Home રેસીપી ચટપટી વાનગી ચાપડી શાક અને ઓરો અને રોટલા બનાવવાની રીત

ચાપડી શાક અને ઓરો અને રોટલા બનાવવાની રીત

0
10609

મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ કપ મેથી ની ભાજી, ૨ ચમચી તલ, ૧ કપ ચણા નો લોટ, ૧ ચમચી હળદર મરચું ધાણાજીરુ, ૧/૨ ચમચી સોડા, મીઠું સ્વાદ મુજબ,

શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

  •  ટામેટાં
  •  મોટું રિંગણુ
  •  બટાટુ
  • ૧ વાટકી વલોળ
  • ૧ નાની વાટકી વટાણા
  • ૧ નાની વાટકી તુવેરનાં દાણા
  • ૧ નાની વાટકી વાલ નાં દાણા
  • ૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી અજમો
  • રુટીન મસાલા
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાપડી માટે
  • ૨ વાટકી ભાખરી નો લોટ
  • ૧ વાટકી રવો
  • ૧ ચમચી જીરુ
  • ૨ ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચટણી માટે
  • ૨-૩ ચમચી લસણ ની ચટણી
  • ૧ ચમચી લાલ કશ્મીરી મરચાં નો પાઉડર
  • ૩ ચમચી તેલ
  • ૧ ગ્લાસ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર

સૈથી પહેલાં કડાઈમાં તેલ ગરમ કરવું તેમાં તલ નાંખી મેથી વઘારવી તેમાં મીઠું હળદર મરચું ઉમેરી ચણાનો લોટ ઉમેરવો ૨ મીનીટ હલાવો, પછી ઠંડુ થાય અેટલે સોડા ઉમેરી પાણી થી લોટ બાંધો.. ધીમી આચે તળી લો,, તેલ મુકો તેમા અજમો રાઇ જીરુ તલ ઉમેરી આદુ મરચાં ની પેસ્ટ સાંતળવી…. ટામેટાં ઉમેરવા.. તેની ઉપર બટાકા પછી રીંગણ અેની ઉપર વાલોળ… પછી દાણા ઉમેરવાં રુટીન મસાલા નાંખી મીઠું નાંખી સેજ પાણી ઉમેરી ૨ સીટી વગાડવી…કુકર થંડુ થાય અેટલે ઢાકણ ખોલી હલાવુ…ભાખરી ના લોટ માં રવો ઉમેરી મીઠું જીરુ મોણ ઉમેરી ચાપડી બનાવી.ધીમી આંચ પર ગુલાબી તળવી એક તપેલાં માં તેલ ગરમ કરવું તેમાં લસણ ની ચટણી વઘારવી હલાંવી મરચું ઉમેરી ૧મીનીટ સાંતળવુ. તેમાં પાણી ઉમેરી ધીમી આચે ગરમ કરવુ… તેમાં ઉંધીયુ નુ શાક ને મુઠીયાં ઉમેરવાં, એક બાઉલમાં ચાપડી ભાંગી ઉપર ઉંધીયુ રેડવું.. સર્વ કરવું

શિયાળાની ગુલાબી ઠંડીમાં રીંગણનો ઓરો બનાવવા જરૂરી સામગ્રી: રીંગણ: ૨ મોટા નંગ
  • ડુંગળી: 1/2 કપ, બારીક સમારેલી
  • ટામેટા: 2 કપ, બારીક સમારેલા
  • આદુ : 1 ચમચી પેસ્ટ
  • લસણ: 1 ચમચી પેસ્ટ
  • ચમચી તેલ:1
  • જીરું: 1 નાની-ચમચી
  • લાલ મરચું પાવડર: 1/2 નાની-ચમચી
  • ધાણાજીરું: 2 નાની-ચમચી
  • હળદળ: 1/2 નાની-ચમચી
  • કિચન કિંગ મસાલો : 1 નાની-ચમચી
  • કોથમીર: 1/2 કપ, સમારેલી
  • મીઠું: 2 નાની-ચમચી સ્વાદ પ્રમાણે
  • લીલી ડુંગળી
  • લીલા વટાણા

રીંગણ ને પાણી થી ધોઈ ને સાફ કપડા થી લુછી લો.રીંગણ ને ચપ્પુ થી આકા પાળી તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો.રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર 3 થી 5 મીનીટ માટે સારી રીતે શેકી લો.શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. રીંગણ ને હવે એક પાણી ભરેલી તપેલી માં ઠંડુ થવા મુકો.ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની પરત છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી નાના ટુકડા કરી લો.

કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં રાઈ જીરું અને હિંગ નાખો.બારીક સમારેલી ડુંગળી, આદુ, લીલા વટાણા અને લસણ તેલ માં નાખી સાંતળોહવે કાપેલા ટામેટા નાખી ૪ થી ૫ મિનીટ માટે ટામેટા નરમ પડે ત્યાં સુધી થવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરો.રીંગણ ના ઓરા માં મસાલા નાખી લો: લાલ મરચું, થોડી હળદળ, ધનાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો અને 2 મિનીટ માટે મસાલા ટામેટા પ્યાજ ની ગ્રેવી માં મિક્ષ થવા ડો.ટામેટા ડુંગળી ની ગ્રેવી તૈયાર છે. હવે શેકેલા રીંગણ ગ્રેવી માં મિક્ષ કરી લો અને 3 થી ૪ મિનીટ માટે પાકવા ડો.રીંગણ નો ઓરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here