કોઢ, ખરજવું, ખસ , ખુજલી, તાવ, હરસ-મસા, કૃમિ માટે ફ્કત અેક ઔસધી પાન

Desali ગરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે , જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે . રસ્તા અને ખાનગી જાહેર બાગ – બગીચામાં ગરમાળા ( આરગ્વધ , અમલતાસ ) ના સુંદર પુષ્પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે . ગરમાળાની બેથી અઢી ફૂટ લાંબી શીંગો ઊગે છે . વાસ્તવમાં એ એના ફળ છે . નીચે મુજબના ઉપયોગ જાણી તમને પણ ઘરઆંગણે કે સોસાયટીમાં વાવવાનું મન થશો …. ગરમાળાના ઔષધિય ઉપયોગો : –

( ૧ ) સૂજી ગયેલા કાકડા : – કાકડા સૂજી જવાથી ઘણી વખત પાણી પીવું પણ મુશ્કેલ બને છે . આવી સ્થિતિમાં એક તોલા જેટલી ગરમાળાની છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી સોજા તરત ઊતરી ઝાય છે . ( ૨ ) ચામડીના વિકારો : – કોઢ , ખરજવું , ખસ , ખુજલી , સોરિયાસીસમાં ગરમાળાના મૂળની અથવા થડની છાલનો ઉકાળો દિવસમાં બે વખત લેવાથી ઉત્તમ પરિણામ આવી શકે . આજ ઉકાળો સમસ્યાવાળા ભાગ પર લગાવવાથી રાહત થાય

( 3 ) પેટના કૃમિ : – ગોળ , ખાંડની મિઠાઇ વધુ પડતી ખાનારને કૃમિ ( WORMS ) થાય છે . આવા રોગીને ઉબકા , અપચો , રક્તાલ્પતા , ગુદા માર્ગે ખંજવાળ , ઝીણો તાવ વગેરે ફરિયાદ રહેતી હોય છે . તેમાં દસ ગ્રામ ગરમાળાના ગોળ સાથે પાંચ ગ્રામ વાવડિંગ ચૂર્ણ તથા પાંચ ગ્રામ કપિલા ચૂર્ણનો ઉકાળો કરી , એક નાની ચમચી દેશી દિવેલ ઉમેરી એકાંતરે દિવસે વહેલી સવારે લાંબા સમય સુધી સેવન કરવું . આમ કરવાથી કોષ્ઠની શુદ્ધિ થશે અને કૃમિજન્ય વિકારો દૂર થશે . ગરમાળાના ગોળને વધુ પડતો ઉકાળવાથી એના ઔષધિય ગુણો નાશ થાય છે . સાચી પધ્ધતિ એ છે કે , ગેસ બંધ કર્યા પછી ઉકળતા પાણીમાં ઉપરના દ્રવ્યો ઉમેરી અડધો કલાક રાખી મૂકવા . પાણી નવશેકુ ૨ હે ત્યારે ગાળીને ઉપયોગ કરવો . ( ૪ ) ગરમીમાં થતા તાપોળિયા , અળાઇ અને ગૂમડા : – ગરમાળાના ફૂલો વાટી , લુગદી કરી લગાવવી .

( પ ) જર્દી નઝાતા , સડતા , ઊંડા ઘા : – ગરમાળાના કૂણા પાન વાટી લેપ કરવો . ( ૬ ) તાવ : – કોઇપણ પ્રકારના તાવમાં વીસ દાણા કાળી દ્રાક્ષ અને બે ગ્રામ ગરમાળાના ગોળને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે ગાળીને લેવું . ( ૭ ) કમળો – શેરડીના રસ સાથે ગરમાળાનો ગોળ પીર્વો . ( ૮ ) જૂની કબજિયાત અને હરસ – મસા : -પાંચ ગ્રામ ગરમાળાનો ગોળ , બે ગ્રામ હરડે , બે ગ્રામ બી વગરની કાળી સૂકી દ્રાક્ષ , બે ગ્રામ આમળાના ચૂરણને એક ગ્લાસ ઉકળતા પાણીમાં ઉમેરી તરત ગેસ બંધ કરી દેવો . અડધો કલાક રાખી મૂકી ત્યારબાદ ગાળી સવાર – સાંજ બે વખત પીવા આપી શકાય જેના સેવનથી મળાવરોધ દૂર થશે અને હરસ પરનું દબાણ ઘટશે તેથી વેદના અને સોજો મટી જશે

( ૯ ) સગર્ભા સ્ત્રીઓની કબજિયાત , કોઠાની ગરમી અને વારંવાર થતો ગર્ભપાત : – ગરમાળાનો ગુલકંદ નીચે જણાવેલ વિધિથી બનાવવો . સવારે ઠંડા પાણી સાથે એક નાની ચમચી ગુલકંદ લાંબા સમય સુધી લેવો . સામાન્ય વ્યક્તિઓ માટે જૂની કબજિયાત , ખાંસી , શરીરમાં દાહ – બળતરા , ત્વચાના વિકારો , હૃદયરોગ , જીર્ણતાવ વિગેરેમાં આ ગુલકંદ ઉપયોગ થઇ રહે છે

Leave a Comment