હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શ્યિમની જરૂર હોય છે. જો તમારા હાડકા કમજોર હશે તો તેમા ફ્રેક્ચર થવાનો ડર પણ ખૂબ રહે છે. કોઇ દુર્ઘટનામાં થોડૂક પણ ફ્રેકચર થવા પર લોકો ડોકટરની મદદ લે છે પરંતુ આજે અમે તમને એક એવા છોડ અંગે જણાવવા જઇ રહ્યા છીએ, જે તૂટેલા હાડકાને જોડવામાં મદદ કરે છે. જી, હા પહેલાના સમયમાં લોકો આ છોડની મદદથી હાડકાને જોડતા હતા. તેનાથી સિંગલ હાડકામાં પડેલી તિરાડને સારી કરી શકાય છે. નાના બાળકોના હાડકાને જોડવા માટે આ છોડ બેસ્ટ ઉપાય છે. હડઝોડના છોડમાં કુદરતી કેલ્શ્યિમ રહેલું છે જે હાડકાને જોડવામાં મદદ કરે છે. તે સિવાય તેમાં એન્ટીઇંફ્લેમટરીના ગુણ હોય છે. જે હાથ- પગના સોજા અને દુખાવાને ઓછા કરે છે. આવો જોઇએ ફ્રેકચર થવા પર કેવી રીતે હડઝોડના ઉપયોગ કરી શકાય છે.
આ રીતે કરો તેનો ઉપયોગ હડઝોડ છોડના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવી લો અને તેને સમાન પ્રમાણમાં અડદની દાળ મિક્સ કરીને તેની ભીની પેસ્ટ તૈયાર કરી લો. ફ્રેકચર થયેલા હાડકાને જોડવા માટે વાંસના લાકડાની મદદથી હાડકાને સીધું કરો. હવે પેસ્ટને કોટનાના કપડા પર લગાવી તેને જ્યાં ઇજા થઇ હોય ત્યાં બાંધી દો અને વાંસના લાકડાને દેશી ઘાસખી બાંધી દો. દર ત્રીજા દિવસે તેના લેપને બદલી લો.
આ વસ્તુનું કરો સેવનફ્રેકચર પર પટ્ટી બાંધ્યા સિવાય તમે હડઝોડના પાનસ ઘઉંનો શકેલો લોટ અને અર્જુન વૃક્ષની છાલને બરાબર પ્રમાણમાં લઇને પીસીને પાઉડર બનાવી લો. જો તમારું વજન 60 કિલો છે તો 6 ગ્રામ ચૂરણને ઘીની સાથે મિકસ કરીને ખાઓ. તેનું સેવન કર્યા પછી હળદર વાળા દૂધમાં ખાંડ કે મધ ઉમેરીને પીઓ.
તે સિવાય જો તમેને ઉપર લખેલી વસ્તુઓ ન મળે તો હડઝોડના પાનનો રસ બે ચમચી લઇને તેમા એક ચમચી ઘી મિક્સ કરીને ખાઓ. તેનું સેવન કર્યા પછી 250 મિલી દૂધ પીઓ. આ વસ્તુઓનું સેવન ચાર અઠવાડિયા સુધી સેવન કરો.