શ્વાસની સારવારમાં વપરાતી દૂધેલી, આ ઔષધના છોડ ચોમાસામાં સર્વત્ર ઊગી નીકળે છે. અને બારેમાસ આ વનસ્પતિ મળી શકે છે. આ નાગલા દૂધેલી દમ-શ્વાસમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક દર્દીઓને તો ચમત્કાર જેવો ફાયદો કરે છે. તેનાં પાંચથી સાત પાનનો રસ કાઢી, એટલા જ મધ સાથે મેળવી સવાર-સાંજ લેવાથી શ્વાસનળીઓ ખૂલે છે અને કફ છૂટો પડે છે અને દમમાં રાહત થાય છે. બીજુ આ વનસ્પતિનો રસ લગાડવાથી દાદર મટી જાય છે. આ છોડ એક ફૂટ જેટલો ઊંચો થાય છે. પાન લાંબા લંબગોળ ટેરવી અણીવાળા, સપાટી પર લીલા નીચેથી લાલ હોય છે.
જે જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે . પ્રકાંડ ઉપર બારીક રોમ હોય છે . પાન સાદાં અને સામસામે ગોઠવાયેલ તેમજ લંબગોળ હોય છે . પુષ્પો લીલાશ પડતા પીળા કે લાલ રંગનાં , કક્ષીય સામેથીપમ પુષ્પવિન્યાસમાં . કળ રેશ્મા . ત્રણ બીજ ધરાવતું . બીજ વડે કુદરતી રીતે ચોમાસામાં ઊગી નીકળે છે . 1 પંચાંગ પંચાંગમાં ક્ષીર , ટેનિન , શર્કરા , સેલિ સેલિક એસિડ , કવાંકેવોકખનીજતત્ત્વો વગેરે હોય છે . પંચાંગ તૂરુંને કડવું , રેચક , કૃમિનાશક , કફહર , પેટશૂળહર , દુગ્ધવર્ધક , રેચક , વગેરે ગુણધર્મો ધરાવે છે .
પંચાંગનો ઉકાળો નાની માત્રામાં શ્વાસ , કફ – ઉધરસ , આફરો , કૃમિ , ઊંટાટિયું , સસણી , વરાધ , કબજિયાત , હરસ વગેરેમાં પ્રયોજાય છે . તાજા પંચાંગની લુગદી દૂઝતા હરસ મસા , કંટકનો મૂઢમાર વગેરે ઉપર લગાડાય છે . દૂધેલીની ઘણી જાતિઓ છે ; જેવી કે ઊભી દૂધેલી , બેટી દૂધેલી , ઝેરી દૂધેલી , નાગલા દૂધે e વગેરે . તાજી દૂધેલીને છુંદીને કોઈ તેલમાં કાલવીને બનાવેલ મલમ ખરજવું , ગડગુમ શીળસ , સંધિવા , દાદર , સોરીયાસીસ વગેરે ઉપર માલિશ કરવા માટે વૈદ્યરાજ પ્રયોજે છે