અમૃતસરી દમ આલુ બનાવવાની રેસીપી નોંધી લો

દમ આલુ અમૃતસરી સામગ્રી:
-500 ગ્રામ નાના બટાકા, -1 ચમચી જીરું, -1 ચપટી હિંગ, -2 ડુંગળી, -1 ચમચી આદુ-લસણ પેસ્ટ, -1 ચમચી લાલ મરચું પાઉડર, -1 ચમચી જીરું પાઉડર, -1 ચમચી ધાણા પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, -1 ચમચી ગરમ મસાલા પાઉડર, – મીઠું સ્વાદ અનુસાર, -1 ચમચી સરસીયાનું તેલ, -2 કપ પાણી, કોથમીર ગાર્નિશિંગ માટેદમ આલુ અમૃતસરી રીત: બટાકાને છોલી લો ત્યારબાદ તેને કાંટા ચમચીની મદદથી કાણા પાડો, પછી આ કાણા પડેલા બટાકાને 15 મિનિટ માટે મીઠાં વારા પાણીમાં મૂકી દો. ત્યારબાદ બટેકાને એક પૅનમાં તેલ મૂકી તેમાં ડિપ ફ્રાય કરો. હવે બટાકાને નીકાળીને પેપર પર મૂકો જેથી કરીને તેલ ચડી ન જાય અને ફરીથી એક પૅનમાં ઓછુ તેલ લઈને જીરું અને હિંગ નાખી વઘાર કરો. ત્યારબાદ સમારેલી ડુંગળી નાખી તેને ગોલ્ડન બ્રાઉન થવા દો. ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ નાખીને તેને 3 મિનિટ સુધી ફ્રાય થવા દો. તેમાં સમારેલા જીણા ટામેટાં,સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર નાખીને 5 મિનિટ સુધી હલાવતા રહો એ વાતનું ધ્યાન રહે કે પેનમાં નીચે બેચી ન જાય. જ્યારે ટામેટાં ગળી જાય ત્યારે તેમાં અડધા કપ જેટલું પાણી નાખી અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ફ્રાય કરેલા બટાકા નાખીને 5 મિનિટ સુધી ચડાવવા દો. જ્યારે બટાકામાં ગ્રેવી સારી રીતે સમાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને સમારેલી કોથમીર વડે તેના પર ડેકોરેશન કરો અને મહેમાનોને સર્વ કરો..મારી આ વાનગી તમને પસંદ આવી હશે એવી આશા રાખું છું તમારી મનપસંદ વાનગી મેળવવા ક્મેત બોક્સમાં કમેન્ટ કરોરીત – 2 સામગ્રી :૪૦૦ ગ્રામ નાના બટેટા (બેબી પોટેટો- બટેટી) (૧૨-૧૪ નંગ), ૧ નંગ આદુનો ટુકડો (૧ ઈંચનો ),૩-૪ નંગ ટમેટા (મધ્યમ કાળ –આકારના)૨ નંગ લીલા મરચા, ૨ ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ (બટેટા તળવા માટે), ૧/૨ નાની ચમચી જીરૂ, ૧/૨ નાની ચમચી હળદર પાઉડર, ૧ નાની ચમચી ધાણા પાઉડર, ૫૦ ગ્રામ ક્રીમ / મલાઈ (૧/૪ –કપ), ૨૫-૩૦ નંગ કાજૂ, ૫૦ ગ્રામ તાજું દહીં (૧/૪-કપ જો તમને પસંદ હોઈ તો જ), ૧/૪ નાની ચમચી મરચાનો પાઉડર, ૧/૪ ચમચી (થોડો ઓછો) ગરમ મસાલો, ૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલીમીઠું સ્વાદાનુસારરીત :બટેટા/ બટેટી ને ૧/૨ નાની ચમચી મીઠું પાણીમાં નાખી તેમાં બાફી લેવા. બટેટા બફાઈ ગયા બાદ, ઠંડા પડી ગયા બાદ, તેની છાલ ઉતારી લેવી. બટેટામાં કાંટા/ છરીની મદદથી નાના નાના કાણા પાડી આપવા.એક કડાઈમાં તેલ લેવું., બટેટાને આછા બ્રાઉન કલર આવે તેમ તળી લેવા અને તળેલા બટેટા અલગથી એક પ્લેટમાં રાખવા. જો તમે ઈચ્છો તો કાચા બટેટાની છાલ ઉતારી અને ઉપર તેલ લગાવી માઈક્રોવેવ ઓવનમાં પણ બાફી શકો છો.કાજૂને ૧/૨ કલાક એક વાસણમાં પાણી લઇ પલાળી રાખવા. ત્યારબાદ, મિક્સરમાં ટામેટા, લીલા મરચાં, આદું અને પલાળેલા કાજૂના પીસ કરી અને તેમાં નાખી અને બધાને બારીક પીસી લેવું.એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવું. ત્યારબાદ, સૌથી પહેલાં તેમાં જીરૂ નાખવું, ત્યારબાદ, હળદર પાઉડર, ધાણા પાઉડર અને ટામેટા કાજૂની પેસ્ટ અને ક્રીમ નાખવું. બધાજ મસાલાને ચમચાની મદદથી હલાવતાં રહેવું અને ગ્રેવી ને પાકવા દેવી.(જો તમે કાંદા – લસણનો વપરાશ કરવા માંગતા હો તો તેલ કડાઈમાં નાખ્યા બાદ, કાંદાને જીણા સમારી ને નાખવા અને તેને સંતાડવા આછા બ્રાઉન કાલર થઇ ગયા બાદ, લસણની પેસ્ટ નાખવી અને બાકીના મસાલા ઉપર દર્શાવ્યા મુજબ ક્રમ અનુસાર નાખવા)ઉપરોક્ત મસાલામાં લાલ મરચાનો પાઉડર અને મીઠું પણ નાખી દેવું.જ્યારે ગ્રેવીની સપાટી ઉપર મસાલામાંથી તેલ અલગ તરીને બહાર સપાટી ઉપર દેખાવા લાગે, ત્યાર બાદ, દહીંને મિક્સીમાં એક વખત ફેરવી એક રસ બનાવી અને ધીરે ધીરે કડાઈમાં નાખતા જવું અને ચમચાની મદદથી ઉફાળો ના આવે ત્યાં સુધી હલાવતાં જવું જેથી દહીંના ફોદા થઇ ના જાઈ. દમ આલુ ની ગ્રીવી જેટલી તમે ઘટ કે પતલી રાખવા માંગતા હોય, તેમ તેમાં પાણી અંદર ઉમેરી કે ઘટાડી શકાય છે.ઉફાળો હવે આવે ત્યાં સુધી ચમચાની મદદથી મિક્સ કરતાં રહેવું અને ગ્રેવી ને પાકવા દેવી. ત્યારબાદ ગરમ મસાલો પણ અંદર નાખી અને મિક્સ કરી આપવો. હવે ગ્રેવીમાં બટેટા/બટેટી નાખી અને ૨ – મિનિટ સુધી તેને અંદર પાકવા દેવા. જેથી બટેટી ની અંદર બધો જ મસાલો ચડી જાય /આવી શકે. ત્યારબાદ, ગેસ નો તાપ બંધ કરી આપવો. અને લીલી કોથમીર ૧/૨ ભાગની અંદર છાંટી દેવી. દમ આલુ તૈયાર છે.તૈયાર દમ આલુ કાચના વાસણમાં કાઢી તેની ઉપર બાકીની લીલી કોથમીર છાંટવી અને સજાવટ કરવી.દમ આલુ, નાન, પરાઠા, રોટલી અને ભાત કોઈપણ સાથે પીરસવા અને ખાઈ શકાય અને પીરશો.

Related Articles

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles