કાપેલા ફ્રુટને લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટીપ્સ

0
2308

ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ પણ જો ક્યારેક એવું કરવું પણ પડે તો ફ્રુટની  તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. જો તમે ફ્રુટ કાપેલા તાજા રાખવા માંગતા હોય તો તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો.

સફરજન સુધારી એટલે થોડા સમય બાદ કાળા પડી જાય છે – જો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઇચ્છો છો તો તમારે કેટલીક સાધારણ બાબતોને અનુસરવી પડશે. જેમ કે, સફરજનનો ટૂકડો લઇ તેને પાર ઍપલ સાઇડર વિનેગર લગાવી દો અને તેને કન્ટેનરમાં મૂકી દો. જો ઍપલ સાઇડર વિનેગર નથી લગાવવું કે તે ઉપલબ્ધ નથી તો અન્ય કોઇ સરકાનો પ્રયોગ કરો. તે સફરજનને લાંબા સમય સુધી તાજા રાખશે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.

એવાકાડોનું સુધાર્યા બાદ તાજું રાખવા માટે  – એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફ્રિઝમાં કોઇ એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. આનાથી એવાકાડો લાંબા સમય સુધી બિલકુલ ફ્રેશ રહેશે.

જામફળ – જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં

લીંબુ વધારે સમય સુધી કાપેલ રાખીએ તો લીંબુ કડવું પડી જતું હોય છે અને સ્વાદ બદલી જાય છે લીંબુ – આમ કાપેલ લીંબુને  લીંબુને કાપ્યા બાદ વધારે સમય સુધી તાજું રાખવા માટે કાપેલ લીંબુને  એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે. અને લીંબુના રસનો સ્વાદ પણ નહિ બગડે.

પપૈયું કાપ્યા બાદ તાજું રાખવા માંગો છો ફક્ત આટલું કરો  – એક સાફ રેપિંગ શીટમાં કાપેલા પપૈયાના ટૂકડાને રાખો અને ત્યારબાદ ફ્રિઝમાં મૂકો. આનાથી પપૈયું લાંબા સમય સુધી તાજુ રહેશે.

તરબુચને કાપીને રાખી એટલે તે સુકાઈ જાય છે આમ કાપેલા તરબુચને તાજા રસદાર રાખવા માટે  – કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે. અઠવા તો તરબૂચની છાલ ન ઉતારો

અનાનસના કાપેલા ટુકડા ફ્રેસ રાખવા માટે  – જો તમે અનાનસના ટૂકડાંને કોઇ પ્લાસ્ટિકની પોલીથીનમાં બાંધી રાખશો તો આના કાપેલા ટૂકડાં ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here