આ ઔસધના પાન થી લઈ સિંગ અતિ ઉપયોગી છે

આ શિંગોનું ચૂર્ણ કબજિયાત, ખંજવાળને ઝડપથી દુર કરે છે જાણો તેના અન્ય ફાયદા વિષે

આ ઔષધનું નામ છે ગરમાળાનાં પાન, છાલ, શિંગ, ગરમાળાનો ગોળ, ફૂલ તમામ અંગો એ ઔષધીય ગુણ ધરાવે છે. ગરમાળાની શિંગોમાં રહેલ ગરને ગરમાળાનો ગોળ કહે છે. એ મુખ્યત્વે ઔષધ તરીકે વપરાય છે. બજારમાં મળતી શિંગો અથવા ગરમાળાનો ગોળ એ સડેલો ,ઘણીવાર ખોટો થઈ ગયેલો અને મધુર હોવાથી ઘણીવાર તેમાં જીવડાં પડી ગયેલ પણ જોવા મળે છે.

પણ જો તેનો યોગ્ય ઊપયોગ કરવો હોય તો તેનો વિધિસર સંગ્રહ કરવો પડે અને તેના માટે જ્યારે શિંગો આખી પાકીને મરુન વર્ણની થઈ જાય પછી જ ઝાડ પરથી ઊતારીને તેને સાત દિવસ સુધી રેતીમાં દાટી રાખવી અને પછી તેને બહાર કાઢીને તાપમાં તપાવવાથી ગોળ ઓગળવા લાગશે અને તે ગોળ કાઢીને તેને ચુસ્ત બંધ બોટલમાં ભરીને રાખવો અને આવા ગરમાળાનો ગોળ એ શ્રેષ્ઠતમ પરિણામ આપનાર નીવડે છે. તેનો સ્વાદ એટલો મધુર છે કે બંગાળમાં તો તમાકુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ગરમાળાના ગોળની એક ભાવના પણ આપવામાં આવે છે. કદાચ આ તમાકુથી કબજિયાતમાં રાહત થતી હશે એવો સર્વે થાય તો ખબર પડે!…અમુક ફાર્મસીઓ દ્વારા બનાવવામાં આવતી ગરમાળાના ગોળ સાથેની ટીકડીઓમાં ગોળની જગ્યાએ સીધેસીધું જ શિંગોનું ચૂર્ણ નાખવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં ગરમાળો કેટલા અંશે પોતાની શકિત બતાવી શકે ?

ફૂલઃ માર્ચ – એપ્રિલ , ફળઃ એપ્રિલ – મે . બીજ : મે – જૂન મહિનામાં જોવા મળે છે. જોવા મળતા પ્રદેશઃ ગુજરાતઃ દક્ષિણ ગુજરાત , મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર અને ઉત્તર : ગુજરાત , ભારતઃ ગુજરાત , હિમાલય , મધ્ય પ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન . વિશ્વ : ભારત , શ્રીલંકા , દક્ષિણ ચીન અને મ્યાનમાર . વૃક્ષ ઉછેરની રીતઃ બીજ અને રોપથી ઉછેર થાય છે.

ગુણ-કર્મ ગરમાળો એ ગુરુ, સ્વાદિષ્ટ, શીતળ અને મૃદુ રેચન કરાવનાર છે. તેથી જ તે જ્વર, હ્રદયરોગ, રકતપિત્ત, વાત, ગોળો, શૂલનાશક પણ છે. ગરમાળાના ફળ એ રુચિકર, કુષ્ઠઘ્ન (ચામડીના રોગોને મટાડનાર, પિત્તશામક, કફશામક, તથા જ્વરમાં સદાય પથ્ય ગણાવેલ છે. ઊપરાંત કોષ્ઠશુધ્ધિ કરવામાં તે શ્રેષ્ઠ ગણાવેલ છે. ગરમાળાના પાન એ કફ અને મેદશોષક ગુણ ધરાવે છે. મળને ઢીલો કરનાર તથા ખંજવાળ મટાડનાર છે. ગરમાળાનાં ફૂલ એ શીતળ, સ્વાદુ-મધુર, વાયુ વધારનાર તથા કફ-પિત્તનું શમન કરનાર છે. મજ્જા – ફલમજ્જા એ મધુર, સ્નિગ્ધ અને જઠરાગ્નિ વધારના

કબજિયાત – ગરમાળાનો મુખ્ય ઊપયોગ જ મૃદુરેચન આપવામાં થાય છે. કાયમી કબજિયાત રહેતો હોય તથા તીક્ષ્ણ ઔષધ ન આપી શકાય તેવી સ્થિતિમાં ગરમાળાની શિંગને ચાર આંગળ પ્રમાણમાં કૂટીને તેને ગરમ પાણીમાં ઊકાળવાથી તેનો ગોળ એ બહાર આવીને પાણીમાં ભળી જાય છે તેને ગાળીને નિયમિત આપવાથી તે આંતરડામાં ચોંટેલા મળને ધીરે ધીરે ઊખાડીને બહાર લાવવાનું કામ કરે છે.

ચર્મરોગ – ચામડીના રોગોમાં પણ રકતદૃષ્ટિ મોટેભાગે પિત્તનાં કારણે જ હોવાથી જો ગરમાળાના ગોળનું નિત્ય મૃદુવિરેચન આપવામાં આવે છે. તો રકતશુધ્ધિ થવાથી ચર્મરોગ મટે છે.

ખંજવાળ – ખંજવાળની તકલીફમાં ગરમાળાના પાનનું બારીક ચૂર્ણ કરીને તેને સ્નાન કરતી વખતે ગરમ પાણીમાં નાંખીને સ્નાન કરાવવામાં આવે તો ખંજવાળમાં રાહત થવા લાગે છે. વળી એક – એક ચમચી પાનનું ચૂર્ણ ખાવામાં પણ લેવાથી તે મૃદુરેચન લાવીને ખંજવાળને મટાડે છે.

બાળકોને રેચન – નાના બાળકોને ઘણીવાર કબજિયાત જોવા મળે છે. અને આવા સંજોગોમાં મળ કઠણ થઈ જવાને કારણે ગુદામાં ચીરા પણ પડવાની શકયતા ઊભી થાય છે ત્યારે ગરમાળા ગોળનું પાણી અથવા તો ગરમાળાના ગોળમાંથી બનાવેલ સ્વાદિષ્ટ સીરપ જો આપવામાં આવે તો ફાયદો થાય છે.

ઊદરશૂલ – ઊદરશૂલનું મુખ્ય કારણ એ કબજિયાત અને તેને કારણે થયેલ ગોળો જ હોય છે.આવા સંજોગોમાં ગરમાળાનાં ગોળને થોડું સંચળ ઊમેરીને આપવાથી ફાયદો થાય છે.

સાંધાના દુખાવામાં આના ગરનો લેપ લગાડી શકાય. આંતરડાની વ્યાધિમાં કે આંતરડા સરખી રીતે કામ ન કરતાં હોય તો આની ડાળખી પીસીને ડાળી દ્રાક્ષના ગર સાથે લેવું જોઇએ.

જ્વર – ज्वरेतु सततं पथ्यं कोषशुध्दिकरમ परम् I જ્વરની અવસ્થામાં પિત્તશમન આવશ્યક હોય છે .વળી તીક્ષ્ણ વિરેચન એ આપી શકાય નહીં ત્યારે માત્ર ને માત્ર ગરમાળો જ જ્વરમાં કોષ્ઠશુધ્ધિ કરાવનાર, આમપાચન કરાવનાર અને પિત્તશમન કરાવનાર હોઈ ગરમાળાનાં ગોળનો ચાર આંગળ પ્રમાણમાં લઈને ઊકાળો કરીને નિયમિત રીતે આપવાથી દોષો ધીરે ધીરે બહાર નીકળવાની સાથે જ્વર તાવ મટવા લાગે છે.લાંબી મુંગળી કાચી હોય ત્યારે લીલી અને સુકાઈ ત્યારે કાળી ચોકલેટ જેવા રંગની શીંગોથી ઓળખી શકાય .

બાળકોને જ્યારે પેટ દુ:ખે ત્યારે બીજ ને પાણી સાથે વાટી ત્વચાના પર લાલ ચકામા થાય ત્યારે પાનને વાટી તેની લુગદી લગાડવો બાળકોને કૃમિ (વર્મસ) થાય ત્યારે થોડા પ્રમાણમાં પાણીમાં આનો ગર ભીંજવી પછી ગાળીને પીવડાવો જોઇએ થોડા સમયમાં કૃમિ નીકળઈ જશે.

ગરમાળાના ગુંદરને ‘ કમરકસ ‘ કહે છે . ફૂલ : ફળ : મુળ : ઉપયોગઃ સુશોભન વૃક્ષ તરીકે તેનો ઉપયોગ થાય છે . સોજામાં , ખસમાં , કોઢમાં , ધાધર જેવા ચામડીના રોગ મટાડે છે .

છાલ : કાકડા વધે , દુખાવો થાય ત્યારે છાલને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી રાહત થાય . વિરેચનમાં , દોરી બનાવવામાં , રંગકામમાં , છાલ ચામડા રંગવામાં ઉપયોગી છે . ફૂલઃ ફૂલનો ગુલકંદ આંતરડાના દર્દમાં ઉપાય છે . ફળ : શીંગોની અંદરનો ગર્ભ પેટના વિવિધ દર્દોમાં બાળકોને પાવામાં આવે છે . સંધિવામાં છાતી તથા હદયના દદમાં વપરાય . બાળક તથા સગર્ભા સ્ત્રીને હલકો પણ સારો જુલાબ લાવી પેટ સાફ કરે છે .

મોઠામાં પડતા છાલામાં ગરમાળાના ગોળનું પાણીથી કોગળા કરી લેવા અથવા એમજ પણ થોડો ખાઇ શકાય.

ગુંદરઃ ગુંદર દાઢ દુખતી હોય ત્યારે મુકાય છે . “ જે ધરતી પર હોય ગાઢ જંગલ , તેનું ન થાય કયારેય અમંગલ .

ગરમાળાના ફાયદા | ગરમાળાની શીંગ | ગરમાળાનું ઝાડ | ગરમાળાની શીંગનો ઉપયોગ | ગરમાળા ની સિંગ

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles