બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય. કોઇ લગ્ન પ્રસંગમાં આપણે ઘણીવાર આ વાનગીનો સ્વાદ લીધો હોય છે. તો ચાલો આજે આપણે આ વાનગીની રેસીપી જોઇએ. આ વાનગી બનાવ્યા બાદ તમારા અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો.
બાસુંદી બનાવવા માટે જરૂરી સામગ્રી:
- દૂધ – 2 લિટર
- ખાંડ – 150 ગ્રામ
- ચારોળી- 25 ગ્રામ
- લીલી ઈલાયચી – 1/2 ટેબલસ્પૂન
બનાવવાની રીત:
- એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો.
- તેને ઘટ્ટ થવા દો. તેને સતત હલાવતા રહો જેથી તે તળિયા સાથે ચોંટી ન જાય.
- તેમાં ચારોળીના દાણા અને ખાંડ ઉમેરો.
- 10 મિનીટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો.
- તેમાં લીલા ઈલાયચીનો પાવડર નાંખો.
- થોડી વાર ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.