મેડીકલ ક્ષેત્રે ‘ હાથ ધોવા ‘ ને સદીઓ થી ઇન્ફેક્શન કંટ્રોલ નું શ્રેષ્ઠ સાધન માનવા માં આવ્યું છે.
આ માટે એક વૈજ્ઞાનિક ટેકનિક આપવામાં આવેલી છે જેથી સ્ટેપ બાય સ્ટેપ હાથ ના દરેક ભાગ ને સ્વચ્છ કરી શકાય.
(સર્જનો ઓપરેશન કરતા પહેલા આ જ ટેકનિક બરાબર ફોલો કરતા હોય છે જેથી તેમના દર્દી ને ઇન્ફેક્શન ના લાગે..)
હાથ ઘસવા ના ટોટલ ૬ સ્ટેપ હોય છે:
એ યાદ રાખવા માટે અહી એક સૂત્ર આપ્યું છે જેથી એ બરાબર યાદ રહી જાય.
સુમન -K (SUMAN -K)
S- sidha (સીધા)
U- ulta (ઊંધા)
M- mutthi ( મુઠી)
A- angutha ( અંગૂઠા)
N- nakh (નખ)
K- kaanda (કાંડા)
મેડીકલ અને નોન મેડીકલ દરેક લોકો ને યાદ રહી જાય અને આપણે ફક્ત હાથ ધોઈ ને કોરોના ને હરાવી દઈએ એવી શુભકામનાઓ સાથે સમાજ ને સમર્પિત.
Dr Ketul Joshi (MBBS, MD medicine)