કેન્સર ફૂલ પાંચ પ્રકારના છે. જેમાંથી ત્રણ પ્રકાર અસાધ્ય ગણાય છે.કેન્સર થવાના મનાતા કારણો ભેળસેળ વાળો, રંગ રસાયણ વાળો, વાસી,અને ભારે ખોરાક ખાવાથી,તમાકુના વ્યસનથી,મંદાગ્નિ થવાથી,અને વધારે પડતી એન્ટી બાયોટી ક દવાના સેવનથી કેન્સર થાય છે. ઝેરી કેન્સર ઝડપથી પ્રસરી જીવલેણ નીવડે છે.
ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦નું ગણવામાં આવે છે. દર વર્ષે કેન્સરનાં નવાં ૮ લાખ દર્દીઓ જોવા મળે છે, ઉપરાંત ૨૪ લાખ જૂનાં દર્દીઓ છે. ૪૮ % પુરૂષોમાં અને ૨૦ % સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન (બીડી-સિગારેટ, ગુટખા, પાન મસાલા, છીંકણી) છે. આપણા દેશમાં પુરૂષો તથા સ્ત્રીઓ બંને જાતિઓમાં મોં અને ગળાનું કેન્સર, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના ૫૦ % થી વધુ જોવા મળે છે. આ ત્રણ પ્રકારના કેન્સર,
- ૧. જાત તપાસ દ્વારા જલદીથી શોધી શકાય છે.
- ૨. તેનું વહેલું નિદાન થઇ શકે છે
- ૩. શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો આ પ્રકારનાં કેન્સર સંપૂર્ણપણે મટાડી શકાય છે.
કેન્સરના લક્ષણોઃ
૧. લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
૨. સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું.
૩. યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું.
૪. લાંબો સમય અવાજ બેસી જવો.
૫. ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.
૬. લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર.
૭. શરીરમાં કોઇપણ ભાગમાં ગાંઠ હોવી.
૮. ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર.
૯. શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું.
૧૦. તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર
ઉપરોક્ત લક્ષણો આમ તો સામાન્ય બીમારીમાં પણ જોવા મળે છે. પણ જો ટૂંક સમયમાં અને સામાન્ય દવાની સારવારથી ઉપરોક્ત લક્ષણો દૂર ના થાય તો તેના તરફ ધ્યાન આપીને તેની તરત, ડોક્ટરી તપાસ, નિદાન તેમજ સારવાર કરાવવી જોઇએ.
કેન્સરના દર્દીએ મીઠું,દહીં, તલ,અડ ડ,ગોળ,બરફ,સેકરીન, દૂધના દ્રવ્યો,શેરડીના દ્રવ્યો,વેજિટેબલ ઘી, જડ પદાર્થો,વધુ પ્રમાણમાં ખારું, ખાટું, તીખું,વગેરે ન ખાવું જોઈએ.
ઘર ગ થુ ઔષધોમાં હળદર, સરગવો, ગુગળ,શિલજીત, રગત રોહીડો, લીમડો, વાય વરણો ,દ્રાક્ષ,વગેરે તેમાં અસરકારક છે. તેનું સવોત્તમ ઔષધ તો કાંચનાર અને ગુગળ ગણાય છે. બજારુ ઔષધોમાં કાંચનાર ગુગળ,વરુનાડિકવાથ,રોહિત્કાસવ,હીરક ભસ્મ, પથ્યાદી ક્વાથ,વગેરે તેના અસર કારક ઔષધો છે.શરૂઆતમાં સાઘ્ય અર્બુદમાં તેનો નિયમિત ઉપયોગ થયો હોયતો પરિણામ મળ્યા વિના રહેતું નથી. અર્બુદ ( કેન્સર ) ની ગાંઠ ઉપર કાંચનાર ગુગળ અને રસવંતી વાટી ને લેપ કરવો અથવા કઠ( ઉપલટ ) ચૂર્ણ અને તમાલપત્ર ચૂર્ણને વડના દૂધમાં મેળવી ઠંડો કે ગરમ લેપ કરવો.નિષ્ણાંત વૈદ્યની દેખરેખ નીચે લંઘન,રકતમોક્ષણ,વિરેચન,અને અન્ય પંચ કર્મની ક્રિયા પણ કરાવવી સારી.કેવળ લીલી દ્રાક્ષ નાં રસ ઉપર રહેવાથી પણ કેન્સર મટે છે.
અને કીડામારી નાં સ્વરસનું સેવન કરવાથી પણ કેન્સર માં સારો ફાયદો થાય છે
આ પણ વાંચો
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ