શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.
ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે. ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે. ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.
લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે. મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે. લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.
ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે. લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે. જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે. ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે. બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.
આંખો માટે ગાજર ઉત્તમ છે. ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે. તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે. દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.
ગાજર એ બીટા કેરોટિનથી સમૃદ્ધ છે, જે શરીરમાં વિટામિન A બનાવે છે. માત્ર 100 ગ્રામ ગાજર આપણી રોજની વિટામિન A ની જરૂરિયાતને 100% જેટલી પૂરી કરી દે છે! આંખોને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે વિટામિન A ખૂબ જરૂરી છે અને તેના માટે ગાજર ખાવા ખૂબ જરૂરી છે.
વળી તેમાં આવેલ લ્યૂટિન નામનું ઘટક વાર્ધક્યમાં થતા મેક્યુલર ડિજનરેશન નામના રેટિનાના પ્રોબ્લેમને રોકવામાં સહાયભૂત થાય છે. આ ઉપરાંત ગાજરમાં વિટામિન K અને વિટામિન B-6 પણ સારા એવા પ્રમાણમાં રહેલાં છે.
શિયાળો આવતાં જ બજારમાં લાલચટક ગાજર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગાજર એ કંદમૂળ છે, જેનો અનેક રીતે ભોજનમાં સમાવેશ થઈ શકે છે. ગાજરને તમે સલાડ કે રાઈતામાં કાચું ખાઈ શકો છો, તેનો સૂપ બનાવી શકો છો કે પછી શાક, પુલાવ જેવી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.તેનો હલવો કે કેક પણ બનાવી શકો છો.શિયાળામાં ગાજરનો જ્યુસ પીવાથી ત્વચા અને આંખો સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી બને છે.