ગમે ત્યાંથી મળી જતા મીઠો લીમડાના ગુણ ઓળખીએ ‘મીઠો લીમડો’ છે ખૂબ જ ગુણકારી, લોહીમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારીને હ્રદયની બીમારીને દૂર કરે છે. – એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હો નેવાના કારણે તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ભોજનનો સ્વાદ વધારનાર કેટલીક એવી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ખાસ કરીને રસાદાર વ્યંજનોમાં વાપરવામાં આવતાં આ ઝાડનાં પાંદડાંને “કઢી લીમડાનાં પત્ત્તા” કહેવામાં આવે છે.
કેટલાક લોકો તેને “મીઠા લીમડાનાં પત્તાં” પણ કહે છે. તેને સહેલાઇથી ઘરે પણ ઉગાવી શકાય છે. તેના અઢળક ફાયદા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. કરી લીવ્સ બીટા કેરોટીન અને પ્રોટીનથી ભરપૂર છે, જે ખરતાં વાળ અટકાવવામાં પણ મદદ કરે છે. તે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ફોલિક એસિડ તથા વિટામિન સી, બી, એ અને ઈથી ભરપૂર હોય છે તો ચાલો જોઇએ તેનાથી કયા કય ફાયદા થાય છે. –
લીમડાના પાનમાં ભરપૂર પ્રમાણમાં આયરન અને ફૉલિક એસિડ હોય છે. આયરન શરીર માટે મુખ્ય પોષત તત્વ છે અને ફૉલિક એસિડ તેના અવશોષણમાં મદદરૂપ થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. – ઘણા લોકોને બ્લડ શુગરની સમસ્યા હોય છે. જેથી મીઠો લીમડો તેમના માટે ફાયદાકારક હોય છે. ખાસ કરીને મીઠા લીમડામાં રહેલા ફાઇબર ઇન્સુલિનને અસર કરીને બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. – મીઠો લીમડો પાચન ક્રિયાને યોગ્ય રાખે છે અને તેના સેવનથી વજન વધવાનો ખતરો ઓછો રહે છે જેથી વધતા વજનની સમસ્યાથી પીડાતા લોકોએ ખાસ મીઠા લીમડાના પાનનું સેવન કરવું જોઇએ. –
તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે અને લોહીમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારીને હૃદયથી જોડાયેલી કેટલીક બીમારીઓથી દૂર રાખે છે. – લિવર કમજોર હોવા પર પણ મીઠો લીમડો ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમા રહેલા વિટામીન એ અને વિટામીન સી લિવરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. – આજકાલની વ્યસ્ત લાઇફ સ્ટાઇલને ઘણા એવા લોકો છે તે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જેને કારણે તે લોકો કબજિયાત જેની સમસ્યાથી પીડાય છે. જેથી મીઠા લીમડાનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે : અહીંયા ક્લિક કરો
ઉપયોગમાં આવે તેવી રસોઈને સરળ બનાવતી રસોઈ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો