ઓટ્સ ચીક્કી બનાવવા માટે જરૂરી સામગ્રી:
-
૧ કપ રોલ્ડ ઓટ્સ
-
૧ કપ ચોપ્ડ ડ્રાય ફ્રૂટ
-
૧ ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ
-
૧ ટેબલસ્પૂન ડ્રાય બ્લૂબેરી
-
૧ ટેબલસ્પૂનડ્રાય ક્રેનબેરી
-
૨ ટેબલસ્પૂન ઘી
-
૧ કપ ગોળ
-
૧/૪કપ સમારેલી ખજૂર
સૌપ્રથમ એક પેન માં ઓટ્સ લો અને તેને ધીમા તાપે શેકી લો. શેકાઈ જાય એટલે એક બાઉલ મા કાઢી લો. હવે પેન મા ૧ ટેબલસ્પૂન ઘી લઈ એમા સમારેલા ડ્રાયફ્રૂટ શેકી લો. શેકાઈ જાય એટલે તેને ઓટ્સ મા ઉમેરી દો. હવે તેમા ખજૂર, દ્રાક્ષ, બ્લૂબેરી અને ક્રેનબેરી ઉમેરો અને બધુ બરાબર મીક્સ કરી લો. હવે એક પેન મા ઘી લો અને તેમા ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય ત્યા સુધી સતત હલાવતા રહો. ગોળ નો કલર બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમા ઓટ્સ નુ મીશ્રણ ઉમેરી ને બરાબર મીક્સ કરી લો અને ગ્રીઝ કરેલી ટ્રે મા પાથરી દો. ઠંડુ થઇ જાય એટલે ચોરસ ટુકડા કરી ને સર્વ કરો.
રાજગરા ની ચીકી બનાવવા માટે જરૂરી સામગ્રી:
-
૧ કપ આખો રાજગરો
-
૧ કપ ગોળ
-
૧ ચમચી ઘી
રાજગરા ની ચીકી બનાવવાની રીત: સૌપ્રથમ રાજગરાને ગરમ પેનમાં બે ચમચી રાજગરાનેસાફ કપડાંની મદદથી દબાવીને ફોડી ધાણી તૈયાર કરી લો.આ રીતે રીપીટ કરી બધી ધાણી ફોડી તૈયાર કરી લો.(પેન ગરમ થાય પછી જ રાજગરાની ધાણીને ફોડવાની છે.) હવે એજ પેનમાં ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી ગોળનો પાયો તૈયાર કરો.(ગોળ ના પાયા ને ચેક કરવા માટે ઠંડા પાણી માં ગોળ નું એક ટપકું એડ કરો.ગોળ કડક થઇ ગયો હોય તો પાયો તૈયાર છે.)હવે તેમા રાજગરાની ધાણી એડ કરી બરાબર મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો. થોડું ઠંડું પડે એટલે ચાકુની મદદથી તેના કાપા પાડી લો. એકદમ ઠરી જાય એટલે તેના ટુકડા કરી ડબ્બામાં ભરી લો.
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી:
-
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી માટે ના ઘટકો:
-
1 1/2 કપ સૂકા નારિયળ ની પાતળી સ્લાઈસ
-
150 ગ્રામ કોલ્હાપુરી ગોળ (સમારેલો)
-
1/4 કપ બદામ ની કતરણ
-
2 tbsp પિસ્તા ની કતરણ
-
2 tbsp પંપકીન સીડ્સ
-
1 tsp ઘી
-
1/8 tsp બેકિંગ સોડા
-
1/4 tsp ઇલાયચી પાઉડર
-
➡️ ગાર્નિશિંગ માટે
-
1 tsp પિસ્તા ની કતરણ
-
1 tsp બદામ ની કતરણ
-
કેસર ના તાંતણા જરૂર મુજબ
-
➡️ ડેસિકેટેડ કોકોનટ ચીક્કી માટે ના ઘટકો:
-
150 ગ્રામ કોલ્હાપુરી ગોળ (સમારેલો)
-
1 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ
-
1/4 કપ સૂકા નારિયળ ની છીણ
-
1 tsp ઘી
-
1/8 tsp બેકિંગ સોડા
-
1/4 tsp ઇલાયચી પાઉડર
-
➡️ ગાર્નિશિંગ માટે
-
1 tsp સૂકા નારિયળ ની છીણ
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી બનાવવા માટે: સૌ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે ના ઘટકો તૈયાર કરો અને એક લંબચોરસ મોલ્ડ માં અલ્યુમિનમ ફોઈલ લગાવી ને ઘી થી ગ્રીઝ કરી તૈયાર રાખો. હવે એક પેન ગરમ કરી તેમાં સૂકા નારિયળ ની પાતળી સ્લાઈસ ને સ્લો ફ્લેમ પર આછો ગુલાબી રંગ આવે ત્યાં સુધી રોસ્ટ કરો (આશરે 7-8 મિનિટ). ત્યારબાદ તેને એક ડીશ માં કાઢી લો. હવે બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને પંપકીન સીડ્સ ને પેન માં લઇ 2-3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને એક ડીશ માં કાઢી લો. હવે ગોળ નો પાયો તૈયાર કરવા માટે પેન ગરમ કરી તેમાં કોલ્હાપુરી ગોળ નાખો. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો. ગોળ ઓગળે એટલે તેમાં ઘી નાખી સતત હલાવતા જાઓ. (ઘી નાખવાથી ચીક્કી માં ચમક આવે છે). ડાર્ક બ્રાઉન કલર થાય એટલે ગેસ સ્લો ફ્લેમ પર કરો. હવે આ ગોળ ના પાયા ના 2-3 ટીપા પાણી ભરેલી વાટકી માં નાખો અને 1-2 સેકેન્ડ પછી દાંત વચ્ચે મૂકી ચેક કરો. જો ગોળ દાંત માં ચોંટે નહિ અને તરત તૂટી જાય તો ગોળ નો પાયો તૈયાર છે. હવે પાયા માં બેકિંગ સોડા નાખો અને 4-5 સેકેન્ડ માટે હલાવો. (બેકિંગ સોડા થી ચીક્કી ખૂબ જ ક્રિસ્પી બને છે) ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલી નારિયળ ની સ્લાઈસ, રોસ્ટ કરેલા બદામ-પિસ્તા અને પંપકીન સીડ્સ તથા એલથી પાઉડર ઉમેરો અને મિક્સ કરો. હવે ગેસ બંધ કરી તરત ઘી થી ગ્રીઝ કરેલા મોલ્ડ માં કાઢી લો અને એકસરખું પાથરી લો અને લેવલ કરી દો. ત્યારબાદ ઉપર બદામ-પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરો. હવે અલ્યુમિનમ ફોઈલ ને મોલ્ડ માંથી કાઢી પાટલા અથવા કિચન ના પ્લેટફોર્મ ઉપર ઘી થી ગ્રીઝ કરેલા વેલણ થી ચીક્કી ને પાતળી વણી લો. હવે પિઝા કટર થી ચીક્કી માં જોઈતી સાઈઝ અને આકાર પ્રમાણે કાપ મુકો અને 30 મિનિટ માટે ઠંડી થવા દો. ત્યારબાદ ચીક્કી ના કટકા કરી લો. કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી તૈયાર છે. ડેસિકેટેડ કોકોનટ ચીક્કી બનાવવા માટે:
સૌ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે ના ઘટકો તૈયાર કરો અને એક લંબચોરસ મોલ્ડ માં અલ્યુમિનમ ફોઈલ લગાવી ને ઘી થી ગ્રીઝ કરી તૈયાર રાખો. હવે ગોળ નો પાયો તૈયાર કરવા માટે પેન ગરમ કરી તેમાં કોલ્હાપુરી ગોળ નાખો. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો. ગોળ ઓગળે એટલે તેમાં ઘી નાખી સતત હલાવતા જાઓ. (ઘી નાખવાથી ચીક્કી માં ચમક આવે છે). ડાર્ક બ્રાઉન કલર થાય એટલે ગેસ સ્લો ફ્લેમ પર કરો. હવે આ ગોળ ના પાયા ના 2-3 ટીપા પાણી ભરેલી વાટકી માં નાખો અને 1-2 સેકેન્ડ પછી દાંત વચ્ચે મૂકી ચેક કરો. જો ગોળ દાંત માં ચોંટે નહિ અને તરત તૂટી જાય તો ગોળ નો પાયો તૈયાર છે. હવે પાયા માં બેકિંગ સોડા નાખો અને 4-5 સેકેન્ડ માટે હલાવો (બેકિંગ સોડા થી ચીક્કી ખૂબ જ ક્રિસ્પી બને છે). ત્યારબાદ તેમાં ડેસિકેટેડ કોકોનટ નાખી મિક્સ કરો. હવે તેમાં સૂકા નારિયળ નું છીણ અને ઇલાયચી પાઉડર ઉમેરી ફરી મિક્સ કરો. હવે ગેસ બંધ કરી તરત ઘી થી ગ્રીઝ કરેલા મોલ્ડ માં કાઢી લો અને એકસરખું પાથરી લો અને લેવલ કરી દો. ત્યારબાદ ઉપર સૂકા નારિયળ ની છીણ થી ગાર્નિશ કરો.હવે અલ્યુમિનમ ફોઈલ ને મોલ્ડ માંથી કાઢી પાટલા અથવા કિચન ના પ્લેટફોર્મ ઉપર ઘી થી ગ્રીઝ કરેલા વેલણ થી ચીક્કી ને પાતળી વણી લો. હવે પિઝા કટર થી ચીક્કી માં જોઈતી સાઈઝ અને આકાર પ્રમાણે કાપ મુકો અને 30 મિનિટ માટે ઠંડી થવા દો. ત્યારબાદ ચીક્કી ના કટકા કરી લો. ડેસિકેટેડ કોકોનટ ચીક્કી તૈયાર છે.
તો તૈયાર છે બે અલગ પ્રકાર ની ક્રિસ્પી ચીક્કી. બંને ચીક્કી માં કોલ્હાપુરી ગોળ અને કોપરા નો વપરાશ કર્યો છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. એર ટાઈટ ડબ્બા માં સ્ટોર કરો.