મગ, મઠ, અડદ, તલ વગેરેમાં એરંડાના બી નાંખવાથી એ સડતાં નથી કે એમાં જીવાત પડતી નથી. સોનાચાંદીના દાગીનાને ચમકાવવા માટે અરીઠાનાં પાણીમાં કે બાફેલ બટાટાના પાણીમાં થોડીવાર રાખીને બ્રશ ઘસતાં જ એ ચકચકિત થઈ ઊઠશે.
મીઠાને ભેજ ન લાગે તે માટે મીઠાની બરણીમાં ચોખાના દાણા નાંખી દેવા.
બટાટા બાફતી વખતે પાણીમાં થોડું દૂધ નાંખવામાં આવે તો બટાટાનો રંગ અને સ્વાદ એકદમ સારો થાય છે.
નેઈલ પોલીશનું ઢાંકણું ન ખૂલતું હોય તો તેને થોડીવાર ગરમ પાણીમાં રાખવાથી ઢાંકણું તરત ખૂલી જશે.
કાચના વાસણમાં ડાઘ પડયા હોય તો બે લિટર ગરમ પાણીમાં થોડાક કોસ્ટિક સોડા નાંખી રાતભર ડાઘાવાળા વાસણમાં રાખી સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાંખવા.
મારબલ ચકચકિત રાખવા પાણીમાં થોડું ઘાસતેલ મેળવી તેમાં કપડું પલાળી નીચોવીને લૂછવું.
ઊનનાં કપડાં ધોયા પછી ઢીલાં ન પડે તે માટે ધોયા પછી છેલ્લે પાણીમાં ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાંખીને કપડાં બોળીને કાઢી લો.
મોસ્કવીટો મેટ વપરાઈ ગયા પછી નાંખી દેવાને બદલે સળગતા. કોલસા અથવા નાળિયેરના સળગતા છોડા ઉપર મૂકો તો તેની ધૂણીથી જીવજંતુ સાફ થઈ જશે.
મિક્સરની જાર ચોખ્ખી કરવા અને તેમાંથી અન્ય પદાર્થની સુગંધ કે વાસ દૂર કરવા બ્રેડની એક સ્લાઈસ જારમાં મૂકીને મિક્સર ચલાવો.
ચાર કાણાંવાળા બટન ટાંકતી વખતે સામ સામેના કાણાની જોડમાં બે અલગ-અલગ દોરા વાપરો. સળંગ દોરાને બદલે અલગ-અલગ દોરા લેવાથી લાંબો સમય ટકે છે. કારણ કે બંને દોરા એક સાથે નથી તૂટતા.
લીલાં મરચાં તળતાં પહેલાં તેમાં બે-ત્રણ જગાએ કાણાં પાડી દેશો તો ઊડશે નહીં.
તાજાં ચૂંટેલા ફૂલના રંગને લાંબા સમય સુધી જાળવી રાખવા ફૂલ ચૂંટ્યા પછી આલ્કોહોલ સ્પિરિટમાં થોડી સેકંડ ડુબાડી રાખો. શરૂઆતમાં થોડા ઝાંખા પડેલા લાગવા છતાં થોડી જ વારમાં તેની મૂળ ચમક પાછી આવશે અને લાંબો સમય ટકશે.
રંગ કે પેઈન્ટનો ડબો મૂકી રાખીએ તો તેની ઉપર પોપડી જામી જાયછે. એવું ન થાય એ માટે રંગના ડબ્બાને ઊંધો મૂકો, જેથી જામેલી પોપડી રંગ વાપરતી વખતે ડબો સીધો કરતાં નીચે જતી રહેશે
મગ, મઠ, અડદ, તલ લાંબા સમય સુધી બગડે નહીં એ માટે | રંગ કે પેઈન્ટનો ડબો મૂકી રાખીએ તો તેની ઉપર પોપડી જામી જાય છે. | મિક્સરની જાર ચોખ્ખી કરવા | ઊનનાં કપડાં ધોયા પછી ઢીલાં ન પડે તે માટે | નેઈલ પોલીશનું ઢાંકણું ન ખૂલતું હોય | કાચના વાસણમાં ડાઘ પડયા હોય તો