બાળકને શરદી, કફ, ઉધરસ, કબજિયાત દુર કરવાના ઘરગથ્થુ ઉપચાર

નાના બાળકની દેખભાળ કરવાના ઘરગથ્થુ ઉપચાર નવજાત શિશુ તેમજ નાના બાળકમાં રોગ ‘ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે , તેથી સામાન્ય બીમારીનો પણ તે જલદી ભોગ બને છે . તેના જન્મ પછીની દરેક ઋતુ તેના માટે પહેલી હોય છે , અને તેની અસર પણ તેને થતી જોવા મળે છે . નવજાત શિશુ તેમજ નાના બાળકની સામાન્ય બીમારીમાં ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ રાહત મેળવી શકાય છે . > શરીર પર નાની – નાની ફોલ્લીઓ ઉપસી આવે તો ચંદનનો લેપ લગાડવાથી ફાયદો થાય છે .

ઊધરસ આવતી હોય તો , એક ચમચી તુલસીનો રસ , એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ ભેળવી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવાથી લાભ થાય છે . છાતી માં કફ ભરાઇ ગયો હોય અને બાળક અંજીર ચુસી શકે તો ચુસવા આપવાથી કફ દૂર થાય છે . – હળદર ગોળ તથા ઘીનું મિશ્રણ ચટાડવાથી ખાંસીમાં રાહત મળે છે સરસવના તેલમાં અજમો ઉકાળવો અને તે તેલને ગાળી લેવું . સૂતી વખતે છાતી તથા ગરદન પર આ તેલનું માલિશ કરવાથી ઠંડીને કારણે થયેલી શરદી દૂર થાય છે . ગાય ઘી થી છાતીએ માલિશ કરવાથી રાહત થાય છે . નવજીત શિશુને મધ ચટાડવાથી શરીરમાં ગરમાવો રહેતા ઠંડી જલદી લાગતી નથી . દાડમના રસમાં તુલસીનો રસભેળવી ચટાડવાથી દાંત સુગમતાથી આવે છે .

તેમજ ઝાડા થતા નથી . પેટમાં ગેસ થયો હોય તો પેટ પર હીંગ અથવા અજમાનો લેપ કરવો . બાળકને ખૂબ તાવ આવતો હોય તો મીઠાવારા પોતા મુકી શકો છો બાળકને કબજિયાતની તકલીફ થતી હોય તો કાળી દ્રાક્ષને રાતના પાણીમાં પલાળી રાખવી અને સવારે ચોળી પાણી ગાળી આપવું . ઈ જાયફળને ઘસી ચટાડવાથી શરદીમાં રાહત થાય છે . મધ સાથે ફટકડીનો ભુક્કો ભેળવી પેઢા પર લગાડવાથી દાંત કરુ રહિત કુટે છે . – મીનાક્ષી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles