રાંધણગેસ બચાવવા માટે ખાસ ઘરગથ્થું ટિપ્સ
ખૂબ જાડા તળિયાવાળા વાસણોનો ઉપયોગ કરવાનું ટાળો:
તમારે શિયાળામાં ધ્યાનમાં રાખવાની પહેલી ટિપ્સ એ છે કે જો તમે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો છો તો શિયાળામાં તેને ગરમ થવામાં વધારે સમય લાગે છે.કેટલીક વાનગીઓ પાતળા તળિયાવાળા વાસણોમાં બનાવી શકાતી નથી પણ જો તમે દરરોજ રાંધતા હોય તો પાતળા તળિયાવાળા વાસણોનો ઉપયોગ કરો જેને ગરમ કરવામાં વધારે સમય લાગતો નથી. આ ટિપ્સ નાની લાગે છે પણ તે ઘણો ગેસ બચાવી શકે છે.
ગેસ બર્નર સાફ કરવું જરૂરી છે :
તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો તમે ગેસ બર્નરને સારી રીતે સાફ નહીં કરો તો વધારે ગેસનો ઉપયોગ થશે. એલપીજી ગેસની જ્યોત વાદળી છે અને જો લાલ, પીળી અથવા નારંગી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારે બર્નરને સાફ કરવાની જરૂર છે. તમે તેને બર્નર ક્લિનિંગ કિટ અથવા ખાવાનો સોડા અને ગરમ પાણીથી સાફ કરી શકો છો. સાફ કર્યા પછી તમે જોશો કે જ્યોત ફરીથી વાદળી થઈ ગઈ હશે.
ખુલ્લા વાસણમાં રાંધશો નહિ :
ખુલ્લા વાસણમાં ખાવાનું બનાવશો નહિ. વરાળને કારણે રસોઈ ઝડપથી બને છે અને સમય પણ બચી જાય છે. જો તમે ઢાંકણ વગર જ ખાવાનું બનાવશો તો વરાળનો ઉપયોગ થશે નહીં અને રસોઈનો સમય પણ વધારે લાગશે.
ખોરાકને ઢાંકીને રાંધવાથી વાનગીમાં પોષણ પણ જળવાઈ રહે છે અને તેથી વધારે હેલ્દી માનવામાં આવે છે. તમે પાણી ગરમ કરો છો કે દૂધ ઉકળતા હોય પણ તમારે આ જ રીતે શરૂઆત કરવી જોઈએ.
પ્રેશર કૂકરનો વધારે ઉપયોગ કરો:
શિયાળામાં કૂકરનો વધારે ઉપયોગ કરવાથી ફાયદો થઇ શકે છે. હકીકત માં પ્રેશર કુકર ખોરાકને સારી રીતે રાંધે છે. તે ઓછા ગેસમાં પણ ઝડપથી ગરમ થઇ જાય છે અને આ કિસ્સામાં એલપીજી ગેસની બચત થાય છે. જો તમે કડાઈમાં શાક બનાવો છો તો પછી તેને પ્રેશર કૂકરમાં રાંધવાનું શરુ કરો. આમ કરવાથી રાંધણ ગેસની બચત થશે અને પ્રેશર કૂકરમાં ખોરાક રાંધવો પણ સરળ રહે છે.
ખોરાકને પહેલાં પલાળી દો :
મોટા ભાગના લોકો ચોખા, કઠોળ, શાકભાજી વગેરેને સીધા ગેસ પર મૂકી દે છે, પરંતુ રાજમા અને ચણાની જેમ તેને પહેલા પલાળીને રાખવાથી ઝડપથી પાકી જાય છે. ઉદાહરણ તરીકે, ચોખા અને દાળને રાંધતી વખતે, તેને અડધા કલાક પહેલા પાણીમાં પલાળી મૂકો. આ રીતે રસોઈનો સમય અને ગેસ બંને બચાવી શકાય છે.
લીક છે કે નહિ તે ચેક કરો :
રેગ્યુલેટર, બર્નર, ગેસ પાઇપ વગેરે ચેક કરતા રહેવું સારું રહેશે. જો તમે આવુ નહી કરો તો ગેસ પાઈપ લીક થવાથી તમને વધારે સમસ્યામાં મૂકી શકે છે. આને નિયમિતપણે ઠીક કરવાની જરૂર છે તેથી તમારે અમુક સમય પછી તપાસતા રહેવું જોઈએ. આમ કરવાથી તમે કોઈપણ મોટી દુર્ઘટનાથી બચી શકો છો અને ગેસની પણ બચત કરી શકાય છે.ગેસ પર ભીના વાસણો ના રાખવા જોઈએ: જો તમે તરત જ ધોયેલા વાસણને ગેસ પર મુકો છો તો પહેલા વાસણ ગરમ થશે અને પછી પાણી સુકાઈ જશે અને પછી તે એટલું ગરમ થશે કે તમે કંઈક રાંધી શકો. એટલા માટે જરૂરી છે કે તમે વાસણોને બરાબર સાફ કર્યા પછી જ ગેસ પર રાખો. આ પદ્ધતિથી વાસણ ઝડપથી ગરમ થશે અને ગેસ પણ બચશે.
કેટલું માપ જોઈએ? કઈ વસ્તુ બનાવવા કેટલું જોઈએ
કંસાર બનાવવા માટેનું પરફેક્ટ માપ : 1 કપ ઘઉંનો જાડો લોટ, 1 કપ પાણી
ફાડા લાપસી બનાવવા માટે પરફેક્ટ માપ : 1 કપ ફાડા, 3 થી 3-1/2 કપ પાણી
ખીચું બનાવવા માટે કેટલું માપ રાખવું જોઈએ : 1 કપ કણકીનો લોટ , 1- 1/2 કપ પાણી
ઉપમા બનાવવાની સાચું માપ : 1 કપ સોજી, 3 કપ પાણી
ઢોસા બનાવવા માટેનું માપ: 3 કપ ચોખા, 1 કપ અડદની દાળ
હાંડવો બનાવવા માટે પરફેક્ટ માપ: 2 કપ ચોખા, 1 કપ તુવેરની દાળ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપઅડદની દાળ
શીરો બનાવવાનું પરફેક્ટ માપ: 1 કપ ઘઉંનો જાડો લોટ, 3 કપ પાણી, 3 કપ ચોખા, 1 કપ અડદની દાળ
ખીચડી બનાવવા જરૂરી માપ: 2 કપ ચોખા, 1 કપ મગની દાળ
ઈડલી બનાવવા પરફેક્ટ માપ : 4 કપ ચોખા, 1 કપ અડદની દાળ
મેંદુ વડા બનાવવાનું માપ: 1 કપ ચોખા, 3 કપ અડદની દાળ
ઉત્તપમ બનાવવા પરફેક્ટ માપ: 4 કપ ચોખા, 1 કપ અડદની દાળ