ચાઇનિઝ સિઝલર જેવી ચટાકેદાર વાનગી ખાવાની મળી જાય તો જલસા પડી જાય કેમ શું કેવું તમારું તો થઇ જાવ તૈયાર ચટપટી વાનગી ચાઇનિઝ સિઝલર બનાવવા
ચાઇનિઝ સિઝલર માટે જરૂરી સામગ્રી
-50 ગ્રામ બાફેલા નૂડલ્સ
-4 ટેબલસ્પૂન તેલ
-4 ડુંગળી ઝીણી સમારેલી
-5થી 6 કળી લસણ
-1 ચમચી સોયા સોસ
-1 ઇંચ આદુંનો ટુકડો
-5થી 6 બેબી કોર્ન ઊભા સમારેલા
-50 ગ્રામ પનીર
-6થી 8 બ્રોકલી
-1 ટીસ્પૂન કોર્નફ્લાવર
-2 ચમચી મધ
-1 ટીસ્પૂન વિનેગર
-3થી 4 કોબીજનાં પાન
-1 કેપ્સિકમ મરચું ઝીણું સમારેલું
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરીને તેમાં લાંબી કાપેલી ડુંગળી, લસણ નાખીને શેકી લો. હવે તેમાં ઉકાળેલા નૂડલ્સ નાખીને તેમાં મીઠું, થોડો સોયા સોસ, 2-3 ચમચી પાણી અને એક ચપટી ક્રશ કરેલાં મરીનો પાઉડર નાખો. આ બધો જ મસાલો અને નૂડલ્સ વ્યવસ્થિત રીતે હલાવી લેવા. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી રાખવું. હવે એક ચોપરમાં આદું નાખીને તેમાં થોડી ડુગંળી નાખો અને તેને ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરીને આ આદું તથા ડુંગળીની પેસ્ટ નાખીને તેને સાંતળો. તે સંતળાઈ જાય એટલે તેમાં બેબી કોર્ન નાખીને 3-4 મિનિટ સુધી ધીમી આંચે બેબી કોર્ન તળી લેવા. લીલી ડુંગળીની સીઝન હોય તો તે પણ ઝીણી સમારીને સાંતળી શકાય. હવે પનીરના 2 ટુકડા કરીને તેને એક પેનમાં તેલ મૂકીને સોનેરી થાય ત્યાં સુધી તળવા. પછી તેને એક પ્લેટમાં કાઢીને મૂકી દેવા. હવે એ જ પેનમાં જે તેલ રહ્યું હોય તેમાં અડધો કપ પાણી, બ્રોકલીનાં ફૂલ, મીઠું, પીસેલું લાલ મરચું નાખીને બ્રોકલીના ફૂલને ચઢવા દેવા. પાણીમાં 2 ચમચી કોર્ન સ્ટાર્ચ નાખીને મિક્સ કરી લો. હવે નાની ચમચી સોયા સોસ પેનમાં નાખીને તેમાં કોર્નસ્ટાર્ચવાળું પાણી મિક્સ કરેલું છે તે પણ ઉમેરી લો. થોડી વાર બાદ તેમાં મધ અને સરકો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. હવે સર્વ કરવા માટે ગરમ સિઝલર પ્લેટને લાકડીના બેઝ પર મૂકીને તેના પર કોબીનાં પાંદડાં મૂકો. ત્યારબાદ તેમાં એકદમ વચ્ચે નૂડલ્સ મૂકવા. તેની બાજુમાં તળેલાં શાકભાજી અને તેની પર પનીર ગોઠવવું. બીજી તરફ બ્રોકલીનાં ફૂલ ગોઠવીને સર્વ કરવું.
આવીજ અવનવી અને ચટપટી વાનગી મેળવવા અમારું ફેસબુક પેઝ like અને share કરજો