બાળરોગો
- ખજુરની એક પેશી ચોખાના ઓસામણ મેળવી ખુબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે.
- પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે.
- બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
- તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકાના સ્નાયુઓ અને હાડકા મજબુત બને છે અને બાળક જલ્દી ચાલતા શીખે છે.
- ટમેટાનો એક ચમચી રસ, દૂધ પીવડાવતા પહેલા પાવાથી બાળકોને થતી દૂધની ઉલ્ટી મટે છે.
- હળદર નાંખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાંખીને પાવાથી બાળકોની શરદી કફ અને સસણી મટે છે.
- ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે.
- નાગરવેલના પાનને દીવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકની છાતી પર મુકી ગરમ કરી નાના બાળકની છાતી પર મુકી ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છુટો પડી જાય છે.
- છાસમાં વાવડીંગનું ચુર્ણ પાવાથી નાના બાળકોના કરમ મટે છે.
- બાળકોનાં પેટમાં કરમ થતા હોય તો કાચા ગાજર ખાવાથી કરમ મટી જાય છે.
- ગ્લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નીચોવી બબ્બે ચમચી દિવસમાં ચાર વખત પાવાથી બાળકના શરૂઆતનાં દાંત ખુબ જે સરળતાથી આવે અને ઝાડા થતા નથી.
- દાંત આવે ત્યારે પાણી જેવા જાડા થતા હોય તો મકાઈના ડોડામાંથી દાણા કાઢી લીધા પછીના મકાઈના ડોડાને બાળીને તેની ભુકી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાસમાં પાવાથી ઝાડા બંધ થાય છે.
- દાંત આવે ત્યારે આંખ હોય તો ફુલાવેલી ફટકડી ગુલબાજળમાં મેળવી આંખોમાં ટીપા નાખવા તથા ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે.
- તાજણીયાનો રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી કબજીયાત મટે છે.
બાળકને થતા રોગોનો ઘરે આ રીતે કરો ઈલાજ જલદી સાજા થઈ જાશે