જગતનો વૈદ્યઃઆદું। આદુનો સ્વાદ તીખો હોય છે અને તે ઘણાં રોગોમાં ફાયદારુપ થઈ શકે છે. ખાંસી, શરદી, ઠંડી લાગવી જેવા રોગોમાં દવાના બદલે આદુ વધારે કારગત સાબિત થાય છે કારણ કે તેમાં કુદરતી રીતે ગરમ છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે. પણ કેટલાક રોગો એવા પણ છે કે જેમાં આદુ ઔષધિ નહીં પણ ઘાતક સાબિત થઈ શકે છે. ધ્યાન રાખજો આવી સમસ્યાઓ દરમિયાન આદુનું સેવન ક્યારેય ન કરવું.
ઘણા આયુર્વેદ નિષ્ણાતોનું એવો મત છે કે આદુંના નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી, આદુંના રસના ટીપાં નાકમાં નાખવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે દુખતા દાંત પર આદુંનો ભૂકો ઘસવાથી વેદના ઓછી થાય છે. શરદીના સમયે આદું લાભકર્તા છે .એના રસથી ભૂખમાં વધારો થાય છે અને પાચનશક્તિ સુધરે છે.
તમે આદુંનો છોડ તમારા ઘરમાં પણ ઉગાડી શકો છો એક કુંડાની અંદર કાળી માટી લઇ તેમાં આદુંનો ટુકડો વાવી દો. રોજ થોડું થોડું પાણી નાખતા રહો થોડા જ સમયમાં આદુંનો છોડ દેખાશે. મહત્વની વાત એ છે કે આદું એક મૂળ છે એટલે થોડા સમય સુધી છોડ મોટો થવા દેવો , આદું થોડું થોડું કાપીને કાઢવું. પૂરે પૂરો છોડ કાઢી ન લેવો. જેમનું વજન વધી ગયું હોય કે ડાયબિટીસ હોય તેમના માટે આદુ ગુણકારી છે. પણ જો વ્યક્તિને હિમોફિલિયા હોય તો આદુનું સેવન કરવાથી તેની ખરાબ અસર પડે છે. હિમોફિલિયા વારસાગત રોગ છે અથવા તેમાં ફેક્ટર 8ની અછત હોય છે – જે લોહી ગંઠાવવામાં મદદરુપ થાય છે. આ પ્રોટિન શરીરમાં ન હોવાના કારણે લોહી જામવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. સામાન્ય ઈજામાં પણ પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતું હોય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આદુમાં એવા ગુણ છે કે તે લોહીનું પરિભ્રમણ વધારે છે અને તે એક દવા તરીકે કામ કરે છે, પણ તે હિમોફિલિયાના દર્દી માટે ઘાતક સાબિત થાય છે. યુવા અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવાયા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ચગળો. આનાથી પિગમેટેશનની સમસ્યામાંથી મુક્તિ મળશે.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ