ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત : ડ્રાય કોબીનું મન્ચુરીયન જો તમને લારીનું કે રેસ્ટોરન્ટ નું મંચુરિયન ખાવાનું મન થતું હોય તો તમે ઘરે જ એકદમ એના જેવું ટેસ્ટી ડ્રાય કોબીનું મન્ચુરીયન બનાવી શકો છો જો બહાર તમે મનચુરીયન ખાતા હોય તેમાં માત્ર કોબીજ વાપરવામાં આવે છે આપણે ઘરે બનાવતા હોય ત્યારે મિક્સ વેજીટેબલ નાખતા હોઈએ છે તો થોડો ટેસ્ટ ફરક થઈ જાય છે તો આજે આપણે એકદમ લારી જેવું કોબીનું મન્ચુરીયન બનાવીશું
ડ્રાય મન્ચુરિયન બનાવવા જરૂરી સામગ્રી | ingreadieant
- મીડિયમ કોબી
- એક મોટી ડુંગળી
- દોઢ ટીસ્પૂન મીઠું
- એક ટી સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
- એક ટીસ્પૂન જેટલો ચીલી સોસ
- ટમાટો સોસ
- ત્રણ ટેબલસ્પૂન કોર્નફ્લોર
- ૧૦૦ ગ્રામ જેટલો મેં મેંદો
- તળવા માટે તેલ
તેના માટે મેં અહીંયા મીડિયમ કોબી લીધી છે તમારે જરૂરિયાત પ્રમાણે તમે એક થી બે કે નાની મોટી કોબી લઈ શકો છો આપણે કોબીને એનો જે હાર્ટ ઉપરનો ભાગ હોય એ મેં કાપી લીધો છે અને વધારે પાન આપણે જે ન સારા હોય એ કાઢી લઈ અને આ રીતે કોબીના મીડીયમ એવા ટુકડા કરી લઈશું. અહીંયા જો તમારે કોબી ને ખમણી અને વાપરવી હોય તો એ રીતે પણ તમે એને ડાયરેક્ટ ખમણી લેવાની મોટી ખમણથી થોડું ખમણવાનું એટલે કોબીમાં નું પાણી છે એ બહુ વધારે ન થાય અને આપણે મેંદો કે લોટ વાપરવાની વધારે જરૂર ન પડે તો આપણે ટ્રાય કરશું કે લોટ ઓછો અને કોબી વધારે એવું મંચુરિયન બનાવવાનું છે
તો આ રીતે મેના મીડીયમ ટુકડા કરી લીધા છે અને મારી પાસે આવું ચોપેન્ચર મશીન છે એમ આપણે કોબી નાખીશું જેટલી આવે એટલી અને એકદમ ઝીણું કરી લઈશું. ફૂડ પ્રોસેસરમાં પણ તમે આ રીતે કોબીને એકદમ ઝીણી કાપી શકો છો તો આ રીતે કોબી આપણે એક બાઉલમાં બધી ઝીણી કાપીને રેડી કરી લઈશું તો કોબી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં દોઢ ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. તો મીઠું ઉમેરતા પહેલા મેં એક નાની વાટકી જેટલું કોબી આ રીતે વાટકીમાં લઈ લીધી છે આપણે એ વઘાર માટે વાપરીશું તો આ રીતે દોઢ ટીસ્પૂન મીઠું ઉમેરી કોબીને સારી રીતે મિક્સ કરીશું એટલે થોડી જ વારમાં કોબીમાંથી પાણી નીકળશે
એમાંથી જ આપણે આ મંચુરિયન નો લોટ બાંધવાનો છે તો થોડીવાર પછી આપણે એક મોટી ડુંગળી અને આ રીતે ઝીણી કાપી અને ઉમેરી દઈશું સાથે સાથે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના પાન એક ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ કે પછી તમારે તીખું જેવી રીતે બનાવવું હોય એ રીતે એક ટેબલસ્પૂન થી થોડું ઉપર લસણ તો થોડું મેં દર્દરૂ મોટું પીસી અને નાખ્યું છે બે ટીસ્પૂન થી થોડો ઉપર સરસ ઉમેરીશું એક ટીસ્પૂન જેટલો ચીલી સોસ જો તમારી પાસે ચીલી સોસ ન હોય તો નહીં નાખવાનો થોડી આદુ મરચાની પેસ્ટ વધારે ઉમેરી દેવાની અને એક થી બે ટીસ્પૂન જેટલો મેં ટમાટો સોસ ઉમેર્યો છે એક ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું.
ત્રણ ટેબલસ્પૂન કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ અને એક કપ મેંદો તો લગભગ ૧૦૦ ગ્રામ જેટલો મેં મેંદો ઉમેર્યો છે મિક્સ કરી દઈશું સારી રીતે અને જો જરૂર લાગે તો આપણે 1/4 cup જેટલો વધારે મેંદો ઉમેરીશું. જો તમે ખમણશો તો થોડા મેંદાની તમને વધારે જરૂર પડશે તો આ રીતે તો ઢીલો લોટ બાંધ્યો હોય એવું મંચુરિયન નું મિશ્રણ આપણું થવું જોઈએ મંચુરિયન બોલ્સનું તો આ રીતે મેં થોડો વધારે મેંદો વાપર્યો એક ચોથાઈ કપ જેટલો અને મિક્સ કરી દીધું. તો આવો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાંથી આવી રીતે તમે નાના કે મોટા મંચુરિયન બોલ્સ તમારે જેવા બનાવવા હોય એ રીતે બનાવી લઈશું તેલ મેં ગરમ મૂકી દીધું છે
સાથે સાથે હું બોલ્સ બનાવતી જઈશ અને આપણે એને તળતા પણ જઈશું તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની આંચ મીડીયમ કરવાની જેટલા મનચુરીયન બોલ્સ તેલમાં એકવાર આવે એટલા નાખવાના અને મીડીયમ ગેસ પર આપણે એને ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી થવા દઈશું નહીં તો મંચુરિયન છે એ તમારે મીડીયમ ગેસ પર તળવા જરૂરી નહીંતર વચ્ચેથી કાચા રહી જશે તો આ રીતે હું તો બેય સાઈડ થી ફેરવી ફેરવી લગભગ ત્રણથી ચાર મિનિટમાં મન્ચુરીયન બોલ તળાઈ અને રેડી થઈ જશે તો રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે આવો કલર અને ક્રિસ્પી જેવા મંચુરિયન બોલ્સ થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું
તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા તો આ રીતે હું બધા બોલ્સ બનાવતી જઈશ તડતી જઈશ અને રેડી કરી લઈશ તો મંચુરિયન બોલ સમય તૈયાર થઈ ગયા છે આપણે એનો વઘાર કરીશું તેના માટે એક પેન લઈ લઈશું એમાં બે ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક સૂકી ડુંગળી ઝીણી કાપેલી સાથે સાથે ચારથી પાંચ લીલી ડુંગળી નો ઉપરનો ભાગ આ રીતે કાપેલો મેં ઉમેર્યો છે અને ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું આપણે મનચુરીયન ને વધારવા માટે તો બે મિનિટ જેવું મેં હાઈ ફ્લેમ પર ડુંગળીને સાંતળી લીધી છે
એક ટેબલસ્પૂન થી થોડું ઉપર આપણે દરદરૂ પીસેલું લસણ અને એક નાની ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ તમે અહીંયા લીલા મરચા ના એટલે હું નથી નાખી રહી એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળીશું એક મિનિટ જેવું થાય એટલે એક નાનું કેપ્સીકમ ઝીણું કાપેલું ઉમેરીશું અને એક વાટકી ઝીણી કાપેલી કોબી તો મંચુરિયન બોલ્સ જ્યારે આપણે બનાવ્યા કોબી કાપી એમાંથી જ મેં એક વાટકી જે બચાવી એ નાખ્યું છે મિક્સ કરીશું અને હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું એને સાંતળી લઈશું. અહીંયા જો તમારા પાસે કેપ્સીકમ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે માત્ર જો કોબીનું જ મનચુરીયન બનાવતા હોય તો કેપ્સીકમ નાખવાની જરૂર નથી તો એકદમ સારી રીતે થઈ જાય એટલે અડધી ટીસ્પૂન થી થોડું ઉપર મીઠું અહીંયા મીઠું નાખવામાં તમારે બહુ ધ્યાન રાખવાનું સો એ સોસમાં પણ મીઠું હોય છે
હવે આપણે ત્રણ ટીસ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ તો કોઈ પણ સારી કંપનીનો વાપરવાનો એટલે સારો એવો કલર આવે એક નાની ચમચી જેટલો ચીલી સોસ ન હોય તો સ્કીપ કરી શકો છો લીલા મરચા થોડા વધારે વાપરી લેવાના અને 2 ટેબલસ્પૂન આપણે ટમાટો કેચપ ટમાટો સોસ ઉમેરીશું અડધી ટીસ્પૂન વિનેગર વિનેગર તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો કારણ કે ટોમેટો સોસ તમે જો નાખશો તો એનાથી પણ ખટાશ આવી જાય છે તો સારી રીતે મિક્સ કરીશું અને બધા સોસ ને એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો છે તો વધારે ડાર્ક કલર તમને જોવે તો થોડો સોયા સોસ વધારે ઉમેરી દેવાનો તો આ રીતે હવે સારી રીતે થઈ ગયું છે હવે આપણે એમાં થોડું પાણી તો એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું એટલે આપણે થીક થોડો જાડો સોસ મંચુરિયન બોલ્સને કોર્ટ થાય એવો બનાવવાનો છે એટલે પાણી ઉમેરવાનું આ રીતે થોડું પાણીને થવા દઈશું સોસ સાથે અને ગ્રેવી સાથે આ રીતે થોડું સારી રીતે થઈ જાય એટલે આપણે એક વાટકીમાં એક ટેબલસ્પૂન કોર્નફ્લોર અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી ગાંઠાનો રે એવો સ્મૂથ બેટર ગોળ બનાવી લઈશું અને એને આ રીતે ગ્રેવીમાં નાખીશું ગ્રેવીમાં નાખી તરત જ એને ચલાવવાનું એકદમ સારી રીતે ગાંઠા ન પડવા દેવાના એ રીતે મિક્સ કરી દેવાનું અને એક મિનિટ જેવું એને થવા દઈશું
એક મિનિટ થાય એટલે આપણે બનાવેલા મંચુરિયન બોલ્સ નાખીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કોટ થઈ જાય એ રીતે જો તમને લાગે કે થોડો સોસ થીક થઈ ગયો છે તો થોડું અમથું પાણી ઉમેરવાનું એટલે એકદમ સારી રીતે કોર્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું મન્ચુરીયન રેડી થઈ ગયું છે અને એક થી બે મિનિટ થવા દઈશું થોડું ક્રિસ્પી રે એ રીતે થવા દેવાનું તો હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું મેં થવા દીધું છે અને આપણું મનચુરીયન તૈયાર થઈ ગયું છે. આપણે ગરમાગરમ મંચુરિયનને સર્વ કરીશું અને ઉપરથી લીલી ડુંગળીના ભાગ ઉમેરી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું કલર અને એનો સોસ જે આપણે બનાવ્યું એનાથી કોટ આપણા મંચુરિયન બોલ્સ એકદમ સારી રીતે થયા છે તો આ ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર થયું છે જો તમે ક્યારે ઘરે આ રીતે લારી જેવું કોબીનું મન્ચુરીયન ન બનાવ્યું હોય તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપી ને લાઈક કરજો શેર કરજો