ઘણા લોકોને કબજીયાતનો પ્રશ્ન હોય છે કબજીયાતથી અનેક બીમારી થાય છે આથી દરરોજ પેટ સાફ થવું ખુબ આવશ્યક છે જો કોઈ કર્ણ સર કબજિયાત થાય તો દિવેલથી મળશુદ્ધિ કરવી જરૂરી છે. ઘરેલુ ઉપચાર તરીકે આદુનો મહત્વનો ભાગ છે આદુ : શ્વસન માર્ગનો સોજો દૂર કરવામાં આદુ ખુબ સારી મદદ કરે છે. શિયાળામાં આદુ વારી ચા પીવાનો આગ્રહ રાખવો જોઈએ આદુનો રસ , દાડમનો જયુસ અને મધ સમાન માત્રામાં મિકસ કરો દિવસના બે- ત્રણ વાર એક ટેબલસ્પૂન આ મિશ્રણ લો . તમે એક ટીસ્પૂન વાટેલું આદુ ૧ ૧/૨ કપ પાણીમાં મિકસ કરી રાત્રે સૂતી વખતે એક ટેબલસ્પૂન લઈ શકો. ફેફસાંને ડિટોકિસફાઈ કરવા મેથીનો કાવો બનાવો એક કપ પાણીમાં એક ટેબલસ્પૂન મેથી દાણા ઉકાળી તેમાં એક- એક ટીસ્પૂન આદુનો રસ અને મધ મિકસ કરો. દરરોજ સવાર – સાંજ આ મિશ્રણ પીઓ.તમે આદુમાં મીઠું નાખી ખાઈ શકો. શિયાળાની ઋતુમાં આદુ તમારા શરીર માટે તંદુરસ્તીનું કામ કરે છે
રાઈનું તેલ : જયારે અસ્થાનો હુમલો થાય ત્યારે રાઈના તેલથી માલિશ કરવાથી બ્રિધિંગ નોર્મલ થવામાં મદદ થાય છે . થોડા કપૂર સાથે રાઈનું તેલ ગરમ કરો એ બાઉલમાં કાઢી સાધારણ હૂંફાળુ થાય ત્યારે છાતી અને પીઠ પર લગાડી મસાજ કરો. રાહત ન થાય ત્યાં સુધી દિવસના ઘણી વાર આ પ્રયોગ કરો.
અંજીરના આયુર્વેદ ફાયદા વિશે જાણીએ તો ત્રણ સૂકાં અંજીર ધોઈ એક કપ પાણીમાં આખી રાત પલાળો. સવારે નરણા કોઠે પલાળેલા અંજીર ખાવ અને પાણી પી જાવ. આ પ્રયોગ થોડા મહિના ચાલુ રાખો. અંજીરના મુખ્ય ફાયદા તરીકે લોહીને શુદ્ધ કરવામાં મદ્દદ કરે છે. શિયાળામાં રહેતા કબજીયાત અને હરસ મસા ને દુર કરવામાં અંજીરનો મહત્વનો ફાળો છે. બ્લડ પ્રેશર માટે ઉત્તમ ઔષધ છે અંજીર શાવની તકલીફ દુર કરે છે, હાડકાના વિકાસ માટે ઉપયોગી છે.
લસણ : અસ્થમાના શરૂઆતના સ્ટેજમાં ફેફસામાં થયેલા ઈન્જેકશનને દૂર કરવામાં આ ઉપચાર મદદ કરશે . ૧/૪ કપ દૂધમાં બે – ત્રણ કળી લસણ ઉકાળો. રૂમના તાપમાને ઠંડુ કરી પીઓ. કોફી : કોફીમાં રહેલું કેફિન અસ્થમાના એટેકને કાબુમાં રાખવા મદદ કરે છે . એ બ્રોન્કોડાઈલેટરનું કામ કરે છે. ગરમ કોફી રિલેકસ થવામાં અને સહેલાઈથી શ્વાસ લઈ શકાય એ માટે શ્વસન માર્ગને ખુલ્લા કરે છે. જેમ કોફી વધુ સ્ટ્રોન્ગ તેમ વધુ અસરકારક. પરંતુ દિવસના ત્રણ કપ કરતા વધારે બ્લેક કોફી પીઓ નહિ પછી નુકશાન કારક પણ બની શકે છે