Friday, November 22, 2024
Google search engine
Homeહેલ્થ ટીપ્સકાનના રોગ થવાના કારણો અને ઉપચાર એકવાર અચુક વાચજો અને શેર કરજો

કાનના રોગ થવાના કારણો અને ઉપચાર એકવાર અચુક વાચજો અને શેર કરજો

કાનના રોગના ઉપચાર

વાત, પિત્ત, કફ તથા વાતપિત્ત, વાતકફ અને પિત્તકફના કોપાવાથી કાનના રોગો થાય છે. (क) વાયુના કર્ણરોગના કારણોમાં ચણા, ચોળા, વટાણા, વાલ, ગવાર, વાસી ખોરાક, કુલફી, આઇસ્ક્રીમ, ઠંડાપીણાં, કોદરી, લૂખા ખાખરા, લૂખા મમરા, કારણ વિના લંધન, જાગરા, વધુ પડતું ચાલવું, પદયાત્રા, પંખાનો પવન, ઠંડો પવન, માથાબોળ, ઠંડુ સ્નાન, વ્યાયામ, વાગવું, વધુ પરિશ્રમ, ઠંડી ઋતુમાં ઠંડા પાણીમાં તરવું, અતિશય બોલવું, ચિંતા, ભય, દુ:ખ વગેરે છે.

(ख) પિત્ત….તીખો, ખાટો, ખારો, ઉષ્ણ, તીક્ષ્ણ અને ગરમાગરમ ખોરાક પિત્તકારક છે. તમાકુ તથા બીડીનું સેવન, અતિ પરિશ્રમ, દિવસની નિદ્રા, અતિ મૈથુન, કારણ વિનાના ઉપવાસ, સૂર્યનો અને અગ્નિનો તાપ, અડદ, વધુ પડતાં ખાટાં-તીખાં અથાણાં, વધુ પડતું આદુ કે સૂંઠ, વધુ પડતી ખાટી-તીખી કઢી, કોકમ, ખાટી કેરી, ખાટાં ખમણ, ખાટાં પીણાં, ખાટું દહીં, ખઆટી છાસ, ખાટાં જામફળ, વધુ પડતાં ટામેટાં, તળેલા આહારનું વધુ સેવન, ભીંડા, તીખાં મરચાં, મરી વધુ પડતું મીઠું(નમક). બાજરી, ઘરડા તીખા મૂળા, મોગરી, બીવાળાં રીંગણ, રાઇ, વધુ પડતું લસણ, વધુ પડતું લીંબુ, વાસી ખોરાક, સુકવણી કરેલો આહાર, સરગવો વગેરે કાનના પિત્તથી થતા રોગો કરે છે. જો કે કાનના રોગોમાં પિત્તજ કારણો ઘણાં ઓછાં હોવાથી પિત્તજ કર્ણરોગનું પ્રમાણ નહીંવત જોવા મળે છે.

(ग) કફ….અડદ, આઇસ્ક્રીમ, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળી દ્રાક્ષ, કુલફી, કેળાં, ખાટાં પીણા, ખાંડ, ગોળ ઘી, ચીકુ, ખાટી છાસ, જમરુખ, ટામેટાં, ઠંડા પીણાં, ડુંગળી, તરબૂચ, તલ, દહીં, દિવસની ઊંધ, દૂધ, બિસ્કિટ, ભીંડા, નારંગી, પાંઉ, ફ્રીજનું પાણી, ફૂટ જ્યુસ, ક્રૂટ સલાડ, બરફ, માખણ, માંસ, મીઠાઇ, વધુ પડતું મીઠું (નમક), વેજિટેબલ ઘી, શીખંડ, શિંગોડાં, શેરડીનો રસ, તરવું, ઠંડા પાણીથી સ્નાન વગેરે કફજન્ય કર્ણરોગનાં કારણો છે

. (1) હળદર અને ફૂલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્ત્રાવ જલદી મટે છે. (2) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરુ નીકળતું હોય તો બંધ થાય છે.

(3) ફૂલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરું નીકળતું બંદ થાય છે. (4) સરસિયું અથવા તલના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાકવાથી ફાયદો થાય છે.કાનમાં અવાજ થાય ત્યારે વિકૃત થયેલો કે અવળી ગતિવાળો વાયુ શબ્દનું વહન કરનારી શિરામાં રોકાઇ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંત:કર્ણમાં આવેલ કોકલિયા નામના અંગની વિકૃત્તિ થાય છે.

આ રોગમાં આ મુજબ શક્ય ઉપચાર કરવા. (1) બકરીના મૂત્રમાં સંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાં. (2) કપાસનાં જીંડવાનો રસ કાનમાં નાખવો. (3) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો. (4) બકરીના મૂત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો. (5) સરસવ તેલનથી કાન ભરી દેવો. કાનમાં જંતુ જાય ત્યારે મધ, દિવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.

કાનમાં પરું કાનમાંથી પરુ નીકળતું હોય તો કાન સાફ કરી નીચે દર્શાવેલ સક્ય ઉપાય કરવા. (1) મધમાં સિંદુર મેળવી બબ્બે ટીપાં સવારે-રાત્રે કાનમાં નાખવા. (2) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયું અને થોડી હળદર નાખી ચારગણા પાણીમાં ધીમાં તાપે ઉકાળી તેલ સિદ્ધ રવું. આ તેલનાં બેત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં. (3) કાનમાંથી પરું વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે. કાનમાં કીડા પડવા કર્ણસ્ત્રાવ, કર્ણપાક, વિદ્રધિ જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી વાતાદિ દોષોથી કાનમાં સડો પેદા થાય છે. અને તેમાં કીડા પેદા થાય છે.

એમાં આ મુજબના શક્ય ઉપાયો કરવા. (1) સ્વમૂત્ર કાનમાં નાખવું. (2) લીમડાના રસમાં કકડાવેલું સરસિયું કાનમાં નાખવું. (3) ગોમૂત્ર સાથે હરતાલનું ચૂર્ણ પીસીને કાનમાં નાખવું. કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહિ. (1) સ્વમૂત્રના ટીપાં કાનમાં નાખવાં. (2) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં.

કાનમાં કીડો કે જંતુ પ્રવેશી ગયું હોય તો આમાંથી શ્કય ઉપાય કરવા. (1) ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતું બહાર નીકળી આવે છે. (2) ઘોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો. .

કાનના રોગોમાં પથ્ય (1) નીચેનો ખોરાક લઇ શકાય. અજમો, અથાણાં (તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી (તીખી), કાજુ, કોથમીર, કોબી, ફુલાવર, ખજૂર (થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ (પાતળી અને મોળી), જીરું, પરવળ પાન, પાપડ (અડદ સિવાયના) પાલખ, પટાટા (થોડા), સીંગતેલ (થોડું), હળદર, હિંગ વગેરે (2) નીચેનો આહાર ન લેવો. અડદ, આઇસ્ક્રીમ, આમલી, અંજીર, ઇંડાં, કાકડી, કુલ્ફી, કેરી, કેળાં, ખાંડ, ગવર, ધી (ભેંસનું) ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળા, ટેટી, ઠંડાપીણા, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments