રક્ષાબંધનનો તહેવાર આવે એટલે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને મો મીઠું કરાવે એટલે ભાઈ બહેનને ભેટ આપે છે બહેનો દર વખત કરતા અલગ મીઠાઈ લેવાનું પસંદ કરે છે આ વખતે તમેં બહારથી મીઠાઈ લેવાનું વિચારી રહ્યા છો તો બજારમાં મળતા હળવા જેવો જ હળવો એટલે કે લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી નોંધી લો. માંગરોળનો લીલા નાળિયેરનો હલવો ખુબ પ્રખ્યાત છે
લીલા નાળિયેરનો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી:
-
1 લીલું નાળિયેર
-
150 ગ્રામ ઘી
-
1 ગ્લાસ દૂધ
-
8-10 કાજુ
-
8-10 બદામ
-
1 ટેબલ સ્પૂન કિસમિસ
-
1 ચમચી ખસખસ
-
1 ચમચી સૂંઠ પાવડર
-
1/2 ચમચી ઈલાયચી પાવડર
-
100 ગ્રામ માવો
-
1/4 ચમચી જાયફળ પાવડર
-
થોડોક ઓરેન્જ ફૂડ કલર
સૌપ્રથમ નાળિયેરને મિક્સરમાં ક્રશ કરી લેવાનું. હવે એક કડાઈમાં ઘી ગરમ કરવાનું પછી તેમાં નાળિયેરની છીણ નાખવાની અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું. હવે તેમાં માવો ઉમેરવાનો અને પાંચ મિનિટ મીડીયમ તાપે શેકવાનું. હવે તેમાં એક ગ્લાસ દૂધ નાખવાનું. દૂધ ચડી જાય એટલે તેમાં કલર નાખવાનો. પછી તેમાં ખાંડ ઉમેરવાની. પછી બરોબર હલાવી ને ડ્રાયફ્રુટ નાખવાનું કાજુ,બદામ,કિસમિસ, ખસખસ. પછી બરોબર ચલાવી લેવાનું. પછી તેમાં ઈલાયચી પાવડર જાયફળ પાવડર અને સૂંઠ પાવડર ઉમેરવાનું. ઘી નીકળે અને હલવો ઘાટ થાય એટલે નાળિયેરનો હલવો તૈયાર છે. હવે એક બાઉલમાં ઉતારી લેવાનું અને ઉપરથી કાજુ-બદામ અને ખસખસ થી ગાર્નીસ કરવું