હેલ્થ ટિપ્સ :જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી , લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુઃખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે . ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે . કડવા લીમ્ડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે .
તુલસીના બીજનો ઉકાળો બનાવીને – યોગ્ય માત્રામાં પીવાથી માસિક નિયમીત આવે છે . ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી . અજમો અને લસણને સરસવના તેલમાં પકાવી , તે તેલની માલિશ કરવાથી શરીરના દુઃખાવા મટે છે .
દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ્ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા . આ પ્રયોગથી વાળની જ અને લીખ જૂ મરી જાય છે . આંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે .
આયુર્વેદીક ધરાવતું કુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે . કાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે . ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે
પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો , રોજ નારંગીનો રસ પીઓ . લીંબુના શરબતમાં થોડું ગ્લુકોસ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બી.પી.માં તરત રાહત રહેશે . પાતળા થવાના અભરખામાં ચોક્કસ ભોજનનો ત્યાગ નુકશાનકારક સિદ્ધ થશે . ઠંડીથી બચવા પાણીમાં ખાંડેલી વરિયાળી , એલચી , લવિંગ , મરી , આ સૂંઠ સરખે ભાગે નાખી ઉકાળો . અડધો રહે ગાળી પીઓ .
એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે . અતિસારમાં [ ઝાડા થયા હોય ] એક વાડકા દહીંમાં મેથીના દાણાનો પાઉડર મેળવી ખાઈ જાવ .
જરૂર પૂરતાં તેજપત્રને પીસી કપાળ પર લેપ કરવાથી માથાનો દુઃખાવો મટે છે . કાળા તલ , સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે . ભેંસના દૂધમાં સાકર્ અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિંદ્રામાં લાભ થાય છે . સૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે .
વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે એમાઁ – મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે . નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે .
આ પણ વાંચો :
વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા વાંચવા અહી ક્લિક કરો
આપણા પૂર્વજો(દાદા-દાદી) વાપરતા આ ઇલાજ જે આપણે ભુલી જ ગયા વાંચવા અહી ક્લિક કરો
➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો
કફવાળી ઉધરસ આવે છે તો સીરપ લેવાને બદલે અપનાવો આ દાદીમાના નુશખા વાંચવા અહી ક્લિક કરોઅેસીડીટી અને ગેસની સમસ્યાથી પરેશાન છો તો આ રહ્યા દાદીમાના 11 નુસખા વાંચવા અહી ક્લિક કરો
સાંધાઓને જકડી દેતો રોગ અામવત માટેના દાદીમાના 12 નુસખા વાંચવા અહી ક્લિક કરો
ઉલટી મટાડવા માટે દાદીમાના 31 નુસખા વાંચવા અહી ક્લિક કરો
વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો
નાની-નાની સમસ્યાઓને છુમંતર કરી દેતા કેટલાક દાદીમાંના જુનવાણી નુસખા અેકવાર અચુક વાંચો અને શેર કરો વાંચવા અહી ક્લિક કરો➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો