દરેક ના ઘર માં ફૂલ ડિશ હોઈ કે પછી શાક રોટલી તો સાથે સાથે સાઈડ માં આવું કૈક ખાવા જોઈ છે. તો ઉનાળા માં ગુવાર શીંગ ને સરસ તડકા માં સુકવી ને પછી વરસાદ હોઈ કે શિયાળો હોઈ ખીચડી ,કઢી કે ફુલ ડિશ સાથે આ સુકવણી ખાસ તળી ને સાઈડે ખાવા માં રાખીએ છીએ.અને ખાવા ની ઓર મજા પડે છે.
દેશી ગાજરની આખા વર્ષ દરમિયાન સ્ટોર કરવાની રીત
સૌપ્રથમ ગાજરની ધોઈ તેની છાલ ઉતારી કટપીસ કરી તેમાં બે ચમચી મીઠું એડ કરી એક કલાક રહેવા દેવું ત્યારબાદ તેમાં મીઠું ચડી જાય પછી તડકે સૂકવવા એક દિવસમાં બે દિવસ તડકે સુકાઈ જાય તૈયાર ગોળ કેરીના અથાણા માં એડ કરવા માટેની ગાજર ની સુકવણી તૈયાર
મેથીની સુકવણી કરવાની રીત:

મેથીના પાનને સારી રીતે સાફ કરી લો અને ધોઇ લો. ત્યારબાદ આ પાનને કાણાંવાળા વાસણમાં લઇ લો જેથી કરીને બધુ પાણી નિકળી જાય. જ્યારે મેથીના પાનમાંથી પાણી નિકળી જાય એટલે માઇક્રોવેવમાં 3 થી 4 મિનિટ માટે માઇક્રોવેવ કરી લો. ત્યારબાદ પ્લેટમાં લઇ લો અને પછી મેથીના પાન કટ કરી લો. પછી ફરીથી બીજી વાર માઇક્રોવેવમાં મુકીને 3 થી 4 મિનિટ સુધી ગરમ કરી લો. હવે ફરીથી પ્લેટમાં લઇ લો. આમ કરવાથી મેથી ઘણી બધી સુકાઇ જશે.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ફરીથી મેથીને પલટાવીને માઇક્રોવેવમાં 2 થી 3 મિનિટ માટે ગરમ કરી લો. પછી આ મેથીને પ્લેટમાં લઇ લો. આમ કરવાથી મેથીના પાન સુકાઇ જશે. આ મેથીના પાનને ઠંડા થવા માટે મુકી દો. પછી આ પાનને હાથમાં મસળીને પાવડર તૈયાર કરી લો. આ રીતે માઇક્રોવેવની મદદથી કસૂરી મેથી તૈયાર કરી લો. હવે આ મેથીને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. તો ઇચ્છો છો તો આનો પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો
કોથમીરની સુકવણી કરવાની રીત:
કોથમીર પાનને સારી રીતે સાફ કરી લો અને ધોઇ લો. ત્યારબાદ આ પાનને કાણાંવાળા વાસણમાં લઇ લો જેથી કરીને બધુ પાણી નિકળી જાય. જ્યારે કોથમીરના પાનમાંથી પાણી નિકળી જાય એટલે માઇક્રોવેવમાં 3 થી 4 મિનિટ માટે માઇક્રોવેવ કરી લો. ત્યારબાદ પ્લેટમાં લઇ લો અને પછી મેથીના પાન કટ કરી લો. પછી ફરીથી બીજી વાર માઇક્રોવેવમાં મુકીને 3 થી 4 મિનિટ સુધી ગરમ કરી લો. હવે ફરીથી પ્લેટમાં લઇ લો. આમ કરવાથી કોથમીર ઘણી બધી સુકાઇ જશે. આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ફરીથી કોથમીરને પલટાવીને માઇક્રોવેવમાં 2 થી 3 મિનિટ માટે ગરમ કરી લો. પછી આ કોથમીરને પ્લેટમાં લઇ લો. આમ કરવાથી કોથમીરના પાન સુકાઇ જશે. આ કોથમીર ના પાનને ઠંડા થવા માટે મુકી દો. પછી આ પાનને હાથમાં મસળીને પાવડર તૈયાર કરી લો. આ રીતે માઇક્રોવેવની મદદથી કોથમીરની સુકવણી તૈયાર કરી લો. હવે આ કોથમીરને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. તો ઇચ્છો છો તો આનો પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ કોથમીર આખું વર્ષ દરમિયાન વાપરી શકો છો.
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આદુની સુકવણી આખા વર્ષ દરમિયાન સ્ટોર કરવાની રીત:
આદુની સુકવણીને સુંઠ પાવડર પણ કહેવામાં આવે છે આદુની સુકવણી કરવા 5 કિલો આદુ રેસા વગર નો જરૂર પડશે પછી તમારે જેટલું આદુની સુકવણી કરવી હોય તેટલું આડું લેવું. આદુ નો ખરાબ ભાગ કોહવાયલો તે કાઢી સાફ કરો ત્યાર બાદ આદુ ના નાના ટુકડા કરી લો જેથી આદુ જલદી સુકાય જાય અને દળવા નો થાય ત્યારે સુકાયેલ આદુ ખાંડવો ના પડે. આદુ ખુબ સારા પાણી થી ધોઈ લો રેસા માટી કચરો નીકળી જાય. એક મોટી જારી વાળી ચારણી મા નિતારી લો એક કોટન ના કપડા પર નાખી સાવ કોરૂ કરી લો. હવે આદુ ને તડકે સૂકવી દો કડક ન થાય ત્યાં સુધી. સૂંઠ તૈયાર છે તેને ફરીથી ચારણી મા ચાળી લો આદુ. ના સુકાયેલ ફોતરા કચરો નીકળી ગયા સાવ ચોખ્ખું થઈ જાય એક કન્ટેનર માં સ્ટોર કરી લો. પાંચ કિલો આદુ માં થી ૮૦૦ ગ્રામ સુંઠ તૈયાર થસે
આખા વર્ષ દરમિયાન ગુવારની સુકવણી કરવાની રીત:
ગુવારની સુકવણી કરવા સૌ પ્રથમ ગુવારને તાજા પાણીથી ધોઈ લેવો ત્યારબાદ ઉનાળા માં તાજા ગવાર ને લઈ ને ધોઈ ને ખૂબ જ તાપ માં સુકવામાં આવે છે પછી તેને સુકવણી તરીકે તળી ને,અથવા સેકી ને ખાઈ શકાય છે. કડાઈ માં તેલ મૂકી ને સૂક્વેલ ગુવારસિંગ ને તેલ માં તળો. તળી ને બાઉલ માં લઇ ને તેની પર મીઠું અથવા સંચળ પાઉડર નાખો. અને સર્વ કરો તો. સાઈડ માં હોય તો ખાવાની મજા પડી જાય છે. બાળકો શાક ન ખાતા હોય પણ આ ચોક્કસ થી ખાઈ છે.
ગુલાબની સુકવણી કરવાની રીત:
સૌ પ્રથમ બધા ગુલાબી પાંદડી છૂટી પાડી લો.ત્યાર બાદ તેને હળવા હાથે ૨ થી ૩ પાણી થી ધોઈ લો.ત્યાર બાદ એક પ્લેટ મા કે પેપર મા છૂટી કરી ને ઘર મા જ સૂકવી લો.૨ – ૩ દિવસ માં સુકાઈ જશે.હવે તેને ઝિપ્લોક બેગ અથવા બોટલ મા ભરી ને ફ્રીઝ મા મુકી દો.જ્યારે જરૂર પડે ત્યારે વાપરી શકાય. તો તૈયાર છે ગુલાબ ની સૂકવણી.
લીલી દ્રાક્ષની ચુકવણી કરવાની રીત
સૌ પ્રથમ લીલી દ્રાક્ષ સરખી સાફ કરી ધોઈ લો.તપેલામાં ગરમ પાણી કરી ચારણી ઉપર દ્રાક્ષ મૂકી 5 મિનીટ વરાળ આપો.કલર બદલે એટલે કાઢી લો. હવે ચોખ્ખા કપડા મા છૂટી ગોઠવી તડકા મા બે દિવસ સૂકવવા દો.ત્રીજે દિવસે ડિશ મા લઈ ને ઘરમાં એક દિવસ સૂકવી લો. તૈયાર છે કિસમિસ.. એરટાઈટ બરણીમાં ભરી લો.કોઈપણ મીઠાઈ, શીરો ના ઉપયોગ મા લો.
આંબલીની સુકવણી કરવા માટેની રીત: ઉનાળા માં લીલી આંબલી ખુબ આવે છે.આ આંબલી રસ દાર અને તાજી હોય છે.આ આંબલી ને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો.
2 કિલો લીલી આંબલી, 2 ચમચી મીઠું (બજાર માં મળતી લીલી આંબલી લેવી.તેને મોટા વાસણ માં કાઢી ફોતરા ઉતારી લેવા. હવે ચપ્પુ વડે તેની અંદર નાં બિયા,આંબ લિયા કાઢી લેવા.આ બીયા નો આયુર્વેદિક પણ ઉપીયોગ છે. હવે આંબલી માં મીઠુ મિક્સ કરી ગોળા વાળી લેવા.જેથી એ બગડશે નહિ..હવે તેને સ્વચ્છ કાચ ની બરણી માં ભરી લેવી.આ આંબલી આખું વર્ષ સારી રહે છે.અને સીઝન માં લીધી હોવાથી ખૂબ સસ્તી પણ પડે છે.)
લીલા લસણ ની સુકવણી કરવાની રીત : 100 ગ્રામ લીલું લસણ
લીલા લસણ લઈ ધોઈને કોરી કરી લેવી પછી તેને સાફ કરી તેના કાતરથી ઝીણા ઝીણા ટુકડા કરી લેવા અને કપડાં કે ડીશ મા મૂકી સુકાવા દેવું સુકાઈ જાય એટલે બરણીમાં ભરી ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય
લીલા મરચાં ની સુકવણી : 500 ગ્રામ મરચા, 2 ગ્લાસ છાસ, 3 ચમચી હળદર , સ્વાદમુજબ મીઠું
સૌપ્રથમ મરચાં ને ધોઈને કોરા કરી લેવા ત્યારબાદ મરચાં ની ચીર કરી લેવા. પછી તેમાં મીઠું, મરચું અને છાસ નાખીને આખી રાત તપેલામાં રેવા દેવું.સવારે તેને ચારણીમાં નિતારી લેવું ત્યારબાદ તેને તડકામાં 5 થી 6 દિવસ સૂકાવા દેવું. સુકાય જાય એટલે તળી લેવું.મરચાની સુકવણી તૈયાર. તેને ખીચડા સાથે દાળ ભાત સાથે ખુબજ મજા આવે
આમળાંની સુકવણી કરવાની રીત : 1 કીલો આમળા, 2 ચમચી સાદુ મીઠું, 1 ચમચી સંચર પાઉડર, 1/2 ચમચી મરી પાઉડર
આમળા ને સારી રીતે ધોઈ ને લુછી લો હવે નાના નાના ટુકડામાં તેને કાપી લો હવે તેમા મસાલા ઉમેરો. બધા મસાલા બરાબર મિક્સ કરી લો અમે 4-5 દિવસ સુધી તડકામાં સુકાવો . તો તૈયાર છે આમળા ની સુકવણી આ મુખવાસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો
ફુદીનાની સુકવણી કરવાની રીત: 250 ગ્રામ ફૂદીનો ફૂદીનાને ચૂંટીને તેના પાનને ધોઈને ચાળણીમાં નિતારી લો. હવે એક મલમલના કપડામાં આ પાંદડાની રાખડી બાંધી વોશિંગ મશીનના મૂકી એરડ્રાયર મોડ કરી તેને કોરા કરી લો. પછી એક કોરા કપડા ઉપર અથવા તો છાપાના કાગળો ઉપર આ ફુદીનાના પાનને ચારથી પાંચ દિવસ માટે ઘરમાં છાયડામાં જ સૂકવી રાખો ફુદીનાના પાન બરાબર સુકાઈ જાય એટલે તેને એક ડબ્બામાં ભરીને ફ્રિજમાં મુકી રાખો તેનો પાઉડર પણ કરીને બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી રાખી શકાય છે ફ્રીજમાં મૂકવાથી તેનો રંગ લીલો અને લીલો આખા વર્ષ સુધી જળવાઈ રહે છે અને જ્યારે ઘરે છાશ નો મસાલો ચાટ મસાલો વગેરે બનાવી ત્યારે તેમાં આ પાઉડર ઉમેરી સાથે તેના સ્વાદમાં વધારો કરી શકાય છે.