વધારે પડતી શેકેલી, બળી ગયેલી કે ખૂલી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં1 કાળા પડી ગયેલાં ભાગમાં પોલી સાઇકલીક એરોમેટિક હાઇડ્રોકાર્બન જમા થાય છે. જે ખાવાથી કેન્સરની શક્યતા 70 થી 80 ટકા વધી જાય છે. કોબીજ, ફ્લાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે. કેન્સરની દવા જેવા જ કેન્સર વિરોધી રસાયણો ફ્લાવરમાં હોય છે. જે મોટાં આંતરડામાં રહેલાં કેન્સરના જીવાણુંઓનો નાશ કરે છે.
એલાઇલ-આઇસોથિયોસાઇનેટ (AI TQ) તરીકે ઓળખાતું આ રસાયણ જ્યારે આ શાકભાજીને કાપવામાં, ચાવવામાં, રાંધવામાં કે પચાવવામાં આવે છે ત્યારે છૂટું પડે છે. બ્રાશિકા વર્ગના શાકભાજીમાનાં આ રસાયણો મોટા આંતરડામાંના કેન્સરના જીવાણુંઓની વૃદ્ધિ અને કોષ વિભાજનની પ્રક્રિયાઓને ખતમ કરી નાખે છે. આ રસાયણ ફેંફસાના કેન્સરને રોકવામાં પણ અસર કારક છે. કેન્સરને રોકવા માટે આ શાકભાજીનું વધું પ્રમાણમાં સેવન કરવું જરુરી છે.
(2) કેન્સરની માત્ર શરુઆત હોય તો કાળી ગાયનું મૂત્ર 15 ગ્રામ સુતરાઉ કાપડથી ગાળી તેમાં 8-10 પાન કડવા લીમડાંના અને 8-10 પાન તુલસીના વાટીને નાખવાં અથવા બે પાન આખાં જ ખૂબ ચાવી ને ખાઇ ઉપરથી મૂત્ર પીવું. પ્રયોગ નિયમીત કરવાથી કેન્સર વધતું અટકે છે. (3) કાચનારની છાલ અને ત્રિફલાનો ઉકાળો નિયમીત પીવાથી કેન્સરમાં ફાયદો થાય છે.
(4) આખું અનાજ, કઠોળ, ફળફળાદિ અને કોબી લેવાથી તેમાં રહેલ ફાઇબર કેન્સર થતું રોકે છે. (5) રોજ ઓછામાં ઓછા બે ટામેટાં ખાવાથી આંતરડા, હોજરી અને ગુદાનું કેન્સર થતું અટકાવી શકાય છે.