ગાજરનું સ્વાદિષ્ટ અથાણું બનાવવાની રીત અચૂક વાંચજો

0
183

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે.

સામગ્રી – અડધો કિલો ગાજર, લગભગ પાંચ ચમચી વાટેલી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક ચમચી લીંબુનો રસ, સરસિયાનુ અથવા જૈતૂનનુ તેલ, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત – ગાજરને છોલીને તેને સાફ કરી લો. તેના બે બે ઈંચ લાંબા ટુકડા કરી લો. આ ટુકડા પર લગાવેલુ પાણી સારી રીતે સૂકાય જવા દો. બની શકે તો તેને એક દિવસ તાપમાં મુકી દો. નહી તો અથાણું ખરાબ થઈ શકે છે. જેટલી પણ સામગ્રી છે તેને એક જારમાં ગાજર સાથે મિક્સ કરી મુકી દો. જારને સૂરજની રોશનીમાં મુકી દો. અથાણુ તૈયાર થઈ જશે. તેમા બે ત્રણ દિવસ લાગશ્ તમે ચાહો તો તેમા વચ્ચેથી કાપેલા લીલા મરચાં પણ નાખી શકો છો.
રીત 2:

  • 5 ગાજર – ૫ નંગ
    1 1/5 ટીસ્પૂન મીઠું – દોઢ ચમચી
    1 1/5 ટીસ્પૂન રાઇના કુરિયા – દોઢ ચમચી
    1 ટીસ્પૂન મરચું – ૧ ચમચી
    1/2 ટીસ્પૂન હળદર – અડધી ચમચી
    1 ચપટી હિંગ – ચપટી
    1 ટેબલસ્પૂન લીંબુનો રસ – ૧ ચમચો
    1 ટેબલસ્પૂન સરસિયું – ૧ ચમચો

ગાજરનું સ્વાદિષ્ટ અથાણું રીત:

– ગાજરને સારી રીતે છોલીને તેના બે ઇંચ લંબાઇ ધરાવતા ટુકડા કરો.
– તેને ધોઇને સ્વચ્છ ટુવાલમાં લપેટી લો જેથી બધું પાણી શોષાઇ જાય.
– અથાણાં માટેની બધી સામગ્રી અને ગાજરને બરાબર મિકસ કરીને કાચની બરણીમાં ભરી લો.
– તેને એક દિવસ તાપમાં મૂકી દો.
– બીજા દિવસે તે ખાવા માટે તૈયાર થઇ જશે.
– આ અથાણું ફ્રીજમાં લગભગ બે અઠવાડિયાં સુધી સારું રહે છે.

નોંધ : તમે ઇચ્છો તો આ અથાણાંમાં લીલાં મરચાંની ચીરીઓ પણ નાખી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here