વાળમાં મહેંદી લગાવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો

0
202

સૌ પ્રથમ વાળને સીધા ઓળી નાંખવા . ત્યારબાદ વચ્ચે પાંથી પાડીને બે ભાગ પાડી મહેંદી લગાવવાની શરૂઆત કરવી . પાંથીની ડાબી બાજુએ બીજી સીધી પાંથી પાડી પહેલી પાંથીની ઉપર વાળ દબાવીને બંને બાજુએ મહેંદી લગાવો . આ રીતે અલગ અલગ પાંથીઓ પાડીને કાન સુધીના બધા વાળમાં મહેંદી લગાવો . વચ્ચેની પાંથી જમણી બાજુએ સળંગ પાડીને ભાગ કરીને મહેંદી લગાવો . આ રીતે કાન સુધી બે ત્રણ ભાગ પાડી મહેંદી લગાવીને અંબોડો વાળી લેવો . એક કાનથી બીજા કાન સુધી આડી પાંથી પાછી બધા વાળ ભેગા કરીને મહેંદી લગાવીને અંબોડો વાળી લેવો . પાછળના વાળના થોડા ભાગ પાડીને મહેંદી લગાવતા જવાનું અને અંબોડા પર વીંટાળતા જવાનું . આ રીતે પૂરેપૂરા વાળમાં લગાવી દેવાનું . વાળ વિશે આટલું તો જાણો જ ક્યારેય પણ વાળમાં પિન નાખીને સૂવું નહીં , કેમ કે પિનને કારણે નિદ્રામાં તો ખલેલ પડે જ છે , એટલું જ નહીં , પરંતુ લાંબા ગાળે વાળને માટે પણ નુકસાનકારક નીવડે છે . વાળના છેડા ફાટી જતાં રોકવા હોય તો તમારા વાળના પેન્સિલ જેટલા ભાગ પાડો તે દરેકને ગોળ વીંટાળો અને પછી જે ફાટી ગયેલા વાળ નીકળે તેને ટ્રીમ કરો . માથું ધોવા ગરમ પાણી વાપરવું નહીં , કેમ કે તેનાથી વાળ અને વાળનાં મૂળને નુકસાન થશે . વારંવાર વાળ શેપૂથી ધોવા નહીં , કેમ કે તેનાથી વાળની કુદરતી ચીકાશ નાશ પામે છે . વળી હંમેશાં એક જ બ્રાન્ડનું શેમ્પ વાપરવું યોગ્ય છે . ભાંગેલા ઈંડાનો પીળો ભાગ વાળમાં લગાવી હળવેથી પાણીથી બરોબર ધોઈ નાખવાથી વાળ સુંદર અને ચમકીલા બને છે . ક્યારેય પણ વાળ ઘસીને લૂછવા નહીં , નરમ ટુવાલથી લૂછવા . વાળને કદી સૂર્યના તાપમાં કે હેર ડ્રાયરથી સૂક્વવા નહીં . આમ કરવાથી એકદમ કોરા થઈ જશે અને એક જ બ્રાન્ડનું શેમ્પ વાપરવું યોગ્ય છે . ભાંગેલા ઈંડાનો પીળો ભાગ વાળમાં લગાવી હળવેથી પાણીથી બરોબર ધોઈ નાખવાથી વાળ સુંદર અને ચમકીલા બને છે . ક્યારેય પણ વાળ ઘસીને લૂછવા નહીં , નરમ ટુવાલથી લૂછવા . વાળને કદી સૂર્યના તાપમાં કે હેર ડ્રાયરથી સૂક્વવા નહીં . આમ કરવાથી એકદમ કોરા થઈ જશે અને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here