દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી

રજવાડી દાલ બાટી બનાવવાની રીત | RAJVADI DAL BATI BANAVVANI RIT

દરેક ગુજરાતીઓની પ્રખ્યાત દાલ બાટી બનાવવા માટે જરૂરી સામગ્રી : ૨ કપ ઘઉં નો લોટ,, ૧/૪ tsp બેકિંગ , ચપટી અજમો, ઉડર, ૧/૪ કપ ઘી, ૧/૪ tsp મીઠું, ૧ નાની ચમચી અધકચરા સૂકા ધાણા, હુંફાળુ પાણી લોટ બાંધવા, દાળ માટે:, ૧/૪ કપ ચણા ની દાળ, ૧/૨ કપ છોડા વાળી મુંગ દાળ, પાણી ૩ કપ બધી દાળ ૩૦ મિનીટ પલાળી દો

રજવાડી દાલ બાટી બનાવવાની રીત: લોટમાં બધી સામગ્રી એડ કરી કડક લોટ બાંધો અને ૧૫ મીનીટ માટે ઢાંકીને રેસ્ટ આપો. લોટ ને બરાબર મસળી લેવો અને લોટના લુવા બનાવી લેવા આ લુવાને બાટી નો શેપ આપી ને શેકી લો. બધી દાળ ને ભેગી કરીને સરખી રીતે પાણી થી ધોઈ લો અને 1/2 કલાક પલાળો પછી કૂકર માં નાખી હળદર અને મીઠું નાખી બાફી લો. હવે એક પેન માં ઘી ગરમ કરો અને જીરું, હિંગ, બધા ખડા મસાલા નો વઘાર કરો જીરું તતડે એટલે ચોપ કરેલો ડુંગળી નો મસાલો નાખો અને સેકો, ડુંગળી નો બ્રાઉન કલર થઇ જાય એટલે ઝીણા સમારેલા ટામેટા અને બધા સૂકા મસાલા નાખી શેકી લેવા . તેલ છૂટું પડી જાય એટલે બાફેલી દાળ નાખી દેવી અને દાળમાં ૩ થી ૪ ઉભરા આવવ દો. છેલ્લે થોડો ગરમ મસાલો નાખી અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરો. તો તૈયાર છે દાળ બાટી ને સર્વ કરો. આ રજવાળી સ્ટાઈલ દાળબાટી ખાવાની ખુબ મજા આવી જશે

બ્રેડ રગડો બનાવવાની રીત | bread ragado bnavvani rit

સામગ્રી | ingreadiants: 3 નંગ બાફેલા બટેકા, 2 બાઉલ બાફેલા સફેદ વટાણા, 3 ચમચી તેલ, ચપટી જીરું, ચપટી હિંગ, 2 નંગ લાલ સૂકા મરચા, 5-6 લીમડાના પાન, 1/4 ચમચી હળદર, 1 ચમચી મરચુ પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, મીઠું ટેસ્ટ મુજબ, 4 નંગ બ્રેડ, જરૂર મુજબ સામગ્રી, 1 ચમચી લીંબુ નો રસ, લસણ ની ચટણી, લીલી ચટણી, સેવ, મસાલા શીંગ, કોથમીર, ડુંગળી, ખજૂર આંબલી ની ચટણી

બ્રેડ રગડો બનાવવાની રીત: રગડો બનવવા માટે એક કડાઈમાં તેલ મૂકી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ લાલ સૂકું મરચુ ને લીમડો ઉમેરો પછી તેમાં બાફેલા વટાણા બટેકા ઉમેરો. પછી તેમાં મીઠું ને મસાલા ઉમેરી ને ખાંડ ને લીંબુ નો રસ ઉમેરો તેને ઉકાળો. રગડો ત્યાર કરવો હોય એ પ્લેટ માં રગડો ઉમેરવો તેમાં કોથમીર છાંટવી ડુંગળી ને મસાલા શીંગ ઉમેરવી બધી ચટણી ઉમેરવી પછી તેની પર સેવ ને મસાલા શીંગ ઉમેરવી

આખી ડુંગળીનું ભરેલું શાક બનાવવાની રીત | dunagalinu bharelu shak

સામગ્રી | ingreadiants: ૧૦ નંગ નાની ડુંગળી, 2 ચમચી મોટી ધાણાજીરું પાઉડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું પાઉડર, 4 થી 5 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, 8-9 લસણની કળી, કોથમીરથી ગાર્નિશિંગ માટે

આખી ડુંગળીનું ભરેલું શાક ઘરે બનાવવાની રીત: ભરેલું શાક બનાવવા માટે એક બાઉલમાં બધો મસાલો મિક્ઉસ કરો ત્પયારેબાદ મીડીયમ સાઈઝના કાંદાની છાલ કાઢી કાંદા માં કાપા પાડીને તૈયાર કરો અને ત્ડુંયારબાદ બધો મસાલો ડુંગળીમાં ભરી દેવો વઘાર માટે રેડી કરો. હવે શાકના વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ જુરું અને હિંગ નો વઘાર કરી તમે બારીક સમારેલ ટમેટું અને લસણનો વઘાર કરો ત્યારબાદ ટમેટું ચડી જાય એટલે તેમાં મસાલો ભરેલું ડુંગળી ઉમેરો અને દુશની મદદથી ઢાંકી દો

બ્રેડ પકોડા બનાવવાની રીત | bred pakoda bnavvani rit

સામગ્રી | ingreadiants: 1 નંગ સમારેલું ગાજર, 2 નંગ બાફેલા બટાકા, 1 નંગ સમારેલું કેપ્સીકમ, 1 નંગ ડુંગળી, 4-5 ચમચી બાફેલા મકાઈના દાણા, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, 2 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન જીરું પાઉડર, 1 ટેબલ સ્પૂન આમચૂર પાઉડર, 1 ટેબલ સ્પૂન ખાંડ, મીઠું જરૂર મુજબ

બ્રેડ પકોડા બનાવવાની રીત : પકોડા નું સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકા, કેપ્સીકમ,મકાઈના દાણા, ગાજર, ડુંગળી અને કોથમીર ઉમેરી ગરમ મસાલો,ચાટ મસાલો, આમચૂર પાઉડર,જીરું પાઉડર,ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લેવું. ખીરું તૈયાર કરવા માટે ચણાનો લોટ, ચોખાનો લોટ, ચીલી ફ્લેક્સ, હળદર,મીઠું,હિંગ અને કોથમીર નાખી મીડીયમ ખીરું તૈયાર કરો. હવે બ્રેડ પર ગ્રીન ચટણી અને લસણની ચટણી લગાવી બટાકા નું સ્ટફિંગ મૂકી લેવું બીજો બ્રેડ ઉપર મૂકી દો. હવે બ્રેડને ખીરામાં બોળીને તળી લેવું. તૈયાર છે બ્રેડ પકોડા. ગરમાગરમ સર્વ કરો.

Leave a Comment