શરદીને કારણે ગળામાં ખારાશ, ઇન્ફેકશન હોય ત્યારે રામબાણ દાદીમાનો કારગર નુસખો

0
398

દાદીમાનો કારગર નુસખો… તાવ આવ્યા પછી મોં સાવ ફિક્કું થઈ જાય છે. તો ક્યારેય પેટમાં ગેસ હોય કે અપચો હોય કે શિયાળામાં શરદીને કારણે ગળામાં ખારાશ હોય ત્યારે રામબાણ નુસખો લીંબુનો રસ છે. જોકે, આ લીંબુ રસ થોડો અલગ છે. તાજા મોટાં લીંબુને વચ્ચેથી કાપીને તેમાંથી બધા જ બીયાં કાઢી નાખો. ત્યારબાદ એક ભાગમાં મરી અને સિંધવ અથવા સંકળ નાખીને ચીપિયાની મદદથી સીધું પકડીને ગેસની ધીમી આંચ પર ગરમ કરો. પાંચેક મિનિટ ગરમ કર્યાં બાદ લીંબુને ઠંડું થવા દો. પછી તરત જ લીંબુનો રસ પોતાના મોંમાં નાખો. ધ્યાન રાખો કે લીંબુનો રસ પીધા બાદ અડધો કલાક સુધી કંઈ જ ખાવાનું કે પીવાનું નથી. માત્ર એક જ વારમાં આ નુસખાનું સચોટ પરિણામ મળે છે. લીંબુના બીજા ભાગમાં ખાંડ નાખીને તેને ગેસ પર ગરમ કરવામાં આવે તો મોંનો સ્વાદ એકદમ બદલાઈ જશે.

જેઠીમધ: જેઠીમધનો ટુકડો કે જેઠીમધનો શીરો પણ મોંમાં મૂકીને ચગળવાથી અવાજ ખુલે છે. અવાજની ગુણવત્તા સુધરે છે. 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ અને ચપટી મીઠું અને તમને જરૂર લાગે તો થોડી ખાંડ નાખીને પીવો. તેનાથી ગળાને ખારાશથી આરામ મળશે.

ધૃતપાન: જમ્યાના છેલ્લા કોળિયામાં, ગરમ ભાતમાં ગાયનું ઘી નાખીને ખાવાથી અથવા ગરમ દૂધ સાથે ચોખ્ખું ઘી એકથી બે ચમચી પી જવાથી વાયુની આક્રમકતા ઘટતાં અવાજ ખુલી જાય છે. કોગળા: ગરમ પાણીમાં નમક નાખીને દિવસમાં 3થી ૪ વાર કોગળા કરવાથી સ્થાનિક બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શન દૂર થાય છે. અને સોજો ઉતરતાં અવાજ ખુલી જાય છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી સાકર અને અડધી ચમચી ગાયનું ઘી નાખીને ચાની જેમ ઘૂંટડે ઘૂંટડે, દિવસમાં ચાર વાર પીવાથી થ્રોટ ઇન્ફેક્શનમાં તાત્કાલિક રાહત થાય છે

તમારું ગળું બળતું હોય ત્યારે તમામ પત્રના પાન પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે. તેમજ મધ સાથે પાણી મેળવીને કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે

શરદીને કારણે ગળામાં ખારાશ હોય ત્યારે રામબાણ દાદીમાનો કારગર નુસખો જો તમે પણ આ નુસખો ક્યારેય અજમાવ્યો હોય તો તમારો અનુભવ અમારી સાથે જરૂર શૅર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here