આમ તો હાર્ટએટેક કુદરતે આપેલ સ્વર્ગે જવાની સૌથી શ્રેષ્ઠ સીડી છે..પણ એનાથી બચીને હોસ્પિટલ સુધી પહોંચવાનો ઘરઘથ્થુ ઉપચાર વિશે જાણીએ..
એકાએક છાતીમાં દુ:ખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરૂ થાય તો હાર્ડએટેકની શક્યતા છે. હાર્ડએટેક વખતે મોટ ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ઘબકારા અનિયમિત થઇ જાય, તમ્મર આવવાનાં હોય એવું લાગે, ગભરામણ થાય અને કોઇ મદદ ન મળી શકે ત્યારે બેહોંશી પહેલા માત્ર 10 સેકન્ડ જ હોય છે. આ સજોગોમાં ગભરાયા વિના ખૂબ જોરથી અને સતત ખાસવાનું શરૂ કરી દો. દર વખતે ખાસતાં પહેલાં ઉડો શ્વાસ લેવો. ખાંસવાનું ઉંડુ તથા લંબાણ પૂર્વકનુ હોવું જોઇએ. છાતીમાં ચોંટેલો કફ બહાર કાઢતી વખતે કરીએ છીએ તેમ.
શ્વાસ લેવાનું અને ખાંસવાનું દર બે સેકન્ડે વારાફરતી થોભ્યા વિના મદદ આવી મળે કે હૃદય ફરીથી નિયમિત ઘબકતુ થયેલું લાગે ત્યાં સુધી કરવું. ઉંડા શ્વાસથી ફેંફસામાં ઓક્સિજન પ્રવેશે છે. અને ખાંસીનું હલન-ચલન હૃદયને સંકોચી લોહી ફરતું રાખે છે. વળી ખાંસીના સંકોચનથી હૃદય પર આવતું દબાણ એના સામાન્ય ઘબકારા ફરીથી શરૂ કરવામાં મદદગાર થાય છે. આ રીતે હાર્ડએટેક થયેલ વ્યક્તિ હોસ્પિટલ પહોંચી શકે.