્કલકરો : આાષાણ : અક્કલકરો : ઉપચાર : એની આયાત અજીરિયાથી કરવામાં આવે છે . એના મૂળ બજારમાં મળે છે . તે બેથી ત્રણ ઇંચ લાંબા અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે . આ મૂળ બહારથી ભૂરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે . મૂળને ચાખવાથી જીભ પર ચમચમાંટ થાય છે . એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ , કફ , પક્ષઘાત , મોઢાનો લકવા , કંપવા અને સોજા મટાડે છે . વળી એ શુક્રસ્થંભક અને આર્તજનક છે . એને ઘસીને લગાવવાથી ઇન્દ્રીય દૃઢ થાય છે . દાંતનાં પેઢા ફૂલી જવાં જીભ જકડાઇ જવી વગેરેમાં ઉપયોગી છે . ૧ ) એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઇ જાતીય ઉત્તેજના અનુભવાય છે . ૨ ) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય , હોય , મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે . : રોગ માટે ઉપયોગી : વાયુ , કફ , પક્ષઘાત , મોઢાનો લકવા , કંપવા અને સોજા

એલચો : ઉપચાર : ખાટખટુંબો એને હસંસ્કૃતમાં પર્ણબીજ કહે છે , કેમ કે એના પાનમાંથી નવો છોડ ઊગે છે . અને એના પાનર્થ ઘા રુઝાતો હોવાથી હિંદીમાં ઘાવપત્તા કે જખેહયાત કહે છે . આના નાના છોડ બહુવર્ષાયુ હોય છે અને કુંડામાં પણ ઉછેરી શકય . એનાં પાન જાડાં , રસદાર અને કાંગરીવાળાં હોય છે . પાન સહેજ ખાટાં હોવાર્થ ગુજરાતીમાં એને ખાટખટુંબો પણ કહે છે . એના પાનનાં ભજિયાં અને ચટણી બને છે . ( ૧ ) ગમે તેવો રક્તસ્ત્રાવ થતો હોય તો પાન ધોઇ લસોટી તેની લુગઈ ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા જલદી મટે છે . ( ૨ ) મધુપ્રમેહમાં કેટલીક વખત પાઠાં ( કાર્બન્કલ ) પડે છે અને મોટા ગુમડાની જેમ પાકે છે . ( ૩ ) એલચાના પાનના રસનાં ચાર – પાંચ ટીપાં નાકમાં પાડવાથી નસકોરીમાં નાકમાંથી પડતું લોહી બંધ થાય છે . ( ૪ ) ચોટ વાગવી , મૂઢમાર , ગાંઠ , વ્રણ વેગેરે ઉપર એલચાનાં સહેજ ગરમ કરી બાંધવાથી સોજો ઊતરી જાય છે . ( ૫ ) ઘા પડ્યો હોય તો પાનને લુગદી કરી ઘા પર મૂકી ઉપર બીજું પાન મૂકી પાટો બાંધવાથી ઘા જલદી મટી જાય છે . : રોગ માટે ઉપયોગી : રક્તસ્ત્રાવ રોકવા , નસકરોમાં રાહત થાય , ચોટ વાગવી , મુઢમાર , ગાંઠ વગેરે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles