એલચી ખાવાથી થતા ફાયદા પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્થાને બિરાજમાન છે . અને તે કારણે એલચીનો ઉપયોગ મરી – મસાલામાં વધારે થાય છે . તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્વરૂપમાં થાય છે . મુખવાસમાં , પાન મસાલા , શરબત અને મીઠાઇઓમાં તેનો ઉપયોગ વિવિધ સ્વરૂપમાં થાય છે.
એલચી બે પ્રકારની મળે છે , નાની અને મોટી . નાની એલચીનો સ્વાદ તીખો , પ્રકૃતિ ઠંડી , પચવામાં હળવી , વાયુ અને કફ નાશક , અને દમ – શ્વાસરોગ , ઉધરસ , મસા અને મૂત્ર સંબંધી તકલીફોને દૂર કરનાર છે . મોટી એલચીનો સ્વાદ તીખો , ગરમ પ્રકૃતિ વાળો અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર હોય છે આ એલચી પચવામાં હળવી હોય છે તેમજ કફ , પિત્ત , લોહીના વિકારો તેમજ ખંજવાળ મટાડવામાં મદદ કરે છે ઊબકા – ઊલટી દુર કરવામાં મદદ કરે છે મૂત્રાશયના રોગ , મુખના રોગ , શિરના રોગ અને ઉધરસને મટાડવમાં મદદ કરે છે. એલચીના દાણાનું ચૂર્ણ અથવા એલચીના તેલના ચાર – પાંચ ટીપાં દાડમનાં શરબતમાં લેવાથી ઉબકા – ઊલટીમાં રાહત થાય છે.
જેમને મુખમાંથી દૂર્ગધ આવતી હોય તેમણે એલચીના દાણા મુખમાં રાખવાથી ફાયદો જણાય છે . એલચી અને પીપરીમૂળને સરખા ભાગે લઈ ચૂર્ણ કરી ઘી સાથે લેવાથી હૃદયની તકલીફમાં રાહત મળે છે . નોંધ : જો તમને અમારી હેલ્થ પસંદ આવી હોય તો આ પોસ્ટને Like અને share કરો .
એલચી એક એવી ઔષધ છે કે જે લોકો ભૂખ ન લગતી હોય તેવા લોકો જો એલચીનું સેવન કરે તો ભૂખ લાગે છે તેમજ ઘણા લોકોને મુસાફરી વખતે ઉબકા અને ઉલટી થતા હોય છે તેને મુસાફરી દરમિયાન મોમાં એલચી રાખવામાં આવે તો મુસાફરી કરતી વખતે ઉલટી થી રાહત મળે છે તેમજ પુરુષો જો રાત્રે સુતી વખતે ઓછામાં ઓછી બે એલચી ખાય તો પુરુષોમાં નપુસંકતા દુર થાય છે એલચી જાતીય સ્વાસ્થ્યને સુધારવામાં મદદગાર છે જે સવારે વસી મોઢે એલચી ખાવામાં આવે તો શરીરમાં જામેલી વધારાની ચરબી દુર કરે છે અને આથી એલચી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
પાચન સબંધિત તકલીફ હોય તો પણ એલચી પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે તેમજ કેટલાય એવા લોકો હોય છે કે મોમાંથી ખુબ દુર્ગંધ આવતી હોય છે જો મોમાં એલચી રાખવામાં આવે તો મોમાંથી દુર્ગંધ આવતી દુર થાય છે આમ જમ્યાબળ એલચી ખાવી ફાયદાકારક છે આમ એલચી ખાવાના ક=ઘણા બધા સ્વાસ્થ્યકારક ફાયદા છે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે