દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે. તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ
શુક્રવારે સવારે બનાવવાનો નાસ્તો: સવારના નાસ્તામાં બનાવો ઇન્દોરી પૌંઆ. ઇન્દોરી પૌંઆ બનાવવા માટે જરૂરી સામગ્રી:
1 મોટું બાઉલ પલાળેલા પૌંઆ, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી , સ્વાદ મુજબ મીઠું , 2 નંગ લીલાં મરચાં વાટેલા , 1/2 ચમચી હળદર , મસાલા માટે:
1 ચમચી રાઈ , 1 ચમચી જીરૂ , 2 નંગ તમાલપત્ર ,7-8 મીઠા લીમડાના પાન ,3 નંગ આખી ઇલાયચી , 2 ચમચી આખા મરી , 2 ચમચી વરિયાળી , 2 ટુકડા તજ 6-7 લવિંગ ,2 નંગ લાલ સુકા મરચા ,1 ચમચી આખા ધાણા ,વઘાર માટે: 2 ચમચી તેલ , 1 ચમચી રાઈ , 1 ચમચી જીરૂ , 5-6 મીઠા લીમડાના પાન , 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ ,2 ચમચી વરિયાળી ,સ્વાદ મુજબ મીઠું ,1/2 ચમચી હિંગ ,1 ચમચી હળદર ,2 ચમચી લાલ મરચાનો પાઉડર , 2 ચમચી ખાંડ , 1/2 લીંબુ નો રસ ,ગાર્નિશ માટે કોથમીર ,તળેલા બી(મગફળી) જરૂર મુજબ ,રતલામી સેવ જરૂર મુજબ
શુક્રવારેસવારે નાસ્તો બનાવવાની રીત: સૌ પ્રથમ પૌંઆ ને કોરા કરી તેમાં મીઠું, હળદર અને ખાંડ નાખી હળવે થી હલાવી લેવું. મસાલા માટે ની સામગ્રી શેકી લઈ તેને ગ્રાઇન્ડ કરી લેવી. હવે એક લોયા માં તેલ લઇ તેમાં વઘાર ની સામગ્રી એક પછી એક ઉમેરી સતત હલાવી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ ઉમેરી સાંતળવું. ત્યાર બાદ બીજા મસાલા ઉમેરી પૌંઆ ઉમેરવા. ત્યારબાદ બધા મસાલા પૌંઆ સાથે મિક્સ થાય એ રીતે હલાવી લેવું. 5 મિનિટ બાદ તેમાં ખાંડ અને લીંબુ તથા કોથમીર ઉમેરી મિક્સ કરવું. ગરમાગરમ ઈન્દોરી પૌંઆ ને પ્લેટમાં લઈ ઉપર કોથમીર, સેવ, બી ઉમેરવા. છેલ્લે ઉપર બનાવેલ મસાલો છાંટવો. અને ચા કે કોફી સાથે ઇન્દોરી પૌંઆ સર્વ કરવા
શુક્રવારે બપોરે બનાવવાનું ભોજન: કારેલાનું નવીન શાક મગની દાળ ભરેલા કારેલા બનાવવા માટે જરૂરી સામગ્રી:
-
૧/૨ કપ મગની મોગર દાળ
-
૧/૪ કપ ચણાનો લોટ
-
૧/૨ ચમચી હળદર
-
૧ ચમચી લાલ મરચું
-
૧ ચમચી ધાણાજીરૂ
-
૧/૨ ચમચી જીરૂ
-
૫-૬ મીઠા લીમડાના પાન
-
લસણની ચટણી બનાવવા માટે
-
૫-૬ કળી લસણ
-
૧ ચમચી મીઠું
-
૧ ચમચી મરચું
-
૧/૨ ચમચી જીરૂ પાઉડર
-
૨ ચમચી ખાંડ
-
૧/૨ ચમચી હિંગ
-
૧/૨ ચમચી મેથીનો મસાલો
-
૪ ચમચી તેલ
-
૧ ચમચી અજમો
-
થોડા સમારેલા લીલા ધાણા
મગની દાળ ભરેલા કરેલા બનાવવા માટેની રીત: તમે બધાએ કારેલામાં બટાટાનો મસાલા ભરેલા જરૂર ખાધા હશે પરંતુ મગની દાળ ભરેલા કારેલા નહિ ખાધા હોય તો આજે જ ટ્રાય કરો આ મગની દાળ ભરેલા કરેલા. સૌ પ્રથમ કારેલા ને સારી રીતે ધોઈ લો. છાલ ઉતારી બે કટકા કરીને એમાં વચ્ચે કાપ મૂકીને બી કાઢી લો.હવે મીઠું અને હળદર દઇને ૧૦ મિનિટ રેવા દો.મગની દાળને પંદર-વીસ મિનિટ પલાળીને પાણી કાઢી નાખો. હવે લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી મિક્સ કરી ચટણી બનાવી લો અને ચણાનો લોટ બ્રાઉન રંગનો શેકી લો. હવે કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરુ, લીમડાના પાન, અજમો,હિંગ,હળદર,મીઠું નાખીને વઘાર કરો એમાં લસણની ચટણી નાખીને છૂટી દાળ નાખી બે મિનિટ બાફી શેકેલ ચણાનો લોટ નાખી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. તૈયાર કરેલ મસાલામાં સમારેલા ધાણા નાખી મિક્સ કરો હવે કારેલા માંથી બધું પાણી કાઢી તૈયાર કરેલો મસાલો કારેલામાં ભરી લો હવે ઢોકળિયામાં પાણી મૂકી વરાળથી કારેલા ને૧૫-૨૦ મિનિટ બાફી લો. હવે કડાઈમાં બે ચમચી તેલ મૂકી જીરું અને હિંગ થી વઘાર કરી ચડી ગયેલા કારેલા નાખી બરાબર મિક્સ કરી દસેક મિનિટ ચડવા દો. તો હવે તૈયાર છે મગની દાળ ભરેલું કારેલાનું સુપર સ્વાદિષ્ટ શાક.
શુક્રવારે સાંજે બનાવવાનું ભોજન: જીરા રાઈસ દાળ ફ્રાય ખુબ ફેમસ છે જમ્યા રેસ્ટોરન્ટમાં જમવા જાય એટલે જીરા રાઈસ દાળ ફ્રાય તો ખાવા જ પડે આવા જ જીરા રાઈસ દાળ ફ્રાય ઘરે બનાવવા માટે રેસીપી નોંધી લો જીરા રાઈસ દાળ ફ્રાય બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 1/2 કપ તુવેર દાળ
- 1 કપ બાસમતી ચોખા
- 1 ચમચી લાલ મરચું
- 1 ચમચી ધાણા જીરું
- 2-3 ચમચી તેલ
- 5-6 ચમચી ઘી
- 1 ટામેટું 2 કાંદા
- 6-7 લસણ ની કળી
- 2 લીલા મરચા
- 5-6 લીમડો
- 2 ચમચી ધાણા સમારેલા
- 1/2 ચમચી લીંબુ નો રસ
- 3 ચમચી જીરું
- 1/4 ચમચી હિંગ
- 1/4 ચમચી હળદર
- મીઠું સ્વાદ પ્રમાણે
જીરા રાઈસ દાળ ફ્રાય બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દાળ ને સારા પાણીથી ધોઈ સેજ મીઠું નાખી પાણી ઉમેરીને બાફી લો ભાત છુટા રાંધવા માટે તેમાં ૧-૨ ટીપા લીંબુના નાખો . ત્યાં સુધીમાં દાળના વઘાર માટે કાંદા ટામેટા લીલું મરચું કાપી લો. લસણ વાટી લો. હવે કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે જીરું 1 ચમચી, કાંદો, હિંગ, લીલું મરચું અને લીમડો ઉમેરો. કાંદો સંતળાઈ જય એટકે ટામેટા અને વાટેલું લસણ ઉમેરો. ટામેટા ગરી જાય ત્યાં સુધી સાંતળી લો. હળદર લાલ મરચું ધાણા જીરું નાખી મિક્સ કરી લો. બાફેલી દાળ મીઠું અને ધાણા સમારેલા નાખી જરૂર મુજબ પાણી નાખી ઉકળવા મૂકી દો. હવે ભાત બફાઈ જય અને દાણો છૂટો પડે એટલે ગેસ બંધ કરી દો. હવે એક વઘારીયા મા ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે 2 ચમચી જીરું નાખો. જીરું તતડે એટલે ચમચી વડે અડધું ઘી જીરું નું મિશ્રણ ભાત પર રેડી દો. બાકી ના ઘી જીરા મા ચપટી લાલ મરચું નાખી દાળ ફ્રાય પર રેડી દો. ગરમા ગરમ દાળ ફ્રાય ને જીરા રાઈસ સલાડ છાસ જોડે પીરસો. ખુબ જલસા પડી જશે ઘરે બનાવેલ જીરા રાઈસ દાળ ફ્રાય ખાવાની જો તમને રેસીપી સારી લાગે તો જરૂર કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજ
- ભારતના ખૂણા ખૂણામાં વખણાતી દરેક દાળની રેસીપી વાંચો
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ