દાબેલી અને વડાપાઉં બનાવવાની રીત

0
5681

એકદમ સરળ રીતથી વડાપાઉં બનાવવા માટેની રીત જાણવા પૂરી રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો વડાપાઉં બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ વાટકી ચણા નો લોટ, ૧ ચપટી અજમો, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચપટી સોડા ,૨ નંગ મોટા બટાકા બાફીને છૂંદો કરેલા, ૧ ચમચી મરચું પાઉડર, ૧/૨ ચમચી હળદર, લસણની ડ્રાય ચટણી, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી કોથમીર, ૨ નંગ લીલાં મરચા, તેલ તળવા માટે, ૪ નંગ પાઉં

આવી જ અવનવી વાનગીની રેસીપી મેળવવા અહી ક્લિક કરો

વડાપાઉં બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક કુકરમાં બટાટા બાફી લેવા ત્યાર બાદ બાફેલા બટેટાનો છૂંદો કરી લેવો હવે એમાં મીઠું મરચું પાઉડર ગરમ મસાલો અને કોથમીર અને મરચા ઉમેરો અને મધ્યમ સાઇઝ ના ગોળ વાળી લો(તમે બટાટાના ભજીયા બનાવો છે એ રીતે). હવે ચણા ના લોટ માં મીઠું, અજમો તથા સોડા ઉમેરીને ખીરું તૈયાર કરો. હેવ એક કડાઈમાં તેલ લઈ ગેસ ઓન કરી તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે બટાકા ના ગોળા ખીરા માં ઉમેરી તળી લો આ રીતે વડા તૈયાર કરી એક બાજુ પર મૂકો. હવે પાઉંમાં વચ્ચે માં કટ મૂકી તેમાં લસણ ની ડ્રાય ચટણી લગાવી વડું મૂકી વડાપાઉં અસેમ્બલ કરો અને શેકીલેવું અને ગરમ ગરમ વડાપાઉં પીરસો. ચોમાસાની સિઝનમાં વડાપાઉં ખાવાની ખુબ મજા આવે છે

આવી જ અવનવી વાનગીની રેસીપી મેળવવા અહી ક્લિક કરો

સાંજે ૪ ૫ વાગે ભૂખ લાગે ત્યારે નાસ્તા માં બનાવો ઝટપટ બની જાય એવી ડીસ કચ્છી દાબેલીઆ દાબેલી બનાવવા જરૂરી સામગ્રી: ૫ નંગ બટાકા, ૬ નંગ દાબેલી બન, દાબેલી મસાલો બનાવવા માટે, ૧/૨ કપ આખાં ધાણા, ૧ +૧/૨ ટીસ્પૂન વરિયાળી, ૧ ટીસ્પૂન કાળા મરી, ૨ ટીસ્પૂન જીરુ, ૪ નંગ કાશ્મીર લાલ મરચા, ૧ તજનો ટુકડો, ૪ લવિંગ, ૨ તજપત્ર, ૨ ટીસ્પૂન તલ, ૪ ટીસ્પૂન સુકાં કોપરાનું ખમણ, ૨ ટી ખાંડ, ૨ ટીસ્પૂન આમચૂર પાઉડર, ૧ ટીસ્પૂન મીઠું, ૧ ટીસ્પૂન આમચૂર પાઉડર, લીલી ચટણી માટે, ૧ કપ લીલા ધાણા, ૩ નંગ લીલાં મરચાં, ૧ ટુકડો આદુ, ૧/૨ ટીસ્પૂન મીઠું, ૩ કળી લસણ, ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ, ૧ કપ મસાલા શીંગ, ૧ કપ દાડમના દાણા, ૧ કપ નાયલોન સેવ, બટર

આવી જ અવનવી વાનગીની રેસીપી મેળવવા અહી ક્લિક કરો

દાબેલી બનાવવાની રીત: સૌથી પહેલાં બટાકા ધોઈ લો અને બાફી ને ઠંડાં પડે છીણી લો, દાબેલી મસાલો બનાવવા માટે બધી સામગ્રી ને કઢાઈમાં શેકી લો અને ઠંડુ પડે એટલે ચટણી બાઉલમાં વાટી લો, લીલી ચટણી માટે પણ ધાણા ધોઇ ચટણી બાઉલમાં મરચાં, મીઠું, લીંબુનો રસ, ખાંડ, આદુ, લસણ નાખી વાટી લો, એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ચાર ચમચી દાબેલી મસાલો ઉમેરો અને થોડું પાણી નાખી બટાકા નો માવો ઉમેરો બધું બરાબર મિક્ષ કરી લો પછી એક થાળી માં કાઢી તેની ઉપર મસાલા શીંગ, દાડમના દાણા પાથરો. બન ને વચ્ચે થી કાપી લીલી ચટણી લગાવો તથા ગળી ચટણી લગાવો અને દાબેલી મસાલો ભરી દાડમના દાણા, મસાલા શીંગ લગાવો લોઢી પર બટર લગાવી શેકી લો અને ચારે બાજુ નાયલોન સેવ ચોંટાડી દો અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

આવી જ અવનવી વાનગીની રેસીપી મેળવવા અહી ક્લિક કરો

જમ્યા પછી તુરંત બ્લડ શુગર વધી જાય છે? નિયમિતપણે બદામનું સેવન કરો | dayabitis mate na upay

જો તમને પાલક નથી ભાવતું તો આ રીતે તેના સમોસા બનાવીને ખાવ

ટામેટા અને હળદરને ચહેરા પર લગાવો, તમને થશે આ 5 ફાયદા

લીંબુની છાલને નકામી ન સમજો, તેને ફેંકવાને બદલે તેનો આ રીતે ઉપયોગ કરો

વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati

લંચ બોક્સ માં બાળકો માટે બનાવો ગાર્લિક ચીઝ બ્રેડ સ્ટીક આ રહી આસાન રેસીપી

કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની વાનગી છે ઘરમાં નાના-મોટા બધાને ભાવશે

ખાલી પેટે ગોળ અને જીરાનું પાણી પીવો, થશે 5 ચમત્કારી ફાયદા

નાળિયેર પાણીમાં છે અનેક ગુણ જે ચોકલેટ ખાતાં બાળકોના દાંત માટે પણ ફાયદાકારક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here