આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે

0
9683

દાદર (ધાધર) નો ઘરગથ્થુ ઉપચાર

(૧) કુંવાડિયાનાં બી શેકી, ચૂર્ણ બનાવી. ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો. આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડિયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.

(૨) તુલસીના મૂળનો એક ચમચી ભૂકો એક ગલાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે.(3) તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મિશ્ર કરી લગાડવા થી પણ દાદર મટે છે.

(૪) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસી ના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.(પ) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મિશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી પણ ઉગ્ર દાદર મટે છે.(૬) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.

(૭) છાસમાં કુંવાડિયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.(૮) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઊકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે.(૯) લસણનો રસ ત્રણ દિવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળ થી ઘી ચોપડવું)

(૧૦) લીંબુના રસમાં આમલીનો ઠળિયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.(૧૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.(૧૨) ડુંગળીનો રસ ચોપડવા થી દાદર કે ખુજલી મટે છે.

(૧૩) કુંવાડિયાના બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. કણઝીના તેલમાં અથવા મૂળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.

(૧૪) કાચા પપૈયાનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.(૧૫) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દૂધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here