WHOના પૂર્વ વૈજ્ઞાનિકનું રિસર્ચ કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા માટે કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, મોટા પ્રમાણમાં આ શાકભાજી આરોગતા દેશોમાં મૃત્યુ દર ઓછો થયો છે
- જે શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે તે શાકભાજી ઘણા પ્રકારની સુરક્ષા આપે છે
- સંશોધકોનો દાવો છે કે લીલાં શાકભાજીમાં સલ્ફોરાફેન હોય છે જે Nrf2ને એક્ટિવેટ કરે છે અને આ Nrf2 કોવિડ-19ની સામે સુરક્ષા આપે છે
કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું જોઈએ . એક ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ દર ઘટાડી શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના WHO ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ ચેરમેન ડો. જિયન બૂસ્કવેટે પોતાના રિસર્ચમાં કર્યો છે. સંશોધનકર્તા ડો. જિયનના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી થતાં મૃત્યુ દરનું પ્રમાણ તે દેશોમાં ઓછું છે જ્યાં શાકભાજી અને ફર્મેન્ટેડ ફૂડનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે.
એન્ટિઓક્સિડન્ટ મૃત્યુ દર ઘટાડી શકે છે શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાને કારણે તે ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું જોખમ ઘટાડે છે. નવા રિસર્ચમાં સંશોધનકર્તા ડો. બુસ્ક્વેટે દાવો કર્યો છે કે, બ્રોકલી, કોબી, ટામેટા, પાલક અને કાકડી વગેરેમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે. તેનું વધારે સેવન કરનારા ઘણા દેશોમાં કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઓછો રહ્યો છે.
કાકડી અને કોબી kobi And cucumber ખાવાથી મૃત્યુનું જોખમ 13.6% અને 15.7% ઘટાડી શકાય છે સંશોધકોની ટીમે દાવો કર્યો છે કે, માત્ર કોબી અને કાકડી ખાવાથી પણ કોવિડ-19થી થતાં મૃત્યુ દરને ઘટાડી શકાય છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડાયટમાં diet કોબીનું પ્રમાણ વધારીને 13.6 ટકા અને કાકડીનું પ્રમાણ વધારવાથી 15.7 ટકા સુધી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. મૃત્યુ દરને અટકાવવામાં ડાયટdiet પણ એક જરૂરી પરિબળ છે
ડો. બૂસ્ક્વેટ અને રિસર્ચ ટીમના who જણાવ્યા પ્રમાણે, કોરોનાથી થતા મૃત્યુને રોકવામાં ઘણા પરિબળો મહત્ત્વપૂર્ણ ભૂમિક ભજવે છે. કોરોનાની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી પરંતુ આ દેશમાં મૃત્યુ દર જુદાં જુદાં સ્થળોએ એકદમ અલગ હતો. બ્રોકલી, કોબી અને કાકડી જેવાં શાકભાજી ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ હોય છે અને તેથી આ શાકભાજીનું સેવન કરતા ઘણા દેશોમાં મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળ્યો છે