સોજા, સંધીવા, સાયટીકા, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો માટે 100% અસરકારક ઉપચાર

0
334

અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુ્ર્ણને અજમોદાદી ચુર્ણ કહે છે. (આ ચુર્ણના બીજા પાઠમાં અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, સુવાદાણા, અને કાળાં મરી, દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો ૧૦ ભાગ અને સુંઠ ૧૦ ભાગ લેવામાં આવે છે. અને એનો ત્રીજો પાઠ આ મુજબ છેઃ અજમોદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફુલ આ ચાર સો સો ગ્રામ) અડધીથી એક ચમચી આ ચુર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સંધીવા, સાયટીકા-રાંઝણ, નીતંબ, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો વગેરે મટે છે. કંપવામાં પણ ખુબ જ ફાયદો થાય છે.

સર્વ પ્રકારના વાયુના દર્દોનું આ ઉત્તમ ઔષધ છે. અજમોદ એ અજમાને મળતું ઔષધ છે. એ દીપન, પાચન, વાતકફનાશક, શુલનું શમન કરનાર, કૃમીઘ્ન, વાયુનું અનુલોમન કરનાર, મુત્ર સાફ લાવનાર, ગર્ભાશય ઉત્તેજક, વાજીકર, ઉદરશુલ, વાયુ, આફરો, અગ્નીમાંદ્ય, કષ્ટાર્તવ વગેરે વાતકફથી થતા રોગોમાં ખુબ જ ઉપયોગી છે, કેમ કે એમાં નાખવામાં આવેલ બીજાં ઔષધો અજમોદના ગુણોમાં વૃદ્ધી કરે છે અને આમપાચક છે.

અડધી ચમચી જેટલું આ ચુર્ણ જો ગાયના દુધની બનાવેલ તાજી મોળી છાશમાં નાખી દીવસમાં ત્રણ વખત પીવામાં આવે તો પાતળા ઝાડા, સંગ્રહણી, આમયુક્ત ચીકણા ઝાડા અને જુનો મરડો મટે છે. આંતરડાં નબળા હોય અને આહારનું પાચન થયા વગર જ પાતળા ઝાડા થઈ જતા હોય તો આ ચુર્ણથી આરામ થાય છે. આ ચુર્ણ સારી ફાર્મસીનું લાવીને પણ વાપરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here