દરેક સિટીમાં પોતાની કૈક આગવી ઓળખ હોય છે અને એક ફૂડ ખુબ પ્રખ્યાત હોય છે જેમ કે રાજકોટના ગાઠીયા અને લીલી ચટણી, સુરતની સેવ ખમણી અને લોચો, જામનગરની કચોરી, અમદાવાદના બફાવડા આમ તમે પણ નીચે કમેન્ટ કરજો તમારા શહેરનું પ્રખ્યાત ફૂડ શું છે
સુરતની પ્રખ્યાત સેવ ખમણી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ ચણાનો લોટ, ૨ મોટી ચમચી રવો, ૧ ચમચી આદું મરચાં ની પેસ્ટ , સ્વાદ અનુસાર લસણ પણ નાખી શકાય), ૨ ચમચી તેલ, ૧ મોટી ચમચી દળેલી ખાંડ, ચપટી લીંબુ ના ફૂલ, ૧ લીંબુનો રસ, ૧૫૦ મીલી પાણી, વઘાર માટે તેલ, રાઇ, તલ, લીમડાના પાન, ગાર્નિશીંગ માટે સેવ, દાડમ, કોથમીર ફુદીનાની લીલી ચટણી
સુરતની પ્રખ્યાત સેવ ખમણી બનાવવાની રીત: સૌપ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ અને રવો બંને ચાળી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી આદું મરચાની પેસ્ટ, મીઠું, ખાંડ, તેલ, લીંબુના ફૂલ અને લીંબુ નો રસ ઉમેરી ૪-૫ મિનિટ સુધી બેટરને એક જ દિશા માં હલાવી, ૫ મિનિટ રેસ્ટ કરવા દેવું જેથી રવો તેમાં બરાબર મિક્સ થઈ જાય. જ્યાં સુધી બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં ગેસ પર એક કડાઈમાં પાણી મૂકી ગરમ થવા દેવું. હવે તૈયાર કરેલા બેટર માં ૧ ચમચી ઇનો અથવા ખાવાનો સોડા ઉમેરી ઉપર એક ચમચી પાણી નાખી ૧ મિનિટ હલાવવું. હવે એક પાત્ર (કેક નું મોલ્ડ) લઈ તેને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલું બેટર તેમાં નાખી દો. હવે તે પાત્ર ને ગેસ પર રહેલી કડાઈ માં નીચે સ્ટેન્ડ મૂકી ૧૦ થી ૧૫ મિનિટ મેડીયમ ફ્લેમ પર રાખો. ૧૦ મિનિટ પછી ચપુ કે ટુથપિક થી ચેક્ કરી લેવું. હવે ઢોકલુ થઈ જાય એટલે તેને ઠરવા દેવું. ત્યારબાદ ખમણી ની મદદથી ભૂકો કરી દેવો. હવે વઘાર માટે એક કડાઈ માં ૩ ચમચી તેલ મૂકી રાઈ, તેલ, લીમડાના પાન નાખવા. ૩-૪ ચમચી પાણી નાખી તેમાં ૩ ચમચી ખાંડ નાખી હલાવવું. હવે તેમાં તૈયાર કરેલો ઢોકળાનો ભુક્કો નાખી હળવા હાથે હલાવી લેવું. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર દાડમ, ઝીણી સેવ, અને કોથમરથી ફુદીનાની લીલી ચટણી નાખવી. તો તૈયાર છે આપણી ગરમગરમ સહુ ને ભાવે એવી સેવખમણી.
સુરતનો ફેમસ લોચો(સુરતી લોચો)બનાવવા માટે જરૂરી સામગ્રી: 4 વાટકી ચણા ની દાળ, 2 વાટકી ચોખા ના પૌવા, 1 વાટકી દહીં, પાણી જરૂર મુજબ,મરચા ની પેસ્ટ જરુર મુજબ ,કોથમીર, લોચા નો મસાલો, મીઠું, સેવ, લોચા ની ગ્રીન ચટણી, કોથમીર, મરચાં, આદુ, જીરું, ખાંડ જરૂર મુજબ, લીંબુ નો રસ જરૂર મુજબ, શીંગ દાણા થોડા,
સુરતી લોચો બનાવવાની રીત: સૌથી પહેલા ચણા દાળ 4-5 કલાક પાલાલી દો. ત્યારબાદ ચોખા ના પૌવા પલાળી દો 2 મિનીટ …ત્યાર બાદ તેમાં થી પાણી કાઢી મીકચર જાર માં નાખો તેમાં મરચાં ની પેસ્ટ,મીઠું,ચોખા ના પૌંવા,દહીં મિક્સ કરો અને ગ્રાઇન કરો જરૂર જણાય તો પાણી નાખો બેટર પાતળું રાખો….ત્યાર બાદ તેને ઢોકળા ની જેમ મૂકી દો ડિશ માં ચેક કરી ઉતારી લો….ત્યાર બાદ ડિશ માં કાઢી લો પછી ઉપર લોચા નો મસાલો નાખો અને ચટણી સાથે પીરસો
જામનગરની કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી: 500 ગ્રામ મેંદાનો લોટ, 250 ગ્રામ ડબ્બાનો ગોળ, 250 ગ્રામ ગાંઠીયા, 1 નંગ લીંબુ, 2 ચમચી તલ, 4 ચમચી આખા ધાણા, 4-5 નંગ તજ, 7 નંગ લવિંગ ૪થી, 8-10 નંગ તીખા, 2 નંગ બાદિયાન, 1 ચમચી વરિયાળી, જરૂર મુજબ ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, જરૂર મુજબ તેલ
જામનગરની પ્રખ્યાત કચોરી ઘરે બનાવવાની રીત: સૌપ્રથમ આખા ધાણા તજ, લવિંગ તથા બાદિયાન,વળીયારી પીસવુ. એક વાસણની અંદર ડબ્બા નો ગોળ તલ અને પીસીને તૈયાર કરેલ મસાલો મિક્સ કરવું. આ બધા મસાલા માં ગાંઠીયા નો ભૂકો, ગરમ મસાલો લાલ મરચાનો ભૂકો લીંબુ મીઠું જરૂર મુજબ નાખી મિક્સ કરો, જરૂર મુજબ થોડું તેલ ઉમેરી નાના નાના ગોળા વાળો. મેંદાનો લોટ બાંધી નાની નાની પૂરી બનાવો તેની અંદર તૈયાર કરેલા ગોળા મૂકીને વાળો. ધીમા ગેસ પર કચોરી બદામી થાય ત્યાં સુધી તળવી. તૈયાર થયેલ કચોરીને મીઠી ચટણી સાથે સર્વ કરી શકાય છે જે જમવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.