આરોથના સુત્રો .
જે ખાય ભાજી , તેની તબિયત તાજી .
જે ખાય મગ , તેના જોરમાં ચાલે પગ .
તુલસીના પાન , દિલમાં લાવે જાન .
શિયાળામાં તલ , શરીર કરે ખડતલ .
અળવીના પાન , સુંદર બનાવે વાન .
ચહાને બદલે ચણા , તો જીવે ઘણા .
ખાંડના બદલે ગોળ , તો હાથમાં આવે જોર ,
ડી બ્રેડ અને પાઉં , તબિયત કરે ચાઉં .
ભેળપુરી , ભાજીપાઉં , તબિયત કરે ચાઉં આને બદલે રાબ , તો વધે રુઆબ .
જો ખાય વાસી ભજિયા , તો પેટમાં થાય કજિયા .
રોટલા , કોળ , ફળ ને ભાજી , રોજ ખાનારની તબિયત તાજી
તાજી મીઠી મોળી છાશ , ભોજન અંતે પીજો ખાસ .
મહેનત કરીને હકનું ખાય , તેને કદી રોગ થાય .
જેનો બગડ્યો ઝાડો , તેનો બગડ્યો દહાડો .
જળ , માટી ને ખુલ્લી હવા , કુદરતની એ ઉત્તમ દવા .
હરડે , બહેડા , આમળા ને ચોથી ચીજ ગળો , તેનું સેવન જે કરે , વ્યાધિ તેની ટળો .
ડાબે પડખે લેટવું , જમ્યા પછી ઘડીવાર , અને દિવસે ના ઊંઘશો ,
જમો ન વારંવાર . 1 મેંદા બેસનનું ફરસાણ , પેટમાં કરે ધમસાણ