ચોમાસામાં લાકડાના બારી બારણા જામ થઇ ગયા છે આવી જ અવનવી ટીપ્સ | રસોઈ ટીપ્સ | કિચન ટીપ્સ

1

ઘણી મહિના ને હાથના કાંડા પાટલા હોય છે અને હાથના પંજા મોટા હોય છે એટલે બંગળી પહેરવામાં તકલીફ પડે છે અને જો કાચની બંગળી હોય તો હાથમાં લાગી જશે એવી બીક લાગે છે આં બંગળી ચડાવવા અને ઉતારવા માટે આ ટીપ્સ અપનાવો એટલે આસાન બની જશે બંગલી ઉતરતી ન હોય તો કાંડાપર પ્લાસ્ટિકની પાતળી પટ્ટી ગોળ ફરતે રાખી બંગડી સેરવવાથી સરળતાથી નીકળી જશે. અને સરળતાથી ચડી પણ જશે કાચની બંગળી લાગવાની પણ બીક નહિ લાગે

ખમણીમાં ચીઝ ખમણી એટલે ખમણી ચીકણી થય જાય છે આ ચીઝની ચીકાશ ખમણીમાંથી કાઠવા માટે આટલું કરો એટલે ચીઝ ખમણ્યા પછી ખમણીની ગમે એવી ચીકાશ દૂર થશે તમારે ફક્ત એક બટાટુ ખમણવાનું છે એટલે ખમણી પર ચોટેલ ચીઝની ચીકાશ દુર થશે.

બજારમાં મળતા ઢોસા જેવા ક્રીશ્પી ઢોસા ઘરે બનાવવા માટે જયારે તમે ઘરે ખીરું બનાવો છો ત્યારે આ વસ્તુ ઉમેરી ડો એટલે ઢોસા ક્રીશ્પી સરસ બજાર જેવા જ મળશે ઢોસા બનાવવા ખીરામાં થોડી તુવેર દાળ અને મેથીના દાણા ભેળવવા. તળેલા પનીરને પુલાવમાં નાખતાં પહેલાં  પાંચ મિનિટ હુંફાળા પાણીમાં  પલાળવું.

દુધને બગડતું બચાવવા માટે આટલું કરી દો એટલે દૂધ ઝડપથી બગડતું નથી દૂધ ઉકાળતી વખતે તેમાં થોડી સાકર નાખવાથી દૂધ જલદી બગડતું નથી.

એલચી દળવા માટે સાથે આ વસ્તુ ભેળવી દો એટલે એલચી આસાનીથી પીલાઈ જશે એલચી થોડી પ્રમાણમાં દળવાની હોય તો જલદી દળાતી નથી તેથી એલચી સાથે સાકર ભીળવી પીસવું. એટલે આસન થઇ જશે

રવાના ઇન્સટન્ટ ઢોકળા બનાવવા માટે એટલું કરો રવામાં દહીં, મીઠું તેમજ વાટેલા આદુ-મરચાંની પેસ્ટ ભેળવી ગરમ પાણીથી ખીરુ બનાવી લેવી ત્યારબાદ વધાર કરી તેમાં થોડો ખાવાનો સોડા નાખી ઇન્સટન્ટ ઢોકળાં ઉતારવા. આ ઝટપટ ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે. અને બાળકોને સવારે નાસ્તામાં પણ આપી શકો છો

ચોખાની ચકરીને સ્વાદિષ્ટ બનાવવા માટે ચોખાની ચકરીમાં થોડો અડદનો લોટ ભેળવી ચકરી કરવાથી સ્વાદમાં વૈવિધ્ય આવશે.

ચોમાસામાં લાકડાના બારી બારણા જામ થઇ ગયા છે લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે.

ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે.

કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે. તવા પર પિઝા બનાવતી વખતે પિઝાના રોટલાને બન્ને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવા. લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો.

ફાટેડી એડી પર રાતના સૂતા પહેલા પેટ્રોલિયમ જેલીમાં કોપરેલ ભેળવી મસાજ કરવુ સવારે પાણીથી ધોઇ નાખવું રાહત થાય છે.  

એલ્યુમીનીયમ વાસણમાંથી કાળાશ દુર કરવા માટે એલ્યુમીનીયમ વાસણ વધારે સમય ન વાપરવાથી કાળા ડાઘ થઇ જતા હોય છે આ ડાઘ દુર કરવા અખુબ મુશ્એકેલ હોય છે પરંતુ આ ટીપ્લ્યુસ થી જો એલ્મિયુમીનીયમ વાસણમાં થયેલ કાળા ડાઘ દુર કરશો તો આસાન બની જશે એલ્નિયુમીનીયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા  પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું.

બજારમાં મળતા ઢોસા જેવા ક્રીશ્પી ઢોસા ઘરે બનાવવા માટે | એલ્યુમીનીયમ વાસણમાંથી કાળાશ દુર કરવા માટે | ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં | ચોમાસામાં લાકડાના બારી બારણા જામ થઇ ગયા છે | રવાના ઇન્સટન્ટ ઢોકળા બનાવવા માટે એટલું કરો

1 COMMENT

  1. […] બટાકાની ચિપ્સને બજાર જેવી ક્રિસ્પી બનાવવી હોય તો : બટાટાની ચિપ્સ બનાવતા પહેલા એટલે તળતા પહેલા અધકચરી બાફી લો પછી ફ્રીઝમાં ઠંડી થવા મુકો અને ત્યારબાદ ચીપ્સને તળી લો એટલે એકદમ ક્રીશ્પી બજાર જેવી ચિપ્સ બનશે કિચન ટીપ્સ […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here