ઘરમાં કર કામ કરતી વખતે લાગે ચુનાથો છૂટકારો મેળવવા માટે જરૂરી ટીપ્સ : પાણીનો નળ અથવા ફુવારોની સપાટી પર ખરાબ કરેલા સફેદ ચૂનાના ડાઘા કોઈપણને ગમતા નથી. તમારે ફક્ત આ ડાઘા દુર કરવા માટે આટલું જ કરવાનું છે સફેદ સરકો છાંટો ખરાબ થયેલા ભાગ પ્રમાણે ચૂનાના આધારે, તમારે વધુ કે ઓછું વાપરવું પડશે. સરકો થોડી મિનિટો માટે કાર્ય કરવા દો ત્યારબાદ ગરમ પાણી નાખી દુર કરો આમ
જામ થયેલ પાઈપલાઈન ક્લીન કરવા માટે ઘરગથ્થું ટીપ્સ : જામ થયેલ પાઈપલાઈન ક્લીન કરવા માટે યુક્તિનો પ્રયાસ કરો, જયારે પાઈપ લાઈન જામ થાય છે ત્યારે ખરાબ ગંધથી દરેક ઘરના સદસ્યો કંટાળી જાય છે આ ગંઘથી છૂટકારો મળવવા આટલું કરો. ગટરને ચોખ્ખી કરવા માટે ડ્રેઇનની નીચે બેકિંગ સોડાનો એક કપ રેડવો, ત્યારબાદ એક કપ સફેદ સરકો નાખો , અને 20 મિનિટ સુધી રહેવા દો અને 2 લિટર જેટલું ગરમ પાણી રેડો આમ કરવાથી તમારા ઘરની જામ થયેલ પાઈપ લીન સાફ થઇ જશે.
ઘરની સ્વચ્છતા જાળવવામાં બેકિંગ સોડા પણ ખુબ અગત્યની વસ્તુ છ. બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી રસોડામાં આવતી વાસ દૂર થાય છે. જ્યારે આપણે તળેલી કોઈ વસ્તુ બનાવી હોય ત્યારે તેની સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જતી હોય અને ખાસ કરીને તો ડુંગળી કે લસણ અને કેટલાક મસાલાની તીવ્ર વાસ દૂર કરવી હોય તો પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને ઘરની સફાઈ કરવાથી રસોડામાં આવતી તીવ્ર વાસ દુર થાય છે.
રસોડાની લાદીમાં થયેલ ખરાબ ડાઘ દુર કરવા માટે લીંબુ ખટાશયુક્ત ફળ હોવાથી ખુબ મહત્વનું કામ કરે છે લીંબુની મદદથી જમા થયેલી ગંદકી અને તેલના ડાઘ સારી રીતે દૂર થાય છે. આ ઉપરાતં લીંબુનો રસ ત્વચાને નીખરવા માટે ખુબ ઉપયોગી છે
માઇક્રોવેવ અથવા પકાવવાની નાની ભઠ્ઠી સાફ કરવા માટે સફેદ સરકાનો આ ઉપાય કરો એક કપ બેકિંગ સોડાના અને એક કપ સફેદ સરકો સરખા ભાગે લી સારી રીતે ગરમ કરો અને તેને 20 મિનિટ સુધી ઉપકરણની અંદર રાખો આમ કરવાથી ઉપકરણ સાફ થાય છે
રસોડું કે બાથરૂમ માં જામેલી ચિકાસ દુર કરવા માટે ફક્ત આટલું કરો સરકો એ ચિકાશને દૂર કરે છે. રસોડામાં કે બાથરૂમમાં જામેલી ચિકાશ દૂર કરવા માટે એક નરમ રૂમાલને સરકામાં બોળીને તેની મદદથી ટાઇલ્સ સાફ કરી શકાય. વધારે મેલાં થયેલાં કપડાં બોળતી વખતે પાણીમાં થોડો સરકો ઉમેરી દેશો તો એમ કરવાથી કપડાં ચોખ્ખાં થઈ જશે.