જયારે કુકિંગ ટીપ્સ ની વાત કરવામાં આવે ત્યારે બધા લોકો ચોક્કસ તે ટીપ્સને વાંચવાનું પસંદ કરે . કેમકે ીપ્સ દ્વારા લોકો સરળતાથી ઝટપટ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે .
ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે એક કુકરમાં ધોયેલા ટામેટાં અને મીઠું નાખી બાફવા મુકો . આ બફાયેલા ટમેટાનો મિક્સરમાં પીસી તેનું જ્યુસ બનાવી લો . હવે આ જ્યુસને આઈસ ટ્રે માં નાખી તે જામી જાય એટલે જ્યુસથી બનેલ આઈસ ટુકડાને કોઈ પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી ફ્રીઝરમાં રાખી મુકો . હવે આ જ્યુસનો ઉપયોગ તમારે જલ્દીથી સૂપ બનાવવું હોય ત્યારે કરી શકો છો . બાંધેલો લોટ થોડા સમય બાદ વાસી થઇ જાય છે . આના માટે એક સ્વચ્છ કપડામાં લોટને નાખી લપેટી તો . હવે આ લોટને કુકરમાં નાખી બે સીટી વગાડવી આમ કરવાથી લોટ વાસી નહિ એકદમ સ્વચ્છ થઈ જશે . આ લોટની તમે ગમે ત્યારે રોટલી બનાવી શકો છો .
કોઈપણ વાનગી બનાવતા સમયે તે જયારે બનતી હોય ત્યારે ખટાશ વાળી વસ્તુઓ ન નાખવી ખટાશ વારી વસ્તુ નાખવાથી ભોજન ને કુક થવામાં વધારે સમય લાગશે . તેથી જયારે એમ લાગે કે ભોજન કુક થવા લાગ્યું છે ત્યારે જ ખટાશ યુક્ત સામગ્રી તેમાં એડ કરવી .
પકોડા કે સમોસાને મુલાયમ બનાવવા માટે તેનું જે બટાટા વાળું મિશ્રણ હોય તેમાં ૨ ચમચી જેટલું ગરમ તેલ નાખી બાદમાં તળવું . આમ કરવાથી પકોડા / સમોસા સોફ્ટ બનશે . જો ભોજન બનાવતી વખતે તે બળી જાય તો તેમાં ૨ ચમચી જેટલું દહીં નાખવું . આનાથી બળી ગયાનો કડવો સ્વાદ ખાતી સમયે તમને નહિ આવે .
તમારા રસોઈડામાં હંમેશા ૫ થી ૭ બાફેલા બટાટા રાખો . આનાથી તમે જયારે ઈચ્છો ત્યારે બટાટા વાળી ફૂલકી વાનગી બનાવી શકો છો . ઘણીવાર ઉતાવળને ઉતાવળમાં વ્યંજન બનાવતી વખતે તેલ , માખણ કે ઘી વધારે પડી જાય છે .આમ થેપલા, પુડલા જેવી વાનગી બનાવતી વાગતે તેલથી બચવા આજનું આધુનિક નોનસ્ટીક પૈન નો ઉપયોગ કરવો. નોનસ્ટીકમાં આ તેલનો વપરાશ ઓછો થશે .
પનીર બિરયાની રેસીપી બનવવાની રીત | paneer biryani recipe : how to make restaurant style paneer biryani
આખા અઠવાડિયાનું મેનુ લીસ્ટ | ભોજન મેનુ લીસ્ટ | હોટલ મેનુ | dinner ideas for dinner for 1 week | all recipes for menu | dinner suggestions easy menu idea
મિત્રો કેવી લાગી તમને આ અમારી ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે, બાંધેલો લોટ થોડા સમય બાદ વાસી થઇ જાય છે, પકોડા કે સમોસાને મુલાયમ બનાવવા માટેની કિચન ટીપ્સ તમે જરૂર આ કિચન ટીપ્સ અજમાવજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ નવીન નવીન રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો