માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત | chikki banavvani rit | winter recipe | dryfruit chikki

મગફળીની ચીકી બનાવવાની રીત | magafalini chiki banavvani rit

મગફળીની ચીકી બનવવા જરૂરી સામગ્રી – સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી સ્વાદ મુજબ. 

મગફળીની ચીકી બનાવવાની રીત –

સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખી ને સારી રીતે હલાવો અને ઈલાયચી નાખી નીચે ઉતારી લો(ઈલાયચી તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો). હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી.

અમારી આ વેબસાઈટ પણ તમે ફોલો કરો જેમાં તમને english language worldnewshost માં રેસીપી, હેલ્થ ટિપ્સ, કિચન ટિપ્સ અને તાજે તાજા સમાચાર મળી રહેશે

તલની ચીકી બનાવવાની રીત | tal chiki banavvani rit

તલની ચીકી: કાળા તલ અને સફેદ તલની ચીકી બનાવવા જરૂરી સામગ્રી: મોટા વાટકા સફેદ તલ, ૧ મોટો વાટકો કાળા તલ, મોટા વાટકા ગોળ, ૧ મોટો વાટકો ગોળ

કાળા તલ અને સફેદ તલની ચીકી બનાવવાની રીત: સૌ પ્રથમ આપડે સફેદ તલ ને આછા લોયા માં સેકી નાખશું ને સેકી ને બાર એક થાળી માં કાઢી લો હવે એક મોટું લોયુ લો ને એમાં ગોળ ની પાઈ બનાવો. પાક થઇ જય પછી તેમાં સેકેલા તલ નાખી બરાબર હલાવી લો નીચે પ્લેટફોર્મ પર તેલ વાળો કરી તેની પર આ પાઈ રેડી દો થોડા થોડા અંતરે ગોળ ગોળ પાથરી દો પછી એવી રીતે સફેદ તલ માટે પણ ગોળ ની પાઈ બનાવો ને ગરમ ગરમ નીચે પાથરી બતક નો સેપ આપી દો તલ ની પાઈ ગરમ હોય ત્યાં સુધી માં બધો સેપ્ આપી દેવો ઠરી ગયા પછી સપ્ નહી થાય તે ધ્યાન રાખવું હવે કાળા તલ ની ચીકી માટે ગોળ ની પી બનાવી લો પાઈ થઈ જાય પછી કાળા તલ નાખી દો પછી પાક થઇ જાય પછી નીચે પાથરી દો  વેલણ થી સરસ પાતળી રોટલી જેવું ગોળગોળ વણી લો તેલ વાળું વેલણ કરશો તો જલ્દી વનાશે  આવી રીતે સરસ સફેદ કાળા તલ ની ચીક્કી તૈયાર છે

ડ્રાયફ્રૂટ ચીકી બનાવવાની રીત | dryfruit chiki

ડ્રાયફ્રૂટ ચીકી: 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ બદામ, 250 ગ્રામ પિસ્તા, 250 ગ્રામ ખજુર, 100 ગ્રામ મગજતરી ના બી, 100 ગ્રામ pumpkin ના બીજ, 200 ગ્રામ અખરોટ, 1 ચમચી ઘી, 2 ચમચી મધ

ડ્રાયફ્રૂટ ચીકી બનાવવાની રીત:

સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકી નરમ ખજૂર ને શેકી લો. ખજૂર નરમ થઈ જાય ત્યારબાદ સમારેલા ડ્રાય ફ્રુટ નાખી દો. ત્યાર બાદ છેલ્લે તેમાં મધ નાખી થાળી પર ચીકી પાથરી દો. તૈયાર છે આપણી ડ્રાયફ્રુટ ચીકી

ટોપરાની ચીકી બનાવવાની રીત | toprani chikki bnavvani rit

ટોપરાની ચીકી બનાવવા જરૂરી સામગ્રી: 1/2 કપ ગોળ, 1 કપ જીણું ટોપરું

ટોપરાની ચીકી બનાવવાની રીત: 

સૌપ્રથમ ગેસ પર લોયા મા ગોળ ઉમેરી તેને પાય કરો. પાય થઈ ગયા બાદ તેમાં જીણું ટોપરું ઉમેરી દો. ત્યાર બાદ ગોળ ની ચાસણી મા જીણું ટોપરું ઉમેરી દો. પછી તેને બરોબર મિક્સ કરી લો. હવે પ્લેટફોર્મ પર લુવો કરી વેલણ વડે તેને વણી ને આકા કરી લો. હવે પ્લેટફોર્મ પર લુવો કરી વેલણ વડે તેને વણી ને આકા કરી લો.

નોંધ – યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે સેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે.

Leave a Comment