એકવાર રાજકુમારી તેની સખીઓ સાથે વનમાં શિકાર કરવા ગઇ . તેણે એક હરણ પર નિશાન તાકીને તીર છોડ્યું . પરંતુ એ તીર એક રેતીના ઢગલામાં જઇને ખૂંચી ગયું . એમાંથી એક ચીસ સંભળાઇ . એ રેતીનો ઢગલો ન હતો . એક ઋષિ ત્યાં વર્ષોથી તપ કરી રહ્યા હતા અને રાજકુમારીના તીરે તેમની આંખો ફોડી નાખી હતી . આ વાતની જાણ રાજકુમારીના પિતાને થઇ . રાજાએ પોતાની પુત્રીના કર્મના પ્રાયશ્ચિત રૂપે રાજકુમારીના લગ્ન વૃદ્ધ દેખાતા ઋષિ સાથે કરી દીધા . પછી તો રાજકુમારી તે ઋષિ સાથે કુટીરમાં રહેવા લાગી અને સેવા કરતી . ઋષિની આંખોનો ઈલાજ કરવો માટે રાજકુમારીએ અશ્વિનીકુમારોની મદદ માંગી . અશ્વિનીકુમારોએ પોતાની દિવ્ય ઔષધિથી ઋષિની ચિકિત્સા કરી . જેનાથી ઋષિની આંખો પણ સ્વસ્થ થઈ અને લાંબા સમયના તપના લીધે પ્રાપ્ત થયેલી જરા અવસ્થા પણ દૂર થઇ . અશ્વિનીકુમારોએ આપેલી એ દિવ્ય ઔષધિ એટલે ‘ ચ્યવનપ્રાશે અને તે ઋષિ એટલે “ ચ્યવનઋષિ ‘ . આ એક ભવ્ય આયુર્વેદિક પરંપરાની વાત થઇ , એક એવી જ ભવ્ય પરંપરા આગમ આયુર્વેદ વિશે પણ થોડું જાણીએ . ચરકસંહિતામાં કહ્યું છે કે , પ્રયોગનું વીર્ય સ્વાથ્ય TETU I Birgera falar umuha || સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલા રત્નોમાંથી એક અમૂલ્ય રત્ન સમાન ધવંતરિ ભગવાન છે . તેમના દ્વારા જે મહાન પરંપરાની શરૂઆત થઇ તે આયુર્વેદ , બ્રહ્માજી દ્વારા પ્રગટ કરવામાં આવેલા ચારવેદની સમકક્ષ પાંચમા વેદ તરીકે આયુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે . હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓ દ્વારા જે આયુર્વેદ
પધ્ધતિથી શરૂઆત કરવામાં આવી હતી તે આજે પણ એલોપેથીના વંટોળમાં અડિખમ ઊભી છે . આયુર્વેદ , એક અગાઢ સમુદ્ર છે , જેમાંથી આપણે માત્ર એક ખોબા જેટલા જ જ્ઞાનનું પાન કરી શક્યા છીએ . આયુર્વેદની બૃહદત્રયીમાંથી એક મહત્વની સંહિતા ચરકસંહિતમાં દર્શાવ્યા અનુસાર સમગ્ર આયુર્વેદનું પ્રયોજન શું છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે , સ્વસ્થ સ્વાથ્ય રક્ષ ‘ જેનો સૌ પ્રથમ ઉદ્દેશ્ય છે જે સ્વસ્થ છે તેને સ્વસ્થ રાખવા અને ત્યારબાદ માર્ચ વિકાર પ્રશમન એટલે કે બીમાર માણસોના રોગોને શાંત કરવા , એમનો નાશ કરવો . આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિના આઠ અંગો હોવાથી તેને અષ્ટાંગ આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે . આયુર્વેદમાં સુપ્રસિદ્ધ પંચકર્મ ચિકિત્સા ઉપરાંત જુદી જુદી ચિકિત્સામાં એક ચિકિત્સાપધ્ધતિ રસાયન ચિકિત્સા છે . આ સૌમાં શ્રેષ્ઠ રસાયન ઔષધિ એટલે હરીતકી . હરીતકીને આપણે હરડે તરીકે ઓળખીએ છીએ . આયુર્વેદની તમામ ઔષધિઓમાં મોભાનું સ્થાન ધરાવતી હરીતકી ત્રિફલામાંનું મુખ્ય દ્રવ્ય ઔષધ છે . જેમ સમાજમાં નાત જાતના ભાગલા છે તેવી જ રીતે ઔષધિના ગુણ તેનો સમાવેશ COMBRETACEAE FAMILY માં કરવામાં આવે છે . હરીતકીનું બોટનીકલ નામ TERMINALIA CHEMBULA છે . હિંદીમાં તેને હરડે , દડે તરીકે ઓળખવામાં છે . આ ઉપરાંત અંગ્રેજીમાં CHEBULIC MYROBALAN , તેલુગુમાં ફરવય , તમીલમાં ફુલાફ , અરબીમાં ત્રિાજ્ઞ તથા ફારસીમાં ૪ કરીકે ઓળખાય છે . ભાવપ્રકાશમાં [ અને લક્ષણો અનુસાર
હરીતકી નિઘંટુના અનુસાર તેના પ્રાપ્યસ્થાન તથા ફળના આધારે સાત પ્રકાર વર્ણવેલા છે . વિધ્યાંચળ પર્વતમાળામાં પ્રાપ્ય અને સર્વરોગોમાં ઉપયોગી હરડે વિજયા તરીકે ઓળખાય છે . ગોળાકાર ફળ તથા મુખ્યત્વે ત્રણરોપણમાં ઉપયોગી હરડે રોહિણી તરીકે તથા જેનું બીજ મોટું અને ફળ નાનું હોય તેવી સિંધ પ્રદેશમાં પ્રાપ્ત હરડે પુતના તરીકે ઓળખાય છે . પ્રમાણમાં વધારે ફળમજ્જા ધરાવતી અમૃતા નામની હરડે ચંપારણ્ય તથા ભાગલપુર વિસ્તારમાં પ્રાપ્ય પીળા રંગનું સર્વરોગોમાં ઉપયોગી જીવંતી નામનું હરડે ફળ સૌરાષ્ટ્ર , ગુજરાતના વિસ્તારમાં પ્રાપ્ત થાય છે . હિમાચલ પ્રદેશમાંથી મળી આવતું ચેતકી નામનું હરડેફળ ત્રણ રેખાઓ ધરાવે છે . સાત પ્રકારની હરડેમાંથી વિજય નામની હરડેને સૌથી શ્રેષ્ઠ
કહેવામાં આવી છે . લવણરસ સિવાયના તમામ રસ ધરાવતી પંચરસા અને લઘુ , રુક્ષ ગુણધરાવતી હરીતકીનો વિપાક એટલે કે પાચન અંતેનો રસ મધુર છે . તે ઉષ્ણવીર્ય ધરાવતી ઔષધિ છે . હરીતકી તમામ પ્રકારના રોગોમાં ઉપયોગી છે . કારણ કે તે પાચનશક્તિ પર અસર કરે છે . અર્થાત જઠરાગ્નિ પર કાર્ય કરે છે . આજના એલોપેથી યુગની RANITADINE , OMEPRAZOLE , , RABEPRZOLE , PANTOPRAZOLE , , BISACODYLE તમામ દવાઓની સરખામણીમાં આયુર્વેદની એકમાત્ર હરીતકી તમામ તકલીફો સામેલડવા માટે સક્ષમ છે . શરીરની અન્ય ધાતુઓની ઉત્પત્તિ , કાર્યશક્તિ તમામ માટે જઠરાગ્નિ જવાબદાર છે . આથી જો મૂળને પાણી પાઈએ તો છોડ તો ઉછરવાનો જ ! હરીતકી દોષન તથા અનુલોમન જેવા ગુણ ધરાવે છે . પ્રમેહતર તરીકેનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે . પ્રમેહ એટલે આપણું DIABETES . હરીતકીનો સૌથી ખાસ પ્રયોગ એટલે ‘ ઋતુ હરીતકી’નું વર્ણન ભાવપ્રકાશમાં દર્શાવેલું છે . છ ઋતુઓ અનુસાર હરીતકીને જુદાજુદા અનુપાન સાથે લેવાથી તે રસાયન તરીકે વર્તે છે એટલે ANTI AGING . સિધુર્થી grafkrajust ધામધુપુર્દે મા | વર્ષાવિવું ગમયા પ્રાશ્ય રસાયન Tulferat ભાવપ્રકાશના આ શ્લોક અનુસાર વર્ષાઋતુમાં સૈધવ નમક , શરદ ઋતુમાં સાકર , હેમંત ઋતુમાં શુટી એટલે કે અદરક , શિશિર ઋતુમાં પિપ્પલી એટલે કે સ્થાનિક ભાષામાં ભિંડી પીપર , વસંત ઋતુમાં મધ તથા ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે અભયા એટલે કે હરડેનો ઉપયોગ કરવાથી તે રસાયણ તરીકે વર્તે છે . આ ઉપરાંત ચામડીના રોગો , પેટના રોગો , મુત્ર રોગો , શ્વસનતંત્રના રોગો વગેરેમાં ઉપયોગી છે .
આધુનિકયુગના વૈજ્ઞાનિકોના હરિતકી પરના સંશોધન તથા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે હરીતકી સૌથી શક્તિશાળી ANTI BACTERIA AGENT ધરાવે છે . જે શરીરમાં રોગોત્પત્તિ માટે જવાબદાર GRAM POSITIVE અને GRAM NEGATIVE બન્ને પ્રકારના બેક્ટરિયાનો નાશ કરવા સક્ષમ છે . ૨૦૦૭ માં બ્રિટનના THE INDEPENDENT અખબારના અહેવાલમાં પુરાવા સહિત દર્શાવવામાં આવ્યું હતું કે હરીતકી
કેન્સર સામે રક્ષણ આપી શકે છે . ભારતીય વૈજ્ઞાનિકોએ પણ દાવો કર્યો છે કે ત્રિફળા ANTI CANCER તેની AGENT ધરાવે છે . હાલમાં PITTSBURGH CANCER INSTITUTE ના રિસર્ચ અનુસાર તેPANCREATIC CANCER એટલે કે સ્વાદુપિંડના કેન્સર સામે રક્ષણ આપે છે . ઉંદરો પર થયેલા પ્રયોગમાં હરીતકી કેન્સરની ગાંઠને વધતા અટકાવે છે તથા કેન્સરના કોષોના મારણ માટે પણ જવાબદાર છે . આમ , હાલના એલોપેથીયુગમાં પણ હરિતકી પોતાનું સ્વતંત્ર સ્થાન ધરાવે છે . આ તમામ બાબતો પરથી એટલું તો ચોક્કસપણે કહી જ શકાય કે કોઈ પણ તકલીફમાં હરીતકી ફળદાયી છે . શાસ્ત્રોમાં પણ દર્શાવેલું છે કે , વચ્ચેમાતા J દે નાસ્તિ સત્ય માતા પિતા ‘ એટલે બાળક બીમાર હોય , તો માતા તેની સંભાળ લે છે પરંતુ જે બાળકની માતા ઘરે નથી તેને હરીતકી તમામ રોગમાંથી મુક્ત કરનારી “ માતા ” તરીકે કાર્ય કરે છે . – ડૉ . કૃતિ મેઘનાથી