સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે

સોમવારનું મેનુ: મગ ની દાળ નાં દાળવડા બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  • 1 કપ છોડાવાળી મગની દાળ
  • 2 + 2 લીલા મરચા
  • 4 લસણની કળી
  • 1/2 ટીસ્પૂન હિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ટીસ્પૂન ઈનો (ઓપ્શનલ)

મગની દાળના દાળવડા બનાવવાની રીત:  સૌપ્રથમ મગની દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી. હવે મગની દાળમાંથી બધુ પાણી નિતારી લઈને એને બે ભાગમાં વહેંચી લેવી. એક ભાગમાં મીઠું, 2 લીલા મરચાં, લસણ અને હિંગ ઉમેરવા. હવે તેને મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર વાટી લેવી. વાટેલી દાળ અને આખી દાળ નું પ્રમાણ પોતાની પસંદગી મુજબ વધારે ઓછું રાખી શકાય, પરંતુ જો અડધું અડધું રાખવામાં આવે તો દાળવડા ખૂબ જ ક્રિસ્પી બને છે. હવે વાટેલી દાળમાં આખી દાળ ઉમેરીને તેમાં બે ઝીણા સમારેલા મરચાં ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. મીઠાનું પ્રમાણ તપાસી લેવું. હવે તેમાં ઈનો ઉમેરીને બરાબર હલાવવું. ઈનો ઉમેરવું ઓપ્શનલ છે પરંતુ ઈનો ઉમેરવાથી દાળવડા ખૂબ જ હલકા અને ફુલેલા બને છે. એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં હાથની મદદથી નાના નાના વડા મુકવા. હવે આ વડાને મીડીયમ થી હાઈ હીટ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા દાળ વડા તૈયાર કરી લેવા. ગરમાગરમ દાળવડા ને તળેલા લીલા મરચાં અને કાંદા ની સાથે પીરસવા.

મંગળવારનું મેનુ: chili garlik nudles(ચીલી ગાર્લિક નુડલ્સ): રેસીપી બનાવવા જરૂરી સામગ્રી: 

  • 1 બાઉલ નુડલ્સ
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચીલી ઓઈલ બનાવવા માટે-
  • 1/2 કપ તેલ
  • ૪-૫ લવિંગ
  • ૪-૫ મરી
  •  સ્ટાર ફુલ
  • ટુકડો તજનો
  • ૪-૫ લાલ મરચા
  • 1 ચમચી કાશ્મીરી મરચું
  • નુડલ્સ બનાવવા માટે
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી ઝીણુ સમારેલું લસણ
  • 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 કપ સમારેલું કેપ્સીકમ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1/2 ચમચી વિનેગર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2-3 ચમચી ચીલી ઓઈલ
  • કોથમીર

ચીલી ગાર્લિક નુડલ્સ બનાવવાની રીત: સૌથી પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં નુડલ્સ અને મીઠું નાખી ૫ મિનિટ માટે થવા દો.  હવે તેમાં તેલ નાખી હલાવી લો અને બીજા વાસણમાં કાઢી લો. ઉપર ઠંડુ પાણી રેડી દો. ચીલી ઓઈલ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી ધીમા તાપે ગરમ કરો. લાલ મરચું પાઉડર છેલ્લે ઉમેરવુ. ૧૦ મિનિટ થાય એટલે તેલ ને ગાળી લો. ચીલી ઓઈલ તૈયાર છે. એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં લસણ ને સાંતળો પછી ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમા કેપ્સીકમ નાખી બરાબર હલાવી લો.  હવે બધાં સોસ અને મીઠું નાખી મિક્સ કરી લો. નુડલ્સ નાખી બરાબર હલાવી લો. હવે ચીલી ઓઈલ નાખી મિક્સ કરી લો.  ઉપરથી કોથમીર નાખી સર્વ કરો

બુધવારનું મેનુ:  વેજ તુફાની પનીર શાક:  શાક બનાવવા જરૂરી સામગ્રી: 

  • 100 ગ્રામ ફ્લાવર
  • 100 ગ્રામ ફણસી
  • ૧ નંગ ગાજર
  • ૧ નંગ નાનું કેપ્સીકમ
  • ૧ નંગ બટાકા
  • 2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂન લસણની ચટણી
  • 50 ગ્રામ બાફેલા વટાણા
  • ગ્રેવી બનાવવા માટે
  • 200 ગ્રામ કાંદા
  • 200 ગ્રામ ટામેટાં
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ટેબલ ચમચી લાલ મરચું
  • 1 ટેબલ ચમચી પંજાબી ગરમ મસાલો
  • 1 ક્યુબ ચીઝ
  • 1 ક્યુબ પનીર
  • જરૂર મુજબ વઘાર માટે તેલ
  • 1/2 ચમચી લીંબુ

વેજ તુફાની પનીર શાક બનાવવાની રીત:  બધા વેજીટેબલ ને નાના પીસ કટ કરી મીઠું નાખી 1/2 ટેબલ ચમચી ઓઇલ નાખી અને બોઈલ કરી લેવા ગ્રેવી બનાવવા માટે કાંદા ટામેટાં ને કટ કરી લેવા એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં કાંદા ટામેટાં સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું એડ કરી બે મિનિટ સાતરી લેવું હવે કાંદા અને ટામેટાંને મિક્સર જારમાં ક્રશ કરી અને ગ્રેવી રેડી કરી લેવી એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ એડ કરો અને સાંતળી લેવું હવે તેમાં બોઇલ કરેલા વેજીટેબલ એડ કરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું 1 ટેબલ ચમચી લાલ મરચું 1/2 ટેબલ ટેબલ ચમચી ગરમ મસાલો 1/2 લીંબુનો રસ એડ કરી અને સાતરી લેવું હવે તૈયાર કરેલી ગ્રેવી ને એડ કરો એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો હવે તૈયાર કરેલી લસણ ચટણી નો વઘાર કરી લેવો હવે તૈયાર કરેલી સબ્જી મા એડ કરો હવે તેમાં ચીઝ અને પનીર ખમણી ને એડ કરો તેલ છૂટું પડે એટલે નીચે ઉતારી લેવું સર્વિંગ બાઉલમાં લઈ અને નાન સાથે સર્વ કરો તૈયાર વેજ તુફાની પંજાબી સબ્જી

ગુરૂવારનું મેનુ:  ચાઇનીઝ પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી: 

  • ૨૫૦ ગ્રામ પાસ્તા
  • ૨ નંગ કાંદા
  • ૨ નંગ ટામેટા
  •  કેપ્સિકમ
  • ૪ ચમચી સેઝવાન સોસ
  • ૨ ચમચી રેડ ચીલી સોસ
  • ૧ ચમચી ગ્રીન ચીલી સૉસ
  • ૧ ચમચી સૉયા સૉસ
  • ૨ ચમચી પાસ્તા મસાલો
  • ૧ ચમચી સેઝવાન મસાલો
  • ચપટી ઓરેગાનો
  • ચપટી પેપરિકા
  • ચપટી મીઠું

ચાઇનીઝ પાસ્તા બનાવવા માટેની રીત:  સૌપ્રથમ એક પૅન લઈ તેમા ૨ ચમચી તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ જાય એટલે તેમા લાંબા સમારેલા કાંદા, ટામૅટા, કેપ્સિકમ એડ કરી ચળવા દૉ,કાંદા,ટામેટા,કેપ્સિકમ ચળી જાય પછી તેમા સૅઝવાન સૉસ, રૅડ ચીલી સૉસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ,પાસ્તા મસાલો,સેઝવાન મસાલો અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા બાફેલા પાસ્તા એડ કરી ફરી થી મિક્સ કરી લો, પાસ્તા થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી,ઓરેગાનો,અને પૅપરીકા થી સજાવી દો, તો સવ કરવા માટે તૈયાર છે ચાઈનીઝ પાસ્તા,

શુક્રવારનું મેનુ: પનીર પરાઠા બનાવવા જરૂરી સામગ્રી

  • સ્ટફીંગ બનાવવા માટે,
  • 1 +1/2 લિટર ફૂલ ફેટ દૂધ
  • 1 લીંબુનો રસ
  • 2 મોટી ડુંગળી
  • 1 નાનું કેપ્સીકમ
  • 2-3 લીલા મરચાં
  • 1 ટુકડો આદું
  • 1 ટીસ્પૂન જીરુ
  • 1 ટીસ્પૂન સૂકા ધાણા
  • 1 ટીસ્પૂન મરી પાઉડર
  • 1 ટીસ્પૂન મીઠું
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટેબલ સ્પૂન સૂકો ફૂદીનો
  • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/2 ટીસ્પૂન ચાટ મસાલો
  • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પૂન તેલ(પરાઠા સાંતળવા)
  • લોટ બાંધવા માટે,
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • 1 ટીસ્પૂન મીઠું
  • પાણી જરૂર મુજબ

નીર પરાઠા બનાવવાની રીત: સૌ પહેલા લોટ બાંધી લેવો. ઘઉંના લોટને ચાળીને એક બાઉલમાં લઇ તેમાં મોણનું તેલ અને મીઠું નાખી મુલાયમ સોફ્ટ લોટ બાંધવો. ઢાંકીને 10-15 મિનિટ રેસ્ટ આપવો.લોટ માપનો ઢીલો હોય તો પોટલી વાળવામાં આસાની રહે છે. દૂધને એક તપેલીમાં ગરમ મૂકવું. લીંબુના રસમાં 3-4 ચમચી પાણી ઉમેરવું. ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી 1-1 ચમચી લીંબુનું પાણી નાખી હલાવવું. પીળું પાણી અને પનીર છૂટું પડે એટલે રસ નાખવાનું બંધ કરી ગેસ ઓફ કરવો. તરત જ ગરણીમાં કોટન કપડું મૂકી પનીર ગાળી લેવું. ઉપરથી થોડું ઠંડું પાણી રેડવું. પછી કપડું દબાવી પાણી કાઢી 1/2 કલાક માટે ઉપર ભાર મૂકી રાખવો. બનેલા પનીરને છીણી થી છીણીને એક બાઉલમાં લેવું. તેમાં આદું છીણીને ઉમેરવું. મીઠું, મરી પાઉડર ઉમેરવો.જીરુ અને સૂકા ધાણાને થોડાક શેકી અધકચરા વાટી ઉમેરવા. ડુંગળી,કેપ્સીકમ,લીલા મરચાંને ઝીણા ચોપ કરી લેવા. અને પનીરના મિશ્રણમાં ઉમેરવા. સમારેલી કોથમીર, ડ્રાય ફૂદીનો, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો,ગરમ મસાલો ઉમેરવા. હલાવીને બધું બરાબર મિક્સ કરી લેવું.સ્ટફીંગ તૈયાર છે. બાંધેલા લોટમાંથી એક મોટો લૂઓ લઇ પાતળો રોટલો વણવો. તેમાં વચ્ચે મોટો ચમચો ભરી સ્ટફીંગ મૂકવું. સ્ટફીંગ આવે તેટલું ભરવું. પછી રોટલી ભેગી કરી પોટલી વાળવી.  વધારાનો લોટ કાઢી પોટલી દબાવી થોડું અટામણ લઇ ફરી રોટલો વણવો. અને તેને ગરમ તવી પર મૂકવો.  પડ ચઢે એટલે ઊલ્ટાવીને બીજી બાજુ ચડવી લેવી. પછી 1 ચમચી જેટલું તેલ લગાવી ઉલ્ટાવી પરાઠાને શેલો ફ્રાય કરવો. બીજી બાજુ પણ તેલ લગાવી ફ્રાય કરી લેવો. આ રીતે બધા સ્ટફીંગ ના પરાઠા બનાવી લેવા. આ માપથી 5-6 પરાઠા બનશે. તેને કેચઅપ,ગ્રીન ચટણી અને ચા સાથે ગરમાગરમ સર્વ કરવા.

શનિવારનું મેનુ: ફાડાની ખીચળી બનાવવા જરૂરી સામગ્રી:

  • 1 કપ ઘઉંના ફાડા
  • 1 કપ મગની દાળ ફોતરા વાડી
  • 1 બટાકુ ઝીણું સમારેલુ,
  • 1 કપ વટાણા,
  • 1 ટી સ્પૂન હડદર
  • 1 ટી સ્પૂન ધાણાજિરુ,
  • 3 ટી સ્પૂન લાલ મરચું,
  • 1 ટી સ્પૂન મીઠું,
  • 2 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે,
  • 1/2 ટી સ્પૂન રઇ,
  • 1/2 ટી સ્પૂન હીંગ

ફાડાની ખીચળી બનાવવાની રીત: સૌ પ્રથમ કુકર માં તેલ લો, વઘાર આવે એટલે તેમાં રઈ અને હીંગ નાંખો,  ત્યાર બાદ તેમાં બટાકા નાંખો અને બધો મસાલો નાખી ને 1 મીનીટ સુધી ચડાવી ને તેમાં વટાણા નાખી ને હલાવો,  ત્યાર બાદ તેમાં 2 કપ ખીચડી માં તેના 2.5 ગણું પાણી લો, પાણી થોડુ ઉકળવા પછી ખીચડી એમાં મીક્સ કરી દો, 4 સીટી પડે ત્યાં સુધી ચડાવી લો, તેમાં ઘી ઉમેરી  પીરસો.

રવિવારનું મેનુ: વેજીટેબલ ચીઝ પીઝા બનાવવા જરૂરી સામગ્રી:

  • પીઝા બેઝની કણક બાંધવા માટે
  • ૨ કપ મેંદો
  • ૧/૨ કપ હુંફાળું ગરમ પાણી
  • ૧ ટી સ્પૂન ડ્રાય યીસ્ટ
  • ૧ ટી સ્પૂન ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૩ ટેબલ સ્પૂન તેલ
  • પીઝા બનાવવા માટે
  • ૧/૨ કપ પીઝા સોસ
  • ૧/૨ કપ મોઝરેલા ચીઝ
  • ૧/૨ કપ પ્રોસેસ ચીઝ
  • ૨ નંગ નાની ડુંગળી ચોરસ કટકા કરેલી
  • ૧ નંગ મોટું ટામેટું ચોરસ કટ કરેલું
  • ૧ નંગ કેપ્સિકમ ચોરસ કટ કરેલું
  • ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો જરૂર મુજબ

વેજીટેબલ ચીઝ પીઝા બનાવવાની રીત:  સૌપ્રથમ પીઝા બેઝની કણક બાંધવા માટે એક બાઉલમાં હૂંફાળું ગરમ પાણી લઈ તેમાં ખાંડ અને ડ્રાય યીસ્ટ ઉમેરી બરાબર હલાવી તેને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો. એક મોટા વાસણમાં મેંદો, મીઠું તેમજ તેલ લઈ યીસ્ટવાળા પાણીથી કણક બાંધી લો. જરૂર પડે તો બીજું પાણી ઉમેરી શકાય. લોટને બરાબર મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ માટે મસળો. ત્યારબાદ તેને તેલવાળો કરીને કોટનના કપડાથી ઢાંકી ને ગરમ જગ્યાએ આથો આવવા માટે ૨ કલાક માટે મૂકી દો. બે કલાક બાદ લોટ  લીને ડબલ થઇ જશે. હવે લોટને પંચ કરી તેમાંથી બધી એર કાઢી તેના બે ભાગ કરી લો. Oven ને convection mode પર ૧૮૦ ડિગ્રી પર ૧૦મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકો. એક બેકિંગ ટ્રેને તેલથી ગ્રીસ કરી લો. તેના ઉપર બાંધેલી કણકમાંથી પીઝા નો રોટલો હાથેથી થપ થપાવીને ફેલાવી દો. પીઝા બેઝ ની બધી કિનારાથી છોડી અંદરના ભાગે આંગળીથી ઇમ્પ્રેશન આપી દો જેથી પીઝા સોસ પીઝા ની બહાર જાય નહીં. હવે આખા બેઝ પર બનાવેલો પીઝા સોસ પાથરો. તેના ઉપર મોઝરેલા ચીઝ ભભરાવો, ઉપરથી પ્રોસેસ ચીઝ ભભરાવી કટ કરેલા વેજિટેબલ્સ મૂકો ફરીથી થોડું પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ ભભરાવો. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ sprinkle કરો. આ બેકિંગ ટ્રેને ઓવનમાં મૂકી પીઝા ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે બેક થવા દો. ત્યારબાદ તેને કટ કરી ગરમાગરમ સર્વ કરો.

Leave a Comment