ચિકનગુનિયાઃ એક પ્રકારનું વાઈરલ ઈન્ફેક્શન છે . એડિસ ઇજિપ્તિ નામના મચ્છરના કરડવાથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થતો રોગ છે . આ મચ્છર ખાસ કરીને દિવસ દરમિયાન કરડતા હોય છે . ચિકનગુનિયા ચેપી રોગ છે , પરંતુ વ્યક્તિથી વ્યક્તિમાં નહીં , પરંતુ મચ્છર દ્વારા વ્યક્તિઓમાં ફેલાતો ચેપી રોગ છે . ચિકનગુનિયા રોગનાં લક્ષણો દર્દીઓમાં બેથી સાત દિવસ સુધી રહેતાં હોય છે . જેમાં ખાસ કરીને શરૂઆતના દિવસોમાં સાંધાના દુખાવા સાથે તાવની તીવ્રતા વધારે હોય છે , પરંતુ પાછળના દિવસોમાં તાવ કરતાં અન્ય લક્ષણો જોવા મળે છે . જેમ કે , શરીરનો દુખાવો સાંધાનો દુખાવો, ચામડી પર લાલ ચકામાં પડવાં, શરીર પર ખંજવાળ આવવી, મોમાં ચાંદાં પડવાં નિદાન ચિકનગુનિયાનું નિદાન કરવા માટે બ્લડ રિપોર્ટ્સ જરૂરી હોય છે . જેમાં ચિકનગુનિયાની તીવ્રતા કેટલી છે તે સીબીસી અને સીઆરપી નામના બ્લડ રિપોર્ટથી અંદાજો આવે છે .
દર્દીને ચોક્કસપણે ચિકનગુનિયા રોગ છે જ તે જાણવા માટે લોહીમાંથી ચિકનગુનિયા પીસીઆર તથા ચિકનગુનિયા એન્ટિ બોડીના ટેસ્ટ કરાવવા પડતા હોય છે . શરૂઆતના અઠવાડિયામાં ચિકનગુનિયા પીસીઆરનો રિપોર્ટ જ પોઝિટિવ આવતો હોય છે અને ચિકનગુનિયા એન્ટિ બોડીનો રિપોર્ટ લગભગ બીજા અઠવાડિયાથી પોઝિટિવ થતો હોય છે . સારવાર ચિકનગુનિયા જાતે જ મટી જતો રોગ છે . તેની કોઈ ચોક્કસ સારવાર હજુ સુધી શોધાઈ નથી , પરંતુ શરૂઆતના દિવસોમાં દર્દીને તાવ તથા સાંધાના તથા શરીરના દુખાવાની તીવ્રતા બહુ જ વધારે પ્રમાણમાં હોય છે . તેથી તેના માટે દર્દીને આડઅસર ન કરે તે પ્રકારની દુખાવા તથા તાવની દવાઓ આપવામાં આવે છે . જે ડૉક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ .
રોગમાં ઝડપી રિકવરી આવે અને દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે મલ્ટિ વિટામિન્સની દવાઓ લેવી પણ ફાયદાકારક હોય છે . શરૂઆતના દિવસોમાં શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે દીએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું પણ જરૂરી છે . આ ઉપરાંત ઘણી વાર દર્દીને અસહ્ય તાવ તથા નબળાઈ આવી જાય , શરીરમાં ડિહાઈડ્રેશન થઈ જાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને ડૉક્ટરની સલાહ મુજબ દવા , ઈન્જેક્શન્સ , વિટામિન્સ તથા સલાઈન પણ ચઢાવવા જોઈએ .
ચિકનગુનિયા મટી ગયા પછી પણ દુખાવો યથાવત્ રહે છે . આવી સ્થિતિમાં વધારે પડતો આરામ કરવાને બદલે થોડી હલનચલન અને કસરત ચાલુ રાખવી ચિકનગુનિયામાં ખાનપાન અને કસરત આ રોગ દરમિયાન શક્ય એટલો પોષણયુક્ત આહાર જેમ કે , લીલાં પાંદડાંવાળા શાકભાજી , કચુંબર , કઠોળ , તમામ પ્રકારનાં ફળ કે તેના જ્યૂસ , પુષ્કળ માત્રામાં પ્રવાહી , ખાસ કરીને ખાટાં ફળો કે જેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે તે લેવાં , કારણ કે તે સાંધા અને માંસપેશીઓમાં રૂઝ આવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે . ચિકનગુનિયા મટી ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં દુખાવો યથાવત્ રહે છે . આવી સ્થિતિમાં વધારે પડતો આરામ કરવાને બદલે દર્દીએ પોતાના રોજિંદા જીવનમાં થતું હલનચલન અને કસરત ચાલુ રાખવી જોઈએ . જેથી તેમના સાંધા વધારે જકડાઈ ન જાય . ખાસ પરિસ્થિતિઓમાં ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ પ્રમાણે અમુક કસરતો પણ કરવી જોઈએ . આર્થરાઈટિસ કહેવાય છે . આ આર્થરાઈટિસ થવાની શક્યતા મોટાભાગે વૃદ્ધો , અન્ય સાંધાના રોગથી પીડાતા દર્દીઓ , ડાયાબિટીસ , બ્લડપ્રેશર , હૃદયરોગ કે કિડનીના રોગના દર્દીઓને વધુ રહેલી હોય છે . ચિકનગુનિયા આર્થરાઈટિસમાં પણ અન્ય સંધિવામાં દર્દીઓને ઘણાબધા સાંધામાં દુખાવો થતો હોય છે અને સાંધાથી મૂવમેન્ટ ઓછી થતી હોય છે , સ્નાયુઓમાં દુખાવો વધુ થતો હોય છે .
એ પ્રકારનાં તમામ લક્ષણો આમાં પણ જોવા મળતાં હોય છે . સારવાર દર્દીને આ પ્રકારના દુખાવા થાય તો એ આર્થરાઈટિસ ચિકનગુનિયાના લીધે જ છે કે અન્ય રોગના લીધે તે જાણવા માટે લોહીમાંથી વિવિધ પ્રકારના વાને લગતા રિપોર્ટ કરાવી લેવા જોઈએ , જેમ કે , ચિકનગુનિયા એન્ટિબોડી , યુરિક એસિડ , RA કેક્ટર વગેરે . આ પ્રકારના રિપોર્ટ કરીને ચોક્કસપણે નિદાન કર્યા પછી જ તેને લગતી સારવાર માટે આગળ વધવું હિતાવહ છે . આ પ્રકારના આર્થરાઈટિસમાં અલગ – અલગ પ્રકારની દવાઓ જેમ કે , કેલ્શિયમ , બી -૧૨ , ડી -૩ . મલ્ટિ વિટામિન્સ તથા વાની ચોક્કસ દવાઓથી આ રોગને કાબૂમાં લેવામાં આવતો હોય છે . અમુક વાર જ્યારે દર્દીને વધારે તીવ્રતા હોય તો તેને તાત્કાલિક ધોરણે કાબૂમાં લેવા ડૉક્ટરની સલાહ મુજબ ટૂંકા ગાળા માટે સ્ટિરોઈડ્સ દવા પણ આપવામાં આવતી હોય છે , પરંતુ આ દવા ડૉક્ટરની સલાહ વગર લાંબા ગાળા માટે લેવામાં આવે તો નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે . તેથી જે દર્દીઓને ચિકનગુનિયાનો તાવ મટી ગયા પછી પણ ચિકનગુનિયા આર્થરાઈટિસ રહી જાય તેમણે આ પ્રકારના રોગને વધારે પડતો સહન ન કરવો , કારણ કે એવું કરવાથી લાંબા ગાળે સાંધાઓમાં ઘસારો વધવાની સંભાવનાઓ રહેલી હોય છે અને દર્દીને આગળ જતાં ઘણી વાર વધારે ઘસારો થાય તો સાંધા માટેના વિશેષ ઓપરેશન પ્રક્રિયાઓમાંથી પણ પસાર થવું પડી શકે છે . આ આર્થરાઈટિસ પણ અન્ય આર્થરાઈટિસ પ્રમાણે દવાઓ દ્વારા ચોક્કસપણે કાબૂમાં લઈ જ શકાય છે , પરંતુ તેની સારવાર લાંબી ચાલતી હોય છે . તેથી નિયમિત રીતે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે . કોમ્પ્લિકેશન્સ આમ તો દર્દીને કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા બહુ ઓછી હોય છે , પરંતુ જે દર્દીઓને ચિકનગુનિયા વાઇરસની તીવ્રતા વધારે હોય અથવા ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિઓ , લાંબી માંદગી હોય જેમ કે બ્લડપ્રેશર , ડાયાબિટીસ , હૃદયરોગ , કિડની રોગ જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓ વગેરેને કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા વધારે રહેલી હોય છે . આ કોમ્પ્લિકેશન્સમાં ચિકનગુનિયા આર્થરાઈટિસ શું છે ? કિડની ફેલ થવી , મગજનો તાવ આવવો , સોડિયમની માત્રા ઘટી જવી , જો આ સમસ્યા વધી જાય તો ઘણી વખત દર્દીનું કોમામાં જવું વગેરે થઈ શકે છે . દર્દીને ચિકનગુનિયા થયા પછી બે – ત્રણ અઠવાડિયાં પછી પણ સાંધામાં દુખાવો તથા સોજાની તકલીફ અન્ય આર્થરાઈટિસની જેમ રહી જતી હોય છે